Last Update : 18-October-2012, Thursday

 
 

આઇસીસી રિવ્યુ કમિટિની ચિંતા ઃ ૨૦-૨૦ ફોર્મેટ ફિક્સરોમાં ફેવરિટ
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આઇપીએલ જેવી લીગના પ્રારંભ સાથે જ સટ્ટેબાજીનો ભય વધ્યો છેઃ એન્ટી કરપ્શન યુનિટને ક્રિકેટની તમામ પ્રવૃત્તિઓમાં સામેલ કરવાની જરૃર

 

નવી દિલ્હી,તા.૧૭
ટ્વેન્ટી-૨૦ ક્રિકેટની લોકપ્રિયતામાં આવેલા જબરજસ્ત ઉછાળા સાથે સાથે તેમાં ફિક્સિંગની શક્યતા અને જોખમ વધ્યા છે. જેના પરિણાંમે આઇસીસી અને ક્રિકેટને ક્લિન-સ્પોર્ટસ રાખવા માટે કટિબધ્ધ જુથોની ચિંતા વધી છે. ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટને ફિક્સરોનું પણ ફેવરિટ માનવામાં આવે છે અને તેમાં ફિક્સિંગ આસાનીથી કરી શકાય છે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. આ જ કારણે આઇપીએલ, ચેમ્પિયન્સ લીગ જેવી ટ્વેન્ટી-૨૦ ટુર્નામેન્ટ્સ પર એન્ટી કરપ્શન યુનિટની દેખરેખ વધુ સઘન બનાવવી જોઇએ તેવી માંગ પણ ઉઠવા પામી છે. આઇસીસીએ તાજેતરમાં જ એક રિવ્યુ કમિશનની નિમણૂંક કરીને તેની પાસેથી ક્રિકેટને ફિક્સિંગ અને લાંચ-રૃશ્વતનું સૌથી મોટુ જોખમ શેનાથી તે જણાવવા કહ્યું હતુ, જેમાં તેઓએ ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટનો નિર્દેશ કર્યો હતો.
ઈંગ્લેન્ડમાં શરૃ થયેલી ટ્વેન્ટી-૨૦ ચેમ્પિયનશીપને કારણે આયોજકોને ધરખમ સ્પોન્સર્સ પ્રાપ્ત થયાં હતા, તેની સાથે સાથે ક્રિકેટરોને પણ જંગી કમાણી થઇ રહી છે. જો કે આ બધાને સમાંતર ગેરકાયદેસર સટ્ટાબાજી તેમજ મેચ ફિક્સિંગની શક્યતાઓને પણ નકારી શકાય તેવી નથી. તાજેતરમાં ઇન્ડિયા ટીવીએ પ્રસારિત કરેલા સ્ટિંગ ઓપરેશનમાં અમ્પાયરોએ પણ નાણાં લઇને ફિક્સિંગ માટેની તૈયારી બતાવી હતી. આ જ ન્યુઝ ચેનલના અગાઉના સ્ટિંગ ઓપરેશનમાં આઇપીએલમાં ચાલતા ફિક્સિંગ અને બ્લેકમની અંગે ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ બીસીસીઆઇએ બાકીના બધાને ક્લીન ચીટ આપતાં માત્ર આ પ્રકારના દાવા કરનારા ખેલાડીઓને જ સજા ફટકારી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ ક્રિકેટને ફિક્સિંગ અને લાંચ-રૃશ્વતથી બચાવવા માટે કટિબધ્ધ છે. તેમણે પોતાની એન્ટી કરપ્શન યુનિટની કામગીરીને ક્યાં સઘન બનાવવાની જરૃર છે તે જાણવા માટે એક રિવ્યુ કમિશનની નિમણૂક કરી હતી. જેના વડા હોંગકોંગના સોલીસીટર જનરલ બેર્ટનાર્ડ ડે સ્પેવેલી હતા. તેમણે કહ્યું કે, અમે લાંબી ચર્ચા વિચારણા કરી હતી અને તથ્યો તપાસ્યા હતા. આ અંગે બધાનો મોટાભાગે એવો મત હતો કે જ્યારથી ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ અને આઇપીએલનો પ્રારંભ થયો છે ત્યારથી ક્રિકેટમાં મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગનું જોખમ ખુબ જ વધી ગયું છે.
આઇપીએલના પગલે ઓસ્ટ્રેલિયા, બાંગલાદેશ, શ્રીલંકા વિગેરે જેવા દેશોમાં પણ પોતપોતાની લીગ શરૃ થઇ ચુકી છે અને નિષ્ણાતો માને છે કે ફિક્સિંગનું જોખમ તો કોઇ એક ચોક્કસ સ્થળ કે લીગ સુધી સીમિત નથી પણ વ્યાપક સ્વરૃપમાં છે.
ક્રિકેટના એક લેખકે વેબસાઇટમાં લખ્યું છે કે, હવે તો ટ્વેન્ટી-૨૦ની ડોમેસ્ટીક લીગ ચોમાસામાં જોવા મળતા બીલાડીના ટોપની જેમ ફૂટી નિકળી છે. તેના કારણે સ્પોન્સર્સ, ખેલાડીઓ, ટીવીની આવક, ચાહકો આકર્ષાયા છે તેની સાથે સટ્ટા બેટિંગના માફિયા પણ તેના તરફ ખેંચાયા છે.તેઓ સતત ક્રિકેટમાં પોતાનો પગદંડો જમાવવાનો પ્રયાસ કરતાં રહેતા હોય છે અને આ ફોર્મેટે તેમનેઅનુકૂળતા પુરી પાડી છે.
હવે માત્ર જ્યારે જ્યારે ટીવીના સ્ટિંગ ઓપરેશનો બહાર આવે તે પછી ક્રિકેટની વિશ્વસનીયતા જળવાય તેવા પ્રયાસો કરવા યોગ્ય નથી. હવે તો એવું તંત્ર ગોઠવવાની જરૃર છે, જે સતત ક્રિકેટને ક્લીન રાખવા માટે પ્રયત્નશીલ રહે તેવો મત પણ કેટલાક નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.
હાઇપ્રોફાઇલ ઇન્ડિયન પ્રીમિયર લીગે તો આઇસીસીના એન્ટી કરપ્શનની ફિ ઘણી મોંઘી હોવાના બહાના હેઠળ ૨૦૦૮ અને ૨૦૦૯માં તો ફિક્સરોને વણલખ્યુ નિમંત્રણ મોકલ્યું હોય તેવી પરિસ્થિતી સર્જી હતી. જો કે મેચ ફિક્સિગના આક્ષેપો અને વિવાદો બાદ આખરે ત્રીજી સિઝનથી તેઓએ આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટની મદદ લેવાની શરૃઆત કરી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved