Last Update : 18-October-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૮-૧૦-૨૦૧૨, ગુરૃવાર
આસો સુદ - ત્રીજ
સુદ-ચોથનો ક્ષય

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૨ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૨૭ મિ. (સૂ) ૭ ક. ૨૪ મિ. (મું) ૭ ક. ૨૨ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- અનુરાધા રાત્રે ૧૧ ક. ૨૦ મિ. સુધી પછી જ્યેષ્ઠા. આજે રાત્રે ૧૧ ક. ૨૦ મિ. પછી જન્મેલ બાળકને માટે જ્યેષ્ઠા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહઃ- સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા, ગુરૃ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-વૃશ્ચિક.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ. આ/૨૬/
માસ-તિથિ-વારઃ આસો સુદ ત્રીજને ગુરૃવાર (સુદ ચોથનો ક્ષય છે.)
- નવરાત્રિનો ત્રીજો દિવસ
- વિનાયક ચોથ
- આજે વિંછુંડો છે.
- વિષ્ટી ૧૮-૦૧ થી ૨૮-૪૧ સુધી
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૨ રોજ બહેમન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ તબિયતની અસ્વસ્થતાને લીધે આપને કામ કરવાની ઈચ્છા થાય નહીં. માથામાં, પેટ-પેઢુમાં, પગમાં દર્દ-પીડા અનુભવાય.

 

વૃષભ ઃ ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.

 

મિથુન ઃ કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ધંધામાં નોકર-ચાકરવર્ગની મુશ્કેલી અનુભવાય.

 

કર્ક ઃ વધુ પડતા આત્મવિશ્વાસમાં આપનું કામ બગડે નહીં તેની તકેદારી રાખવી. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં આપને ચિંતા રહે.

 

સિંહ ઃ આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવ્યા કરે. સંયુક્ત ધંધામાં વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું.

 

કન્યા ઃ નોકરી-ધંધાનાં કામમાં આપ વ્યસ્ત રહો. પરંતુ ભાઈભાંડુ વર્ગની ચિંતા રહે. અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે.

 

તુલા ઃ નોકરી-ધંધાના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-ખર્ચ અનુભવાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

 

વૃશ્ચિક ઃ માનસિક પરિતાપ, વિચારોની દ્વિધામાં દિવસ પસાર થાય. યાત્રા-પ્રવાસમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.

 

ધન ઃ રૃકાવટ-મુશ્કેલીના લીધે કામકાજમાં વિલંબ અનુભવો. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ થઈ શકે નહીં. ખર્ચમાં વધારો થાય.

 

મકર ઃ આપના રોજિંદા કામમાં વ્યસ્ત રહેવાની સાથે અન્ય બહારના કામમાં પણ આપે વ્યસ્ત રહેવું પડે. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને દોડધામ રહે.

 

કુંભ ઃ નોકરી-ધંધામાં કામ કરો પરંતુ કોઈને કોઈ કારણસર તેનો ઉકેલ લાવવામાં વિલંબ અનુભવાય. ધંધામાં હરિફ વર્ગ મુશ્કેલીમાં વધારો કરો.

 

મીન ઃ ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આપના હૃદય-મન થોડીક હળવાશ અનુભવે. યાત્રા-પ્રવાસમાં આપે બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૮-૧૦-૨૦૧૨, ગુરૃવાર

 

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહમાં પસાર થાય. એક-બે મહત્વના કામમાં સાનુકૂળતા-પ્રગતિ- પ્રાપ્ત કરી શકો, તો એક-બે કામમાં આપને રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. નોકરી-ધંધામાં રાજકીય-સરકારી કિન્નાખોરીના ભોગ ના બનવું પડે તેની તકેદારી રાખવી. કોર્ટ-કચેરીના પ્રશ્ને આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે નહીં. મહત્વના નિર્ણયો લેવાની બાબતમાં ઉતાવળ કરવી નહીં. વિચારોની દ્વિધા અનુભવાય. ચર્ચા-વિચારણા કર્યા બાદ જ આગળ વધવું. સ્ત્રીવર્ગને કુટુંબ-પરિવારની ચિંતા અનુભવાય. વિદ્યાર્થીબંધુને અભ્યાસની ચિંતા રહ્યા કરે.

 

સુપ્રભાતમ્

શ્રીરામ એક જ વાર બાણ મારે છે, એક જ વાર આશ્રિતને સ્થાન આપે છે, એક જ વાર યાચકને દાન આપે છે (એક જ વાર સફળતાથી આ કરે છે, ફરી કરવાની જરૃર પડતી નથી)- રામ એક જ વાર બોલે છે (સત્યવચની- એકવચની છે)

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને એક દિવસ પોતાના દિકરા લલ્લુને કહ્યું, ''આજ દિવસ સુધી તેં એક પણ એવું કામ નથી કર્યું કે જેથી મારું માથું ઊંચું રહે.''
''કેમ પપ્પા એમ કહો છો?'' લલ્લુ જવાબમાં બોલ્યો, ''મેં એક દિવસ તમારી પથારીમાં તમે સૂતેલા ત્યારે તમારા માથા નીચે બે ઓશિકા મૂકીને તમારું માથું ઊંચું નહોતું કર્યું?''

[Top]
 

આજ ની રેસીપી

દશેરા-દિવાળીનાં અવનવાં મીઠાઈ-ફરસાણની મિજબાની

માવા ટોસ્ટ

 


સામગ્રી ઃ ૭-૮ બ્રેડની સ્લાઈસ, ૧ વાટકી છીણલો માવો, ૧ વાટકી બાફેલી સમારેલી પાલક,થોડા વાટેલા મરી, ૨ ચમચા ટામેટાનો સોસ, ૨ ટામેટા, ૧ ચમચો માખણ, ૧/૨ ચમચી મીઠું.

 

રીત ઃ બ્રેડની સ્લાઈસને ગોળ કાપી લો. સ્લાઈસ પર થોડું મોખણ લગાવો. પાલક અને ટામેટાનો સોસ મિક્સ કરીને સ્લાઈસ પર લગાવી દો. માવો ભભરાવી દો. વાટેલા મરી નાખી બેક કરો. ટામેટાં કાપીને સજાવો અને ફરી બેક કરી પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved