Last Update : 18-October-2012, Thursday

 

ડેનેવરમાં પછડાટ વેઠયા બાદ
ઓબામાએ હેમ્પસ્ટેડ ખાતેની ચર્ચામાં રોમ્નીને મહાત કર્યા

લિબીયા અને આઉટ સોર્સિંગ મુદ્દે ઓબામાએ રિપબ્લિકન રોમ્નીને ચૂપ કરી દીધા

(પી.ટી.આઈ.) હેમ્પસ્ટડ, તા. ૧૭
અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના પ્રતિસ્પર્ધી મીટ રોમ્ની પર સ્પષ્ટ વિજયની છાપ જનતાના મનમાં છોડી હતી. બન્ને વચ્ચે યોજાયેલી રાષ્ટ્રપતિ પદના દાવેદારોની ચર્ચામાં તેમણે મીટ રોમ્નીને મહાત કર્યા હતા. તેમણે આઉટ સોર્સિંગ અને લિબીયા જેવા મુદ્દાઓ પર મીટ રોમ્નીને પછડાટ આપી હતી. આ પૂર્વે ડેનેવર ખાતેની ચર્ચામાં ઓબામાને પીછેહટ કરવી પડી હતી.
અત્રેની હોફસ્ટ્રા યુનિવર્સિટીના હોલ ખાતે બન્ને વચ્ચે ટાઉનહોલમાં પરસ્પર યોજાય તે પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી. ઓબામાને મીટ રોમ્ની પર એક યા બીજા પ્રકારે મહત્તા સિદ્ધ કરવી પડે તેમ જ હતી. કેમકે ડેનેવર ખાતે ત્રીજી ઓક્ટોબરે યોજાયેલી પ્રથમ ચર્ચામાં ઓબામાને મીટ રોમ્નીએ ભારે મહાત આપી હતી. ત્યારે રોમ્નીનો દેખાવ ભારે આક્રમક અને પ્રજા પ્રત્યે આત્મીય જણાયો હતો.
ઓબામાએ તેમની પ્રથમ ચર્ચામાં કરેલી ભૂલ આ વખતે નહોતી કરી. તેમણે આ વખતે મીટ રોમ્ની સામે ભારે આક્રમકતા દાખવી હતી. તેમણે કર યોજનાઓ અને આઉટ સોર્સીંગ સંદર્ભે રોમ્નીનો ભારે સામનો કરીને પછડાટ આપી હતી. આ વખતે તેમની વિવાદાસ્પદ ટીપ્પણીનો પણ તેમને યોગ્ય ખુલાસો કરવો પડયો હતો કે '૪૭ ટકા અમેરિકનો ટેક્સ ભરતા જ નથી.' તે પછી તરતજ પ્રજાના મંતવ્યો માંગવામાં આવ્યા તેમાં ૪૬ ટકા લોકોએ ઓબામાને વિજેતા જાહેર કર્યા હતા જ્યારે ૩૯ ટકા લોકોએ રોમ્નીની તરફેણમાં મત આપ્યા હતા. જોકે ૩૩ ટકા લોકો હજી એવું માને છે કે આ ખરેખર ટાઈ હતી.
જો કે આ ચર્ચાનો અંત વ્યવસાયોના આઉટ સોર્સીંગ અંગે ભારે ચર્ચા બાદ આવ્યો હતો. જેમાં રોમ્નીએ કહ્યું હતું કે અન્ય રાષ્ટ્રો સાથેની આપણી વ્યાપારી સ્પર્ધામાં બધા દેશો નિયમાનુસાર ચાલે છે. જ્યારે ચીન કૃત્રિમ રીતે તેના ચલણના ભાવ નીચા રાખીને વ્યાપારમાં રમત કરે છે. તેના કારણે તેમના ઉત્પાદનની કિંમત નીચી રહે છે અને તેઓ બજારમાં મેદાન મારી જાય છે. આપણે અમેરિકામાં વેચાણ અને ઉત્પાદન એમ બન્ને ક્ષેત્રે સ્થાન ગુમાવી રહ્યા છીએ, વ્યવસાયો ખાઈ રહ્યા છીએ. તેના કારણે બે કરોડ લોકોએ વ્યવસાય ગુમાવ્યા છે તેમ રોમ્નીએ આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ૪ કરોડ ૭૦ લાખ લોકોના ભરણ પોષણનો સવાલ ઉભો થયો છે. કોલેજમાંથી ભણીને બહાર પડતા વિદ્યાર્થીઓ પૈકી ૫૦ ટકાને આપણે વ્યવસાય આપી શકતા નથી. આપણે ૨ કરોડ ૩૦ લાખ લોકો સારા વ્યવસાય માટે ઝઝુમે છે તેમને માટે યોગ્ય વ્યવસાય ગોતી નથી શક્યા.
અહીં ઓબામાએ રોમ્ની પર પ્રહારો કરતા કહ્યું હતું કે તેમની કંપની આઉટ સોર્સીંગની પાયાની કંપની છે. તેઓ અહીં વ્યવસાયો વધારવા માંગતા નથી પણ દેશની બેરોજગારીની ચર્ચા કરવા તત્પર છે. આમ ઓબામાએ રજૂ કરેલી વાસ્તવિક અને સાચી રજૂઆતે રોમ્નીને નિઃસહાય કરી દીધા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved