Last Update : 18-October-2012, Thursday

 

મહારાષ્ટ્રમાં ભાજપ, કાંેગ્રેસ અને એનસીપી વચ્ચે ઇલુ ઇલુ ઃ કૌભાંડમાં ભાગ બટાઇ
પવારે ૧૦૦ એકર જમીન ગડકરીને ફાળવી

ચટ મંગની પટ બ્યાહ ઃ ગડકરીને તાત્કાલિક જમીન અપાઇ બદલામાં સિંચાઇ કૌભાંડમાં ભાજપે મૌન સેવ્યું ઃ કેજરીવાલ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૭
રોબર્ટ વાઢેરા અને સલમાન ખુર્શીદ બાદ હવે ભાજપના પ્રમુખ નીતિન ગડકરી પર નિશાન સાધતા અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપી સરકારે કાયદાઓને તોડી મરોડીને ગડકરીને આશરે ૧૦૦ એકર કૃષિલાયક જમીન ફાળવી આપી હતી. ગડકરીએ આક્ષેપને નકારી કાઢતા તેને કોંગ્રેસની વિપક્ષના મતોમાં ભાગ પડાવવાની વ્યૂહરચના ગણાવી હતી.
ગડકરીને ઉઘાડા પાડવાની જાહેરાત કરવા યોજેલી પત્રકાર પરિષદમાં ચળવળકારમાંથી રાજકારણી બનેલા કેજરીવાલે દાવો કર્યો હતો કે દેશને લૂંટવામાં બધાં જ રાજકીય પક્ષો અંદરોઅંદર સંબંધો રાખે છે અને બહારથી એકબીજા પર આક્ષેપો કરે છે. કેજરીવાલે ભાજપ અને મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપી સરકાર વચ્ચે સાંઠગાંઠનો દાવો કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારને સંડોવતા સિંચાઇ કૌભાંડના મુદ્દે ગડકરી અને તેમના પક્ષ ભાજપે મૌન સાધી લીધું હતું. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કાર્યકર્તાઓ વકીલ પ્રશાંત ભૂષણ અને આરટીઆઇ કાર્યકર્તા અંજલિ દમણિયાને ટાંકીને કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે ગડકરીને ફાયદો કરાવવા ભૂતપૂર્વ સિંચાઇ મંત્રી અજીત પવારે કાયદામાં ફેરફાર કરાવ્યાં હતાં. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે નાગપુર જિલ્લાના ઉમરેડ તાલુકામાં બંધ બાંધવા માટે

કેજરીવાલના આક્ષેપો
* ગડકરીના મહારાષ્ટ્રમાં પાંચ પાવર પ્લાન્ટ અને ત્રણ ખાંડની મિલો છે.
* ખેડૂતોને સિંચાઈ પૂરી પાડવા બનાવેલા બંધોનું પાણી ગડકરીના પાવર પ્લાન્ટ અને ખાંડની મિલોને પહોંચાડવામાં આવે છે.
* નાગપુરના ઉમરેડમાં વણ વપરાયેલી આશરે ૧૦૦ હેક્ટર જમીન મહારાષ્ટ્ર સરકારે ગડકરીને ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપી દીધી.
* કાયદા મુજબ વણવપરાયેલી પોતાની જમીન પાછી મેળવવાનો ખેડૂતોએ દાવો કરતા ગડકરીના માણસોએ તેમને ધાકધમકી આપી.
* ગડકરીને મહારાષ્ટ્રની એનસીપી કોંગ્રેસ સરકાર સાથે સાંઠગાંઠ છે. ભૂતપૂર્વ સિંચાઈમંત્રી અજિત પવારે ગડકરીને ફાયદો કરાવ્યો.

આરએસએસ પણ ગડકરીની વહારે
* કૌભાંડોથી ધેરાયેલી કોંગ્રેસ કેજરીવાલ સાથે મળીને વિપક્ષના મતોમાં ભાગ પડાવવાનું કાવતરું રચી રહી છે.

ગડકરીનો બચાવ
* વિદર્ભના ખેડૂતોને આપઘાત કરતા અટકાવવા તેઓ સામાજિક ઉદ્યોગ ચલાવ છે.
* તેઓ પોતે વિદર્ભના ખેડૂતોને સિંચાઈ સુવિધા મળે એ માટે સતત સંઘર્ષ કરતા રહ્યાં છે.
* કથિત જમીન ઉજ્જડ છે અને એક ધર્માદા સંસ્થાને લીઝ પર અપાઈ છે જે મારી નથી.
* કૌભાંડોથી ધેરાયેલી કોંગ્રેસ કેજરીવાલ સાથે મળીને વિપક્ષના મતોમાં ભાગ પડાવવાનું કાવતરું રચી રહી છે.

ખેડૂતો પાસેથી વિશાળ જમીન હસ્તગત કરવામાં આવી હતી અને વધારાની જમીન ખેડૂતોને પાછી આપવાના બદલે ગડકરીને આપી દેવામાં આવી હતી. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે ૨૦૦૨માં ખેડૂતોની વધારાની જમીન પાછી આપવાની માંગણી ફગાવી દીધા બાદ મહારાષ્ટ્ર સરકારે ૨૦૦૫માં ગડકરીએ જમીન માટે માંગણી કર્યાના થોડા દિવસોમાં તેમને આપી દેવાઇ હતી. એ વખતના સિંચાઇ મંત્રી અજિત પવારના સહી કરેલા પત્રો પુરાવા તરીકે હોવાનો દાવો કરતા કેજરીવાલે કહ્યું હતું કે વિદર્ભ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સચિવે કાયદેસર કામગીરી નહીં થઇ શકે તેમ કહીને વિરોધ કર્યા છતાં અજિત પવારે લાગવગ લગાવીને ગડકરીને જમીન ફાળવી હતી.
કેજરીવાલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું ''ભાજપે દેશને દગો દીધો છે. લોકોને આશા હતી કે શાસક પક્ષની ભૂલ સામે ભાજપ અવાજ ઉઠાવશે પરંતુ ગડકરીએ પોતાનું વ્યાવસાયિક સામ્રાજ્ય વધારવા શાસક પક્ષો સાથે સાંઠગાંઠ કરી લીધી છે. ગડકરી રાજકારણી નથી. તેઓ તેમના વ્યાવસાયિક હિતો વધારવા ભાજપનો ઉપયોગ કરી રહ્યાં છે અને હવે ભાજપે પણ તેમને બીજી ટર્મમાં પ્રમુખ તરીકે ચાલુ રાખવા તેના બંધારણમાં ફેરફાર કરી દીધો છે.'' કેજરીવાલે કહ્યું હતું કે ગડકરીની વ્યાપારી સાંઠગાંઠથી ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે બંધ બન્યા પછી એનું પાણી ખેડૂતોને ન મળ્યું અને બંધનું પાણી ગડકરીના પાંચ પાવર પ્લાન્ટ્સને પહોંચાડવામાં આવે છે.
બીજી બાજુ કેજરીવાલના આક્ષેપને આધારવિહોણા ગણીને નકારી કાઢતા નીતિન ગડકરીએ શક્યતા વ્યક્ત કરી હતી કે વિપક્ષના મતોમાં ભાગ પડાવવા કોંગ્રેસે અને કેજરીવાલના ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શને સાંઠગાંઠ કરી લીધી છે. કેજરીવાલના આક્ષેપોના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે વિદર્ભ પ્રદેશમાં ખેડૂતોને આપઘાત કરતા અટકાવવા તેઓ સામાજિક ઉદ્યોગ ચલાવી રહ્યાં છે. કથિત જમીનના મુદ્દે ગડકરીએ કહ્યું હતું કે એ જમીન ઉજ્જડ છે અને કેજરીવાલના આક્ષેપો મુજબ નહીં પરંતુ ધર્મદાસંસ્થાને લીઝ પર અપાઇ છે.
ગડકરીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના કૌભાંડોથી કોંગ્રેસની પ્રતિષ્ઠા ખરડાઇ રહી છે અને ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન ભાજપને પણ બદનામ કરીને મુખ્ય વિપક્ષ તરીકેનું સ્થાન પચાવી પાડવા માંગે છે અને વિપક્ષના મતોમાં ભાગ પડાવવાનું કોંગ્રેસ અને આઈએસીનું કાવતરું છે. ગડકરીએ જણાવ્યું હતુ કે તેઓ કોઇપણ તપાસ માટે તૈયાર છે.
દરમિયાન ગડકરીના પડખે આવતા ભાજપની ઉચ્ચ નેતાગીરીએ કેજરીવાલના આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને આક્ષેપો સામે કાનૂની નહીં પણ રાજકીય રીતે લડવાનું જણાવ્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા, ભાજપના સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે અમારા પ્રમુખ કોઇ કૌભાંડમાં સંડોવાયેલા નથી અને પક્ષનો તેમને પૂરેપૂરો સાથ છે. અરુણ જેટલીએ કહ્યું હતું કે કેજરીવાલે રાજકીય પક્ષ રચ્યો હોવાથી લોકોની નજરમાં રહેવા પ્રયાસો કરે છે.
કોંગ્રેસે આ મુદ્દે જણાવ્યું હતું કે કેજરીવાલના આક્ષેપોનો ભાજપ શો જવાબ આપે છે એ જાણ્યા પછી તેઓ પ્રતિક્રિયા આપશે. કોંગ્રેસના પ્રવકતા રશીદ અલ્વીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જ્યારે આ લોકો (અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ) અમારા ઉપર આક્ષેપો કરતા હતાં ત્યારે ભાજપ પણ તેમાં સૂર મિલાવીને સત્ય જાણ્યા વગર એ જ આક્ષેપો દોહરાવતો હતો અને હવે જ્યારે એ જ લોકોએ ભાજપ અને તેના રાષ્ટ્રીય પ્રમુખ વિરુધ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે ત્યારે તેઓ શું જવાબ આપશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved