Last Update : 18-October-2012, Thursday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૭ ઓક્ટોબરથી મંગળવાર ૨૩ ઓક્ટોબર સુઘી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઇન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ. લ. ઇ.) ઃ King of Cups - કીંગ ઓફ કપ્સ સાથે મુગુટ પહેરેલી રાજાશાહી ખોરાકમાં કલાત્મક સિંહાસન પર બિરાજમાન રાજાનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમે કોઈ સત્તાધીશ વ્યક્તિના વિશ્વાસુ હોવાનું સૂચવી જાય છે અને તેમના દ્વારા એકાદ નોંધપાત્ર કાર્યની ફરજ અદા કરવામાં તમારી કસોટી થઈ શકશે. જીવનસાથી સાથે ટૂંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. તા. ૧૭, ૨૨, ૨૩ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Eight of Coins - એઇટ ઓફ કોઇન્સ દૂર સુધી દેખાઈ રહેલા લીલાછમ વૃક્ષોમાં એક વૃક્ષના થડ પર દ્રશ્યમાન આઠ સિક્કાઓનું દ્રશ્ય દર્શાવવામાં આવેલું છે જે તમારા માટે આકસ્મિક ધન લાભ સૂચવી જાય છે. ભૂતકાળમાં કરેલા નાણાંકીય રોકાણનું હાલમાં સારું વળતર મેળવી શકાશે. નવાં નિર્ણયો લેવામાં ઉતાવળા ન બનવું તા. ૧૭, ૧૮, ૧૯ શુભ.

 

મિથુન (ક. છ. ઘ.) ઃ Princess of swords - પ્રિન્સેસ ઓફ સ્વોર્ડ્સ હાથમાં તલવાર સાથે ઉભેલી રાજકુમારીનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા વર્તમાન કામોને સરળતાપૂર્વક ઉકેલી શકવાનું સૂચવી જાય છે. કોઈ કાર્યમાં ગૂંચ ઉદ્ભવી હશે તો તેનો સફળતાપૂર્વક ઉકેલ આવશે. તમારો આત્મવિશ્વાસ વધે તેવો પ્રસંગ બનવા પામશે. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૧ શુભ.

 

કર્ક (ડ. હ.) ઃ The Wheel of fortune - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુન ઉંચે આકાશમાં ચક્રવાત સમાન ભૂરા- લીલા રંગોમાં ભાગ્યચક્રનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા વર્તમાન જીવનમાં ખૂબ જ ઝડપી લાભદાયક પરિવર્તન ઉભું થઈ શકવાનું સૂચવી જાય છે. વર્તમાન સમય દરમ્યાન તમારી પ્રગતિ થશે નવી ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશો. તા. ૨૦, ૨૧, ૨૨, ૨૩ શુભ.

 

સિંહ (મ. ટ.) ઃ The Fool - ધ ફૂલ સુંદર પોશાકમાં જમણા હાથમાં છડી પકડેલી વ્યક્તિના પગ પાસે બેઠેલા સસલાનું દર્શાવવામાં આવેલું ચિત્ર કોઈ સંઘર્ષાત્મક પરિસ્થિતિમાં તમે ચોક્કસ નિર્ણય ન લઈ શકતા હોવાનું સૂચવી જાય છે. તમારા અંતરાત્માના અવાજને અનુસરવાથી તમારી સમસ્યાનો અચાનક સુખદ ઉકેલ લાવી શકશો. ટૂંકી મુસાફરીનું આયોજન પણ થઈ શકશે તા. ૧૭, ૨૨, ૨૩ શુભ.

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ Seven of Cups - સેવન ઓફ કપ્સ દૂર દેખાઈ રહેલા રાજમહેલ આગળના સુંદર બગીચામાં ગોઠવાયેલી સાત પ્યાલીઓનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમે એકાદ કાર્યમાં ગુંચવાડો ઉભો કરી કસોટીમાં મૂકી શકવાનું સૂચવી જાય છે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સરળતા રહેશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો નોંધપાત્ર બનશે. તા. ૧૮, ૧૯ શુભ.

 

તુલા (ર. ત.) ઃ Eight of Cups - એઇટ ઓફ કપ્સ પર્વતીય વિસ્તારોમાં નાનકડા ઘડાઓનું દર્શાવવામાં આવેલું ચિત્ર એકાદ કાર્યની સફળતાથી તમારા આનંદ ઉત્સાહમાં વધારો થવાનું સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓ સાથે કોઈ વાદ-વિવાદ થયો હોય તેનો સુખદ ઉકેલ આવશે. જીવનસાથીનો સહકાર મેળવી શકશો તા. ૧૭, ૨૦, ૨૧ શુભ.

 

વૃશ્ચિક (ન. ય.) ઃ Eight of Wands - એઇટ ઓફ વોન્ડસ આકાશમાં ઉડી રહેલા બે પક્ષીઓ પર ફેંકાયેલા આઠ તીરનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા માટે વર્તમાન સમય દરમ્યાન એકાએક નવા ફેરફારો ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે તથા નવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે તૈયારી કરવાની આવશે. નોકરી- વ્યવસાય ક્ષેત્રે નવા ફેરફારો આવશે તા. ૧૮, ૧૯, ૨૨, ૨૩ શુભ.

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ Three of wands - થ્રી ઓફ વોન્ડ્સ દરિયામાં પસાર થઈ રહેલા બે વહાણો એકબીજાની સમીપ આવી ગયેલા છે જેમાં એક વ્યક્તિના હાથમાં ત્રણ દંડા રહ્યા છે અને કંઈક નિશાની દર્શાવે છે તેવું દર્શાવવામાં આવેલું ચિત્ર ભાગીદારી સંબંધિત બાબતોમાં તમારા માટે નોંધપાત્ર બનવાનું સૂચવી જાય છે. વિદેશ વ્યાપાર સાથે સંકળાયેલાઓને નવી તક પ્રાપ્ત થશે. તા. ૧૭, ૨૦, ૨૧ શુભ.

 

મકર (ખ. જ.) ઃ Queen of wands - ક્વીન ઓફ વોન્ડ્સ કલાત્મક સિંહાસન પર માથે મુગુટ પહેરી સુંદર રાજાશાહી પોશાકમાં બેઠેલી રાણીનું ચિત્ર નારી વર્ગ સાથેના સંબંધોમાં નોંધપાત્ર બનવાનું સૂચવી જાય છે. તમારા જીવનસાથીની માતાનો પ્રભાવ એકાદ કાર્ય માટે વિશેષ બની રહેશે. અવિવાહિત હોય તેઓને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે તક મળશે તા. ૧૭, ૧૮, ૧૯, ૨૨, ૨૩ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ Ten of cups - ટેન ઓફ કપ્સ આકાશમાં સર્જાયેલા મેઘધનુષ્યના દ્રશ્યમાં કલાત્મક રીતે દેખાઈ રહેલી દસ પ્યાલીઓનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા આનંદ ઉત્સાહમાં વધારો થવાનું સૂચવી જાય છે. કલાત્મક બાબતો સાથે સંકળાયેલા હોય તેઓને માટે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. તમારા પુરુષાર્થનું ખૂબ જ સારું પરિણામ મહત્ત્વના કાર્યો માટે પ્રાપ્ત થઈ શકશે. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૧ શુભ.

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ Ace of Coins એસ ઓફ કોઇન્સ ગોળ વર્તુળાકાર પત્થરોના શિલ્પમાં કોતરાયેલા એક સિક્કાનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારી નવી નોકરી કે નવા કાર્યની શરુઆત માટેના સમાચારની રાહ જોઈ રહ્યા હોવાનું સૂચવી જાય છે જે તમને ટુંકસમયમાં મળશે તમે હાલમાં જે કાર્ય કરી રહેલા છો તેમાં પ્રગતિ થઈ શકશે. સ્થાન પરિવર્તન માટે નિર્ણય લઈ શકાશે તા. ૨૦, ૨૧, ૨૨, ૨૩ શુભ.

 

- ઈન્દ્રમંત્રી

 

અરવિંદ કેજરીવાલ - ગ્રહોની દ્રષ્ટિએ વર્તમાન સમય

 

રાઇટ ટુ ઇન્ફર્મેશન અને ભ્રષ્ટાચાર વિરોધી લડત આપનાર સામાજિક કાર્યકર્તામાંથી રાજકારણી બનેલા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં હરિયાણા સરકારને ડીએલએફના એજન્ટ ગણાવી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરા પર ડીએલએફ સાથેના સંપત્તિના સોદા અંગે કરેલા આક્ષેપોના પ્રત્યુત્તરમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ જણાવેલ છે કે રાજકારણમાં તે આવેલ છે જે સારું જણાવી શકાય પરંતુ ૨૦૧૪ની ચૂંટણીઓ પછી ક્યાંય દેખાશે નહિ, વિશ્વાસને પાત્ર નથી એ સંજોગોમાં અરવિંદ કેજરીવાલની જન્મકુંડળી દ્વારા તેમના વર્તમાન સમયનો જ્યોતિષીની દ્રષ્ટિએ વિચાર કરતા જણાવી શકાય કે ૧૬ ઓગષ્ટ ૧૯૬૮ના રોજ જન્મેલા વૃષભ લગ્નની જન્મકુંડળીના પ્રથમ સ્થાને ઉચ્ચનો ચંદ્ર જેણે ખૂબ જ લોકપ્રિયતા આપેલી છે તેમજ ચતુર્થ સ્થાને સ્વરાશિના સૂર્ય સાથે બુધ- ગુરૃ- શુક્ર જેવા ત્રણ શુભગ્રહોની યુતિએ દ્રવી ઉઠતા હૃદયએ અન્યાય સામે લડત આપવાની પ્રેરણા આપેલી છે તથા ભ્રષ્ટાચાર વિરોધી પ્રવૃત્તિમાં જોડાઈ પોતાનો અવાજ ઉઠાવેલો છે જેમની કુંડળીમાં હાલ ભાગ્યેશ અને કર્મેશ શનિ પોતાની ઉચ્ચની તુલા રાશિમાં છઠ્ઠા સ્થાને બારમા સ્થાને પોતાની નીચની મેષ રાશિમાં રહેલા શનિની પ્રતિયુતિમાં પસાર થઈ ત્રીજા સ્થાને રહેલા મંગળની સાથે કેન્દ્રયોગમાં પસાર થતો હોવાથી વર્તમાન સમય દરમ્યાન વાદવિવાદમાં આવશે તથા પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડાવી શકે. વાણી પર સંયમ ન રાખવામાં આવે તે સંજોગોમાં તેઓ આક્ષેપોના ભોગ બનશે. ૨૯ જૂન ૨૦૧૨થી ગુરૃ મધ્યે શુક્રની અન્તર્દશા શરુ થયેલી છે જે ૨૮ ફેબુ્રઆરી ૨૦૧૫ સુધી ચાલે છે જે સમય કસોટીરૃપ પુરવાર થાય તેમજ પોતાના સાથીઓ સાથે મતભેદ ઉદ્ભવશે. વર્તમાન સમય તેઓના માટે મિશ્રફળદાયક રહેશે.

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved