Last Update : 17-October-2012, Wednesday

 

ધોરણ ભી 'બેવડા' હોતા હૈ !

- મન્નુ શેખચલ્લી

લો, ચૂંટણી આવી ગઈ!
બે કોડીની જનતાની
હવે કિંમત થાવા લાગી ગઈ
લો, ચૂંટણી આવી ગઈ!
* * *
સવારે પડે ને છાપામાં
કોઈ નવું કૌભાંડ ન હોય
તો ચ્હા અમસ્તી ભાવે નંઈ!
લો ચૂંટણી આવી ગઈ...
* * *
ઘરનું ઘર તો જુનું થયું
નમો ચેનલ પણ ખુલી નહિ
કેમ બેઠા છો મોં વકાસી?
જાગો! ચૂંટણી આવી ગઈ...
* * *
અબજો કરોડ સગેવગે ગયા
પણ ૭૦ લાખની કૅશ મળી
ત્યાં તો સનસનાટી થઈ!
જુઓ, ચૂંટણી આવી ગઈ...
* * *
જનતાનાં સપનાં ગેસનાં
અથવા તો ડબ્બો તેલનાં
પણ નેતાજીને સપનામાં
ટિકીટ લાગી ગઈ!
લાલચ ધમકી ગાળાગાળી
બહુ બળિયાની મારામારી
એમાં લોકશાહી ક્યાં ગઈ?
ભઈ, ચૂંટણી આવી ગઈ...
* * *
કેજરીવાલના રોજ ધડાકા
રોબર્ટ-ખુર્શીદના રોજ ફડાકા
મિડીયાને તો રોકડી થઈ!
હૌ, ચૂંટણી આવી ગઈ...
* * *
પ્રજા રૃવે મોંઘવારીનું
ઘઉં, ચોખા, તરકારીનું
ને વચ્ચે વિકાસયાત્રા થઈ ગઈ!
બોલો, ચૂંટણી આવી ગઈ...
* * *
બોલકણા ચૂપ બેસે નંઈ
ગુંગા કદીયે બોલે નંઈ
ધીરજની હદ આવી ગઈ!
હા, ચૂંટણી આવી ગઈ...
* * *
આમ આદમી થયો 'મેંગો'
તો યે નસીબમાં ઠેંગો
છાલ ખુદ ગોટલી ચાવી ગઈ!
લો, ચૂંટણી આવી ગઈ...
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved