Last Update : 18-October-2012, Thursday

 

FIIની નજીવી રૃા.૩૬ કરોડની ખરીદી ઃ DII ની રૃા.૨૪૮ કરોડના શેરોની વેચવાલી
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ

સેન્સેક્ષ ૩૩ પોઈન્ટ વધીને ૧૮૬૧૧ ઃ નિફટી ૧૨ પોઈન્ટ વધીને ૫૬૬૦

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
રાજકીય પક્ષોના નેતાઓના ભ્રષ્ટાચારના એક પછી એક ઘટસ્ફોટ કરનારા ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી) અરવિંદ કેજરીવાલ નવો ઘટસ્ફોટ સાંજે કરે એ પૂર્વે હવે ડીએલએફ બાદ કઇ કંપનીઓની રાજનેતાઓ સાથે સાંઠગાઠનો પર્દાફાશ થશે એની રાહમાં આજે મુંબઇ શેરબજારોમાં પણ ફફડાટ અનુભવતા ખેલંદાઓએ થોભો અને રાહ જુઓનું વલણ અપનાવી નવા મોટા વેપારમાં સાવચેતી બતાવતા બજારમાં ઇન્ડેક્ષ બેઝડ નિરસતા જોવાઇ હતી. કોર્પોરેટ પરિણામોની બીજા ત્રિમાસિકની સીઝનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ કંપનીના ચોખ્ખા નફામાં પ્રથમ ત્રિમાસિકની તુલનાએ ૨૦.૨ ટકા ઉછાળા છતાં ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૫.૭ ટકા ઘટાડા અને પેટ્રોકેમિકલ બિઝનેસ દબાણ હેઠળ રહેતા એચએસબીસી દ્વારા કંપનીના શેરને ડાઉનગ્રેડ કરાયાની સતત નેગેટીવ અસરે ફંડો- ઇન્વેસ્ટરોની વેચવાલી અને સપ્ટેમ્બર મહિનાનો ફુગાવો ૭.૮ ટકાની ૧૦ મહિનાની ટોચે પહોંચતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી પ્રમુખ દરોમાં ઘટાડાની શક્યતા ધૂંધળી બનતા બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં વેચવાલીએ ટ્રેડીંગની શરૃઆત સાવચેતીએ થઇ હતી. અમેરિકાનાં ગઇકાલે પોઝિટીવ આર્થિક સમાચારોએ ડાઉ જોન્સ, નાસ્દાકની તેજી પાછળ એશીયાના અન્ય બજારોની મજબૂતી પાછળ મુંબઇ શેરબજારોમાં પણ ટ્રેડીંગની શરૃઆત ઇન્ડેક્ષ બેઝડ ગેપ અપ પોઝિટીવ થઇ હતી. એચડીએફસી, ભેલ, ટાટા પાવર, લાર્સન, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, આઇટીસી, આઇસીઆઇસીઆઇ, ઇન્ફોસીસ, સ્ટરલાઇટમાં આકર્ષણે સેન્સેક્ષ આગલા બંધ ૧૮૫૭૭.૭૦ સામે ૯૦.૦૨ ગેપમાં ઉપર ૧૮૬૬૭.૭૨ મથાળે ખુલીને એક સમયે ૧૨૭.૪૯ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૮૭૦૫.૧૯ સુધી પહોંચ્યો હતો. પરંતુ આ ઉછાળો ક્ષણજીવી નીવડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ગેઇલ ઇન્ડિયા, એચડીએફસી બેંક, સનફાર્મા, ટાટા સ્ટીલ સહિતમાં વેચવાલીના દબાણે સેન્સેક્ષનો સુધારો ધોવાઇ જઇ સાંકડી નરમાઇએ ૪૨.૩૩ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૮૫૩૫.૩૭ સુધી આવ્યો હતો. જે સાંકડી વધઘટે અથડાતો રહી છેલ્લા પોણા કલાકમાં એકાએક વધી આવી લાર્સન, ભેલ, ટાટા પાવર, ઇન્ફોસીસ, આઇટીસી, ભારતી એરટેલની તેજીએ ૪૮થી ૫૦ પોઇન્ટ વધી આવ્યા બાદ અંતે ૩૩.૦૭ પોઇન્ટ વધીને ૧૮૬૧૦.૭૭ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ફરી ૫૬૩૫નું પરીક્ષણ કરી ૫૬૩૪ થઇ પાછો ફર્યો! ૫૬૩૩.૯૦ થઇ અંતે ૫૬૬૦
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૬૪૮ સામે ૫૬૮૧.૧૦ મથાળે ખુલીને શરૃઆતમાં જ ૫૬૮૪.૩૫ સુધી પહોંચ્યો હતો. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સિમેન્ટ શેરો એસીસી, અંબુજા સિમેન્ટ સાથે ડીએલએફ, ગેઇલ, સનફાર્મા, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીસ સારા પરિણામ છતાં વેચવાલી નીકળતા અને ટાટા સ્ટીલ, સ્ટેટ બેંકની નરમાઇએ નિફ્ટી નીચામાં ૫૬૩૫ના મહત્વના સપોર્ટ લેવલનું પરીક્ષણ કરી ઇન્ટ્રા-ડે ફરી ૫૬૩૩.૯૦ સુધી આવી તુરંત પાછો ફરી જઇ સાંકડી વધઘટે અથડાતો રહ્યા બાદ ૨ઃ૧૫ બે વાગ્યા બાદ કવરીંગ સાથે લાર્સન, ભેલ, ટાટા પાવર સાથે ભારતી એરટેલની મજબૂતીએ ઉપરમાં ૫૬૬૬ સુધી આવી જઇ અંતે ૧૨.૨૫ પોઇન્ટ વધીને ૫૬૬૦.૨૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૭૦૦નો કોલ ૨૯.૮૦થી ઉછળી ૪૫ થઇ ૩૧.૧૫ ઃ ૫૬૦૦નો પુટ ૩૦.૮૦થી ઘટી ૨૪
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૫૭૦૦નો કોલ ૬,૯૩,૩૩૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૯૮૭૪.૬૩ કરોડના ટર્નઓવરે ૨૯.૮૦ સામે ૪૨ ખુલી ઉપરમાં ૪૫ થઇ નીચામાં ૨૫.૯૫ સુધી જઇ અંતે ૩૧.૧૫ હતો. નિફ્ટી ૫૬૦૦નો પુટ ૫,૭૮,૧૫૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૬૨૫૭.૪૦ કરોડના ટર્નઓવરે ૩૦.૮૦ સામે ૨૧.૭૫ ખુલી નીચામાં ૧૭.૧૦ થઇ ઉપરમાં ૩૦.૧૫ સુધી જઇ અંતે ૨૪ હતો. નિફ્ટી ૫૮૦૦નો કોલ ૪,૭૮,૦૬૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૮૮૫.૧૫ કરોડના ટર્નઓવરે ૮.૩૫ સામે ૧૧.૭૫ ખુલી ઉપરમાં ૧૩.૨૫ થઇ નીચામાં ૬.૪૫ સુધી જઇ અંતે ૮.૧૫ હતો. નિફ્ટી ઓક્ટોબર ફ્યુચર ૧,૬૮,૮૩૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૪૭૮૩.૩૪ કરોડના ટર્નઓવરે ૫૬૫૧.૫૫ સામે ૫૬૮૬.૧૫ ખુલી ઉપરમાં ૫૬૯૪.૮૫ થઇ નીચામાં ૫૬૪૫.૫૫ સુધી જઇ અંતે ૫૬૬૫ હતો. નિફ્ટી ૫૫૦૦નો પુટ ૯.૭૦ સામે ૫ ખુલી નીચામાં ૪.૫૫ થઇ ઉપરમાં ૮.૫૫ સુધી જઇને અંતે ૬.૩૫ હતો.
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ ડાઉન ઃ નિફ્ટી સ્પોટ મજબૂત સપોર્ટ ૫૫૮૫ ઃ ટ્રેન્ડ બદલાવ માટે ૫૭૩૦ ઉપર બંધ જરૃરી
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ ડાઉન બતાવાઇ રહ્યો છે. ટેક્નીકલી, નિફ્ટી સ્પોટ ૫૭૩૦ ઉપર બંધ આવવાના સંજોગોમાં જ નજીકનો ટ્રેન્ડ બદલાશે. નિફ્ટી સ્પોટ માટે મજબૂત સપોર્ટ ૫૫૮૫ છે.
એચસીએલ ટેક્નોલોજીસનો નેટ નફો ૭૮ ટકા વધ્યો છતાં શેરમાં પ્રોફીટ બુકીંગ ઃ ટીસીએસ, હેકઝાવેર, ફાઇનાન્શિયલ ટેક્નો ઘટયા
કોર્પોરેટ ઇન્ડિયાના ત્રિમાસિકના પરિણામોમાં આજે આઇટી અગ્રણી કંપની એચસીએલ ટેક્નોલોજીસે બજારની ધારણાથી સારા પ્રથમ ત્રિમાસિકના પરિણામ રજૂ કર્યા છતાં શેરમાં વેચવાલી હતી. કંપનીનો પ્રથમ ત્રિમાસિકનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૭૮ ટકા અને ગત ચોથા ત્રિમાસિકની તુલનાએ ૪ ટકા વધીને રૃા. ૮૮૫ કરોડ હાંસલ કરતા અને આવક ૩૧ ટકા વધીને રૃા. ૬૦૯૧ કરોડ હાંસલ કર્યા છતાં શેરમાં નફારૃપી વેચવાલીના દબાણે રૃા. ૩.૯૫ ઘટીને રૃા. ૫૮૦.૩૦ રહ્યો હતો. જ્યારે હેકઝાવેર ટેક્નોલોજી રૃા. ૧.૭૦ ઘઙટીને રૃા. ૧૧૧.૨૦, ફાઇનાન્શિયલ ટેક્નોલોજી રૃા. ૧૩.૨૦ ઘટીને રૃા. ૯૯૩.૨૫, ટીસીએસ રૃા. ૧૩.૬૫ ઘટીને રૃા. ૧૨૮૧.૪૫, ઓરકેલ ફીનસર્વ રૃા. ૪.૮૫ ઘટીને રૃા. ૨૯૫૫ રહ્યા હતાં.
ટાટા પાવરમાં ફંડોએ મોટું લેણ કર્યું ઃ ભેલ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ઇલેક્ટ્રોનિક્સમાં પણ આકર્ષણ
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં વિદેશી ફંડો- ઇન્વેસ્ટરોએ ફરી વેલ્યુબાઇંગ કર્યું હતું. ટાટા પાવરમાં આજે સત્ર દરમિયાન સતત લેવાલીએ રૃા. ૨.૧૫ વધીને રૃા. ૧૦૩.૭૦, ભેલ રૃા. ૨.૫૦ વધીને રૃા. ૨૪૬.૮૫, લાર્સન એન્ડ ટુબ્રો રૃા. ૧૬.૪૦ વધીને રૃા. ૧૬૨૪.૧૫, ભારત ઇળેક્ટ્રોનિક્સ રૃા. ૨૮.૨૫ વધીને રૃા. ૧૨૭૧.૯૦ રહ્યા હતા. બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૬૫.૬૯ પોઇન્ટ વધીને ૧૧૦૪૬.૧૮ રહ્યો હતો.
ઓટો શેરોમાં કારના નવા મોડલો- તહેવારોની તેજી ઃ મારૃતી સાથે ટાટા મોટર્સ ઉંચકાયો ઃ ભારત ફોજ, ક્યુમિન્સમાં તેજી
ઓટોમોબાઇલ શેરોમાં તહેવારોની સીઝનમાં કંપનીઓએ ગ્રાહકોને આકર્ષણ નવા કાર મોડલો રજૂ કરતા પસંદગીનું લેવાલીનું આકર્ષણ હતું. મારૃતી સુઝુકીને ગઇકાલે એન્ટ્રી લેવલની નવી અલ્ટો ૮૦૦ કાર રજૂ કરીને આકર્ષણ ઉભુ કરવામાં સફળતા મેળવી ૧૦ હજારથી વધુ કારનું બુકીંગ મેળવતા શેરમાં સતત મજબૂતીએ રૃા. ૨.૬૫ વધીને રૃા. ૧૩૬૯.૩૦, ટાટા મોટર્સ દ્વારા પણ તેની મન્ઝા કારને નવો ઓપ આપીને રજૂ કરાતા શેર રૃા. ૨.૬૦ વધીને રૃા. ૨૬૪.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સસાંગયોંગના આકર્ષણે રૃા. ૮૨૬.૨૦ રહ્યા હતા. જ્યારે હીરો મોટોકોર્પ રૃા. ૪.૭૫ વધીને રૃા. ૧૮૦૫.૩૦, ભારત ફોર્જ રૃા. ૪.૨૦ વધીને રૃા. ૩૦૫.૩૫, ક્યુમિન્સ ઇન્ડિયા રૃા. ૬ વધીને રૃા. ૪૯૮.૮૦, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૮૦ વધીને રૃા. ૧૫૮.૫૫, બોશ રૃા. ૫૧.૭૫ વધીને રૃા. ૮૧૬ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૫૦.૬૧ પોઇન્ટ વધીને ૧૦૧૯૯.૯૦ રહ્યો હતો.
સજ્જન જિન્દાલ વિરુદ્ધ સીબીઆઇ ચાર્જશીટે જિન્દાલ શેરો ગબડયા ઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઘટીને રૃા. ૮૦૫
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો બીજા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૫.૭ ટકા ઘટીને રૃા. ૫૩૭૬ કરોડ અને ટર્નઓવર ૧૫.૪ ટકા વધીને રૃા. ૯૩૨૬૫ કરોડ જાહેર થયા સાથે કુલ રીફાઇનીંગ માર્જીન પણ બેરલદીઠ ૧૦.૧ ડોલરથી ઘટીને ૯.૫ ડોલર આવતા એચએસબીસી દ્વારા કંપનીના શેરની ડાઉનગ્રેડ કરાતા શેરમાં ફંડો- ઇન્વેસ્ટરોની સતત વેચવાલીએ રૃા. ૭.૮૫ ઘટીને રૃા. ૮૦૫.૪૦ રહ્યો હતો. સજ્જન જિન્દાલ વિરુદ્ધ કર્ણાટકમાં આયર્ન ઓર ચાર્જશીટ ફાઇલ થતાં જિન્દાલ ગુ્રપ કંપનીઓના શેરોમાં વેચવાલી હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૨૦.૩૫ તૂટીને રૃા. ૭૨૬.૫૦, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૧.૩૫ ઘટીને રૃા. ૬૧.૨૦ રહ્યા હતાં.
રીયાલ્ટી શેરોમાં સતત ધોવાણ ઃ ડીએલએફ, અનંતરાજ ઘટયા ઃ રાકેશ ઝુનઝુનવાલાના આકર્ષણે ડીબી રીયાલ્ટી વધીને રૃા. ૧૦૮
રીયાલ્ટી ક્ષેત્રે રાજકીય નેતાઓ કંપનીઓ વચ્ચે વિવાદાસ્પદ પ્રોપર્ટી ડીલ્સને પગલે સાવચેતીમાં ફંડોની વેચવાલી વધી હતી. ફુગાવો- મોંઘવારીનો આંક પણ સપ્ટેમ્બરમાં ૭.૮ ટકાની ૧૦ મહિનાની ઉંચાઇએ પહોંચતા રિઝર્વ બેંક દ્વારા પ્રમુખ દરોમાં ઘટાડાની શક્યતા ઘટતા હોમ લોન પણ વધુ સસ્તી નહીં બનવાના અંદાજોએ પ્રોપર્ટી વેચાણને ફટકો પડવાની શક્યતાએ શેરોમાં નવી ખરીદી અટકી હતી. ડીએલએફ રૃા. ૭ ઘટીને રૃા. ૨૦૧, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૯૦ ઘટીને રૃા. ૭૩.૭૫, ફિનિક્સ મિલ રૃા. ૩.૩૦ ઘટીને રૃા. ૧૮૯.૬૫, શોભા ડેવલપર્સ રૃા. ૫.૮૫ ઘટીને રૃા. ૩૫૬.૧૦ રહ્યા હતા. જ્યારે રાકેશ ઝુનઝુનવાલાએ હોલ્ડિંગ ખરીદ્યાના સતત આકર્ષણે ડીબી રીયાલ્ટી રૃા. ૪.૨૫ વધીને રૃા. ૧૦૭.૯૦ હતો.
કન્ઝ્યુમર ડયુરેબલ્સ શેરોમાં તહેવારોની ચહલપહલ ઃ ટીટીકે પ્રેસ્ટિજ, ટાઇટન, સી. મહેન્દ્ર એક્સપોર્ટસ ઉંચકાયા
કન્ઝ્યુમર ડયુરેબલ્સ શેરોમાં પણ તહેવારોની સીઝને બજારોમાં ચહલપહલ શરૃ થઇ જતાં લેવાલી હતી. ટીટીકે પ્રેસ્ટિજ રૃા. ૮૧.૮૦ વધીને રૃા. ૩૨૮૪.૮૫, સી. મહેન્દ્ર એક્સપોર્ટસ રૃા. ૧૦.૩૦ વધીને રૃા. ૯૯.૫૫, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૦૫ વધીને રૃા. ૨૭૪.૩૦, બજાજ ઇલેક્ટ્રીકલ્સ રૃા. ૧.૫૫ વધીને રૃા. ૨૨૪.૭૦ રહ્યા હતાં.
પરિણામ પૂર્વે સિમેન્ટ શેરો એસીસી, અંબજા ઘટયા ઃ સુગર શેરોમાં પણ મિલોને સરકારના આદેશે નરમાઇ
સિમેન્ટ કંપનીઓના શેરોમાં પરિણામો પૂર્વે પ્રોફીટ બુકીંગ થયું હતું. એસીસી રૃા. ૧૭.૨૫ ઘટીને રૃા. ૧૪૨૭.૬૫,. અંબુજા સિમેન્ટ રૃા. ૬.૨૦ ઘટીને રૃા. ૨૦૩.૨૦, સેન્ચુરી ટેક્સટાઇલ્સ રૃા. ૩.૩૦ ઘટીને રૃા. ૩૮૧.૫૫, અલ્ટ્રાટેક સિમેન્ટ રૃા. ૪.૭૦ ઘટીને રૃા. ૨૦૨૩, રહ્યા હતા. સુગર કંપનીઓના શેરોમાં પણ વૈશ્વિક બજારમાં ખાંડના ઉત્પાદન- પુરવઠામાં સતત ત્રીજા વર્ષે વૃદ્ધિ સાથે સ્થાનિકમાં સરકારે મિલોને તહેવારોની સીઝનનો સંપૂર્ણ ક્વોટા છૂટો કરવા આદેશ આપ્યાના અહેવાલે સુગર શેરોમાં વેચવાલી હતી. બજાજ હિન્દુસ્તાન ૭૦ પૈસા ઘટીને રૃા. ૩૦.૯૦, શિંભોલી સુગર ૯૦ પૈસા ઘટીને રૃા. ૨૭.૯૫, શ્રી રેણુકા સુગર ૫૦ પૈસા ઘટીને રૃા. ૩૪.૭૦, કેસીપી ઘટીને રૃા. ૭૦.૭૫, ત્રિવેણી એન્જિનિયરીંગ ૨૫ પૈસા ઘટીને રૃા. ૨૨.૯૫ રહ્યા હતાં.
આઇઆરબી ઇન્ફ્રા, જૈન ઇરીગેશન, પીપાવાવ ડીફેન્સ, કોરોમંડલ ઇન્ટરનેશનલ, આરઇસી ઘટયા
'એ' ગુ્રપના પ્રમુખ અન્ય ઘટનાર શેરોમાં જૈન ઇરીગેશન રૃા. ૩.૧૦ ઘટીને રૃા. ૭૧.૫૫, આઇઆરબી ઇન્ફ્રા. મહારાષ્ટ્રના સિંચાઇ કૌભાંડમાં રાજકીય નેતા સાથે સાંઠગાંઠના અહેવાલો ચગતા અને કંપન ીના રદિયા વચ્ચે શેર રૃા. ૫.૯૦ ઘટીને રૃા. ૧૪૨.૭૫, પીપાવાવ ડીફેન્સ રૃા. ૨.૦૫ ઘટીને રૃા. ૭૫.૧૫, મેકલીઓડ રસેલ રૃા. ૬.૪૫ ઘટીને રૃા. ૩૧૧.૯૦, યુનાઇટેડ ફોસ્ફરસ રૃા. ૨.૪૫ ઘટીને રૃા. ૧૨૦.૯૫, ગેઇલ ઇન્ડિયા રૃા. ૭.૫૦ ઘટીને રૃા. ૩૭૧.૨૫ રહ્યા હતાં.
FII ની રૃા.૩૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી ઃ DII ની રૃા.૨૪૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે - બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૃા.૩૫.૫૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા.૨૧૭૬.૬૦ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૨૧૪૧.૦૬ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા.૨૪૮.૪૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા.૮૯૩.૧૨ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૧૧૪૧.૫૨ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
માર્કેટ બ્રેડથ નેગેટીવ છતાં ૨૨૨ શેરોમાં તેજીની સર્કિટ ઃ ૧૫૪૩ શેરો નેગેટીવ ઃ ૧૩૨૯ પોઝિટીવ
સ્મોલ-મિડ કેપ શેરોમાં પસંદગીની લેવાલીનું આર્કષણ રહ્યું હતું. ખાસ સ્મોલ કેપ શેરોમાં ફંડો, લેવાલ હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૦૩ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૩૨૯ અને ઘટનારની ૧૫૪૩ હતી. અલબત્ત ૨૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved