Last Update : 17-October-2012, Wednesday

 

ભાજપ નાના પક્ષને ગળી જાય છે
નીતીશકુમારની હાલત કુમાર સ્વામી જેવી થશે

 

- કર્ણાટકમાં ભાજપે સ્વતંત્ર સરકાર રચી તે પહેલાં ટેકેદાર પક્ષ હતો

 

જે હાલ જનતાદળ (એસ)ના કુમારસ્વામીના કર્ણાટકમાં થયા છે એવા જ હાલ જનતાદળ(યુ)ના નેતા નીતીશકુમારના બિહારમાં થવાના છે. ભાજપ કોઈ રાજ્યમાં પ્રાદેશિક પક્ષના સહકારથી ઘૂસે છે પછી તેને જ ગળી જાય છે. ભૂતકાળમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં આ ચાલ અપનાવી હતી. પછી તેણે દક્ષિણમાં પ્રથમવાર પગપેસારો કર્યો ત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ સ્થાપેલા જનતાદળ (એસ)ને ટેકો આપ્યો હતો. તેમના પુત્ર કુમારસ્વામીને ભાજપે ભરપુર ટેકો આપીને સરકાર ચાલવા દીધી હતી. આજે સ્થિતિ એવી છે કે ભાજપ કર્ણાટકમાં સંપૂર્ણ બહુમતીવાળી સરકાર ચલાવે છે.
ભાજપ સાથી પક્ષને ગળી જાય છે અને પછી પોતે ચઢી બેસે છે એ વાત બિહારનું જનતાદળ (યુ) જાણતું નથી એવું નથી પરંતુ તે ભાજપની લોકપ્રિયતાને અટકાવી શકે એમ નથી.
બિહાર વિધાનસભાની ચૂંટણીઓ આવશે ત્યારે બેઠકોની વહેંચણી અંગે ભાજપ અને જનતાદળ (યુ) વચ્ચે મતભેદો થવાના છે. ભાજપ બિહારની બધી બેઠકો પર લડે તો ભાજપને સૌથી વધુ બેઠકો મળે એમ છે. હાલમાં નીતીશકુમારના જનતાદળ (યુ) પાસે સૌથી વધુ બેઠકો છે. બિહારના આજના રાજકીય તખ્તા પર નીતીશકુમારનું જનતાદળ (યુ) ટોપ પર છે, બીજા નંબરે ભાજપ છે, ત્રીજે લાલુપ્રસાદ યાદવ છે જ્યારે ચોથે કોંગ્રેસ છે.
આજ રીતે ભાજપ આંધ્રપ્રદેશમાં ઘૂસી રહ્યું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ દિવંગત મુખ્ય પ્રધાન રાજશેખર રેડ્ડીના પુત્ર જગન રેડ્ડીના પુત્રે રચેલો નવો પક્ષ અને તેલંગાણા મુવમેન્ટને ટેકો આપીને ભાજપ આંધ્રની આગામી વિધાનસભા ચૂંટણીમાં સરકારના સાથી પક્ષ તરીકે રહેશે. ભાજપ પહેલાં સંગઠન મજબૂત બનાવે છે પછી બેઠકો જીતવા પ્રયાસ કરે છે.
આ લખનારને ભાજપના એક સીનિયર નેતાએ કહ્યું હતું કે ભાજપ કેન્દ્રમાં કદાચ સત્તા પર ના આવે પણ તે વધુને વધુ રાજ્ય સર કરવા પ્રયાસ કરશે. ભાજપની નજરમાં રાજસ્થાન, દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર વગેરે રાજ્યો છે. જે તે આંચકી શકે છે.
નીતીશકુમારની નજર બિહાર લોકસભાની ૪૦ બેઠકો પર છે. નીતીશને કેન્દ્રના રાજકારણમાં આવવું હશે તો ૪૦ બેઠકમાંથી ૨૫ બેઠકો જીતવી પડે!! જો એમ થાય તો તે કેન્દ્ર સરકારમાં કોઈની પણ સાથે જોડાઈ શકે!! નીતીશ કુમારને જેટલો લાલુપ્રસાદ યાદવનો ડર છે એટલો જ ડર ભાજપનો છે. ગત વિધાનસભામાં ભાજપે ચિત્તાકર્ષક દેખાવ કર્યો હતો. આગળ લખ્યું છે એમ ભાજપ સંગઠનની તાકાતના જોરે આગળ વધીને પ્રસરી રહ્યું છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને બિહાર બોલાવવાના મામલે બિહાર ભાજપના વડા સંમત છે તો બિહારના ભાજપના નાયબ મુખ્ય પ્રધાન બહુ હરખ નથી બતાવતા. આ પણ ભાજપની એક ચાલ છે. તે લોકો નીતીશકુમારને વિરોધ માટેની કોઈ તક નથી આપવા માગતા. બિહારમાં ભાજપ ટેકો પાછો ખેંચે તો નીતીશ સરકાર ઉથલી પડે એમ છે. આગામી વિધાનસભા બંને સ્વતંત્ર રીતે લડવા માગે છે.
બિહારમાં ડખા વધી રહ્યાં છે, ક્રાઈમ રેટ વધ્યો છે. મહારાષ્ટ્રમાં જ્યારે બિહાર વિરોધી તોફાનો થયા ત્યારે પણ નીતીશકુમારે તમાશો જોયા કર્યો હતો. નીતીશ કુમાર તેમની વગ ઉભી કરી શક્યા નહોતાં. બિહાર બહારથી શાંત દેખાય છે પરંતુ અંદર ડખાઓ મોટાપાયે ટકરાય છે. નીતીશ કુમાર વડાપ્રધાન બનવાના સપનાં જુવે છે અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી હોવાનો ડોળ કરે છે. તેમની અધિકાર યાત્રા સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. તેમની સભામાં કાળા વાવટાવાળા તો ઠીક પણ કાળા ખેસ ધરાવતી છોકરી કે કાળી ટીશર્ટ પહેરેલો છોકરો પણ બહાર કઢાય છે. હાથમાં પહેરેલા શ્રધ્ધાના કાળા દોરા પણ કઢાવી નાખવામાં આવે છે.
બિહારમાં નીતીશ કુમારની લોકપ્રિયતામાં ઓટ આવી છે. દર અઠવાડીયે જનતા દરબાર ભરવાનો તેમનો પ્લાન સફળ ગયો હતો પરંતુ રાજ્યભરમાં અધિકાર યાત્રા કાઢીને તેમણે મોટી ભૂલ કરી હતી. કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ નોકરી કરતા અઢી લાખ જેટલા શિક્ષકોએ નીતીશની યાત્રાનો વિરોધ કર્યો હતો.
તેમની યાત્રા સામે કાળા વાવટા ફરકાવાયા હતા. એક જગ્યાએ તો તેમની સામે ખુરશી ફેંકવામાં આવી હતી. નીતીશકુમાર રાષ્ટ્રીય સ્તરે ભાજપને વારંવાર પડકાર ફેંકે છે પરંતુ રાજ્યસ્તરે ભાજપનો ટેકો લીધા વિના તેમને છુટકો નથી. હાલમાં વિવાદ એ છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને બિહાર બોલાવવા કે નહીં?! નીતીશ કુમાર તો સ્પષ્ટ ના પાડી રહ્યા છે જ્યારે બિહાર ભાજપના પ્રમુખ મોદીને બોલાવવા માગે છે પરંતુ નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીનો વિરોધ કરી રહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 

 

 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved