Last Update : 17-October-2012, Wednesday

 
આઇપીએલની ક્રિકેટ મેચો બંધ કરાવો
- આઇપીએલની મેચો એટલે રૃપ અને રૃપિયાનો ગંદો નાચ
- આઇપીએલની મેચો એટલે સરકાર માટે રૃપિયાની ટંકશાળ
- આઇપીએલની મેચો એટલે ક્રિકેટ બોર્ડ માટે રૃપિયાના ભંડારો ભંડારો જ
- આઇપીએલ એટલે અબજો ખર્વો રૃપિયાના કાળા ધનનું 'એડજસ્ટમેન્ટ !' કોર્ટ જ એને બંધ કરાવી શકે

ફીક્સીંગ, ફીક્સીંગ, ફીક્સીંગ ! જે રમતમાં સફેદ યુનિફોર્મમાં સજ્જ ક્રિકેટરો જ્યારથી રંગબેરંગી જોકર જેવા પહેરવેશ પહેરવા માંડયા છે ત્યારથી એમાં સફેદાઈ ચાલી ગઈ છે અને ગંદવાડ ઘૂસ્યો છે.
ક્રિકેટમાં ભલે ગમે તેટલો ગંદવાડ હશે... છે પણ એની લોકપ્રિયતા કદી ઘટી નથી. એ લોકપ્રિયતાનો લાભ લેવા, રોકડી કરવા ઇન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે આઇપીએલ શરુ કરાયો. એમાં ખેલના નાચે, ખેલના પડદા પાછળ રૃપિયા, રૃપ, કોર્પોરેટ જગત અને રાજકારણના ગંદા ખેલ ખેલવામાં આવે છે.
એના કોકટેલ (એટલે જુદા જુદા પ્રકારના શરાબોનું ભેગું કરેલું ડ્રીન્ક)ના નશામાં ક્રિકેટ આયોજકોના પગો ઝૂમતા હોય છે.
આઇપીએલ મેચો પહેલી સિઝનથી વિવાદમાં સપડાયેલી છતાં પાંચ સીઝન સુધી એ ચાલી એનું કારણ એમાં થતું કાળા નાણાંનું 'એડજસ્ટમેન્ટ' છે એટલે કાળા નાણાંના સફેદ પણ થાય અને નવા કાળા નાણાંનો ઢગલો પણ થાય ! (પેલા કાળા નાણા અને ભ્રષ્ટાચાર સામે પડેલા, એને નાબૂદ કરવા મેદાનમાં ઉતરેલા કેજરીવાલ અને બાબા રામદેવ શું કરી શકવાના હતા ? કાળા નાણાં અને સ્વીટઝરલેન્ડ જવાની વાત કરનાર રામદેવ જ ખુદ કાળા નાણાંના ઉત્પાદક છે ! અને કેજરીવાલ કાળા નાણાંની ચાલતી એનજીએમાં કરોડો રૃપિયા મેળવે છે કાળા નાણાંના ઉત્પાદકો આ એનજીઓને રૃપિયા આપીને પોતાના કાળા નાણાંને સફેદ કરે છે એટલે કોઈએ કાળા નાણાં માટે વિદેશ જવાની જરૃર નથી... અહિંયા જ આપણા દેશમાં જ્યાં હાથ નાખો ત્યાં કાળુ નાણું જ પડયું છે.)
એ પછી આઇપીએલની ૨૦૦૮ની બીજી સિઝનમાં શ્રીશાંતને હરભજનસિંહે લગાવેલી થપ્પડ ગુંજારવ એવો ચાલેલો કે આઇપીએલ શરુ કરવા માટે જેઓ ઉત્સાહિત હતા એમણે પણ આઇપીએલ બંધ કરવાની દલીલો કરવા માંડેલી. એ થપ્પડ વખતે કડક વલણ ન લેવાના પરિણામે એ પ્રકારની અનુશાસનહિનતા આગળ વધતી ગઈ. દા.ત. સલામતી રક્ષકો સાથે એક ફિલ્મી અભિનેતાએ પોતનો પ્રચાર થાય એટલે ઝઘડો ઉભો કર્યો, છોકરીઓ સાથે છેડછાડ, રેવ પાર્ટી, ટીમ માલિકોની દાદાગીરી વગેરે સુધી એ અનુશાસનહિનતા પહોંચી ગઈ છે.
કાળા નાણાંનો વહેવાર તો એમાં થઈ જ શકે છે એ આપણે છડેચોક જોઈ શકીએ છીએ.
એ રીતે આઇપીએલ ઉપર ક્રિકેટની જ કબર ખોદવાના આરોપો લાગેલા છે પણ કાળા નાણાંના એડજસ્ટમેન્ટ, રૃપાંગનાઓના પ્રદર્શન, સરકારને થતી કરવેરાની આવક અને ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને પડતી ટંકશાળ (બીસીસીઆઇ એટલે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ જેના પ્રમુખ શરદ પવાર છે અને લાલુપ્રસાદ તથા નરેન્દ્ર મોદી જેવા સભ્ય છે.) વગેરેના કારણે એ બંધ થતી નથી. બીસીસીઆઇ અને સરકાર માટે એ સોનાના ઇંડાઓ મુકનાર મુરઘી છે.
હમણાં રમાયેલી ટી-૨૦માં એમ્પાયરો દ્વારા મેચ ફિક્સીંગ થયેલું એ જેમ એક ટી.વી. સ્ટિંગ ઓપરેશનથી પકડાયું એમ આઇપીએલ-૫ વખતે સ્પોટ ફિક્સીંગથી ક્રિકેટની બબાલ શરુ થયેલી. પાંચ ક્રિકેટરો પર સ્ટિંગ ઓપરેશન કરાયેલું જેમાં દિલ્હી ડેરડેવિલ્સના અભિનવ બાલી, કિંગ્સ ઇલેવન પંજાબના અમિત યાદવ અને શલભ શ્રીવાસ્તવ, પૂણે વોરિયર્સના મોહનીશ મિશ્ર અને ડેક્કન ચાર્જર્સના સુધીન્દ્ર હતા.
સ્પોટ ફિક્સીંગ અને મેચ ફિક્સીંગનું કૌભાંડ સ્ટિંગ ઓપરેશનમાં પકડાયા પછી ક્રિકેટના માંધાતાઓ છટકી શકે તેમ નહોતું. બી.સી.સી.આઇ. અને આઇ.પી.એલ.ના એ માંધાતાઓની તાત્કાલીક મિટીંગ કરવાનું નાટક કરવામાં આવ્યું એ પાંચે ખેલાડીઓને તાત્કાલીક સસ્પેન્ડ કરવાનું બીજું નાટક કરવામાં આવ્યું આ નાટક આઇપીએલના મોટા જુગારખાનાને વધારવા માટે જ હતું.
એ પછી ૨૦૧૨ના ૧૬મેએ કોલકાતા નાઇટ રાઇડર્નસા માલિક ફિલ્મ અભિનેતા શાહરૃખખાનને પોતાનો પ્રચાર થાય એ માટે સાવ નાખી દેવા જેવી બાબતમાં બબાલ ઉભી કરી તથા મુંબઈ ક્રિકેટ એસોસીએશનના અમલદારો અને વાનખેડે સ્ટેડિયમના સલામતી રક્ષકો સાથે ગાળાગાળી અને મારામારી કરી (આ અભિનેતા પેલા એક મુખ્યપ્રધાનની જેમ નામ અને પ્રચારનો બહુ જ ભૂખ્યો છે. એ એરપોર્ટ ઉપર પણ નાહકની બબાલ ઉભી કરીને છાપામાં પહેલા પાને હેડિંગો આવે એવા નાટકો કરે છે.) એ પછી વાનખેડે સ્ટેડિયમે પાંચ વર્ષ માટે એ અભિનેતા ઉપર પ્રવેશબંધી કરી નાખી. એ ત્યાં ધૂમ્રપાન કરતો હતો. જાહેર સ્થળ પર ધૂમ્રપાન કરવાની મનાઈ છે એ નિયમ એ જાણતો ન હોય એવું ન બને પણ જાહેરસ્થળો પર બબાલ ઉભી કરીને પ્રસિદ્ધિ મેળવવાનો એને જબરો ચસકો છે એ સમાચાર મિડિયામાં અને અખબારમાં સારી રીતે ચમકે એ માટે પણ એ રૃપિયા વાપરે છે. (પેલો કેજરીવાલ કે પેલા મુખ્યપ્રધાન પણ એ રીતે રૃપિયા વાપરે છે.) આઇપીએલની એક ટીમની માલિકી પણ એ અભિનેતાએ એટલા માટે તેમજ કાળાનાણાંના એડજસ્ટમેન્ટ માટે લીધી છે.
આઇપીએલની એક ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલૂરની એક ખેલાડી લ્યુશ પૌમર્શબેકે અમેરિકાની એક યુવતીની છેડછાડ કરેલી. એ જ ટીમના માલિક અને અત્યારે પોતાની પાસે અઢળક નાણા હોવા છતાં પોતાની વિમાની કંપની કિંગફિશરને દેવાળુ કાઢવાના આરે લઈ જનાર વિજય માલ્યા જેવા રંગીન મિજાજના એના પુત્ર સિદ્ધાર્થ માલ્યા જાહેલ હામીદ નામની કોઈ રૃપાંગનાથી માંડી દીપિકા પાદુકોણ નામની અભિનેત્રી સાથેના લફરાઓ માટે જાણીતો છે.
આઇપીએલની કલ્પના, યોજના અને સ્થાપના કરનાર લલિત મોદી તો એના હિસાબોની ગોલમાલથી માંડી આઇપીએલને દક્ષિણ આફ્રિકામાં રમવા લઈ જવાના કૌભાંડો બદલ સીબીઆઇના સકંજામાં સપડાયેલા તો છે જ. હવે તો એ લલિત મોદી પણ કબૂલે છે કે આઇપીએલમાં કાળા નાણાંના સોદા અને ભ્રષ્ટાચાર વધ્યા છે. અત્યારે લલિત મોદીને આઇપીએલમાંથી હાંકી કાઢ્યા પછીના આ ઉદ્ગારો છે. અત્યારે તો આઇપીએલનો કબજો શરદ પવાર જેવા ખંધા રાજકારણીના હાથમાં છે જેમને આવી બાબતોમાં કોઈ પહોંચી શકે તેમ નથી.
શ્રીલંકાના પૂર્વ કપ્તાન અર્જુન રણતુંગા પણ માને છે કે આઇપીએલ જેવી મેચોથી ખેલાડીઓની ભીડ ભલે ભેગી થતી પણ એનાથી સારા ટેસ્ટ ક્રિકેટરોની શોધ પૂરી નહીં થાય. આઇપીએલ દ્વારા ગાવાસ્કર, તેંદુલકર, દ્રવિડ લક્ષ્મણ જેવા ખેલાડીઓ મળવાના નથી.
આઇપીએલની કમાણીનો ૭૦ ટકા હિસ્સો તો મેચ ફિક્સીંગમાંથી આવે છે. એમાં ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝીથી માંડી ટીમના માલિકો, રમતના આયોજકો, બીસીસીઆઇ વગેરે બધા ભાગીદાર હોય છે.
મેચ શરુ થાય તે પહેલાની પાંચ મિનિટ સુધી ફિક્સીંગના સોદા ચાલે છે એની લોકપ્રિયતાનું એક કારણ ટી.વી. પર જોનારા દર્શકો પણ જુગાર રમતા હોય છે એ છે. જે ટીમો રમતી હોય એ બન્ને ટીમો બુકીઝ પાસેથી લાખો ડોલર લે છે. રમનાર ખેલાડીઓને પણ ખબર હોય છે કે શું કરવાનું છે પણ દર્શકોને ઉલ્લુ બનાવવા તેઓ દેખાવ એવો કરે છે કે કે તેઓ જીતવા માટે જીવ ઉપર જાણે રમતા ન હોય !
સફેદ પોષાકથી શરુ થયેલી સજ્જનોની આ રમત (જેન્ટલમેન સ્પોર્ટ) રંગબેરંગી પોષાકોમાં આવી ગયા પછી ડાઘાવાળી થઈ ગઈ છે.
આ મોટા જુગારખાના જેવી રમત સામે પ્રશ્નો ઉઠાવવામાં સંસદ પણ બાકી નથી રહી. પત્રકારમાંથી રાજકારણી અને કોંગ્રેસના કેન્દ્રના પ્રધાન બનેલા તથા બિહારના ભાજપના નેતા એડવોકેટ રવિશંકરના જમાઈ રાજીવ શુક્લ અને કેન્દ્રના અન્ન પ્રધાન શરદ પવાર આઇપીએલને ચાલુ રાખવાની તરફેણ કરે એ સ્વાભાવિક છે. નાણાં પ્રધાન ચિદમ્બરમ પણ આઇપીએલમાંથી કરવેરા પેટે મળતા અઢળક નાણાંના કારણે ચુપકીદી રાખે એ સમજી શકાય છે. અને મનમોહનસિંહ તો 'માસ્તર મારે ય નહિ ને ભણાવે ય નહિ'નું પૂતળું એટેલ એમની પાસેથી કશી આશા રાખવી નિરર્થક છે.
આઇપીએલ-૪ વખતે કેન્દ્રમાં પ્રધાન હતા એ શશિ થરૃરને આઇપીએલના કારણે જ રાજીનામું આપવું પડેલું ત્યારે એમની જે મિત્ર હતી અને હવે જે એમની પત્ની છે એ સુનંદા પુષ્કરને ફાયદો કરાવવામાં પોતાના હોદ્દાનો ઉપયોગ કરેલો થરૃરની ત્યારની એ મહિલા મિત્રે કોચ્ચિ ટીમની એક કંપની રોન્દેવ્યૂ સ્પોર્ટ વર્લ્ડમાં ૭૦ કરોડની ભાગીદારી હતી.
એક એક ખેલાડીને રમવાની હરરાજીમાં લાખો રૃપિયાની બોલી બોલવામાં આવે છે અથવા ટીમની માલિકી રીલાયન્સ, બોમ્બે ડાઇંગ જેવી કંપનીઓ વતી અભિનેત્રી પ્રીટી ઝિન્ટા કે શ્રીમતી અંબાણી કે બીજી કોઈ અભિનેત્રી કે અભિનેતા કરે તેનો શું અર્થ ?
એટલે કાળા નાણાંનો, ભ્રષ્ટાચારનો અને રૃપાંગનાઓનો આ છડેચોક, બિન્દાસપણે ચાલતો નગ્ન નાચ બંધ તો કોર્ટ જ કરાવી શકશે. આવા ભ્રષ્ટાચાર અને કૌભાંડો કોર્ટ જ બંધ કરાવી શકશે.
હમણાં ૨ ઓક્ટોબર ૨૦૧૧ના દિવસે મદ્રાસ હાઇકોર્ટે આઇપીએલ-૫ના ઉદ્ધાટન વખતે અશ્લીલ કાર્યક્રમો થયેલા એ અંગેનો કેસ ચાલે જ છે અને મદ્રાસ હાઇકોર્ટ જજ કિરૃબાકરને કહ્યું પણ છે કે, 'આઇપીએલ-૫ના ઉદ્ધાટન કાર્યક્રમમાં અશ્લીલતા થઈ હોવાનો પ્રાઇમા ફેઇસી પુરાવા મળે છે.'
આમ તો આ અશ્લીલતાનો કેસ છે પણ એ સાથે કાળાનાણાંનો કેસ પણ બની શકે છે. આવી છડેચોક થતી હીનપ્રવૃત્તિને વહેલી તકે બંધ કરવા કોર્ટ જ પગલા લઈ શકે તેમ છે.
આઇપીએલમાં કેવી કમાણી કરે છે એ સાંભળીને બેભાન થઈ જવાય એવું છે.
આઇપીએલ-૧થી બીસીસીઆઇને ડોલર ૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦ મળ્યા હતા. એટલે રૃપિયા કેટલા થયા એ ગણી કાઢજો. આટલી કમાણી આઇસીસી એટલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કમિશન પણ એક વર્ષમાં નથી કરતી. સરકારના જણાવ્યા પ્રમાણે બીસીસીઆઇ ઉપર રૃપિયા ૩,૬૮,૦૦,૦૦,૦૦૦ લેણા નીકળે છે જે એણે મેચોને ટી.વી. પર દેખાડવા આપેલા કોન્ટ્રાક્ટમાંથી મેળવ્યા હતા.
આ ઉપરાંત સરકારી ખાતાએ ત્રણ જ મહિનાનો હિસાબ તપાસ્યા પછી બીસીસીઆઇ પાસેથી ૬૦ કરોડ રૃપિયા સર્વિસ ટેક્સના લેવાના બાકી છે.
અત્યારે આઇપીએલની કુલ ૯ ટીમો છે જેની ફ્રેન્ચાઇઝી વેચીને બીસીસીઆઇ અબજો કમાઈ છે. આઇપીએલમાં રમનારા ૧૬૦ ખેલાડીઓ છે જેમને પણ બીસીસીઆઇએમાં ભાગીદાર બનાવ્યા છે એ રીતે એ ખેલાડીઓ વચ્ચે રૃા. ૭૦,૦૦,૦૦,૦૦૦ વહેંચવામાં આવેલા.
આઇપીએલની પહેલી સિઝનમાં ૮ ટીમોને ૩૩,૩૦,૦૦,૦૦,૦૦૦ રૃપિયા વેચવામાં આવેલી.
આ ઉપરાંત બોર્ડે ટી.વી. પ્રસારણ, ઇન્ટરનેટ પ્રસારણ, મોબાઇલ પ્રસારણ, મલ્ટીપ્લેક્ષ સિનેમા પ્રસારણના હક્કો વેચીને કરોડો રૃપિયાની આવક કરે છે. એમાં પણ કાળા નાણાંનો વહેવાર થતો હોય છે. (બાબા રામદેવ, કેજરીવાલ, અણ્ણા, એમના નામે ચરી ખાનારાઓ ત્યાં કેમ નથી જાત ? બીસીસીઆઇ ઉપર જ દરોડો પાડો ને ? જંતરમંતરના બદલે બીસીસીઆઇ ઉપર ઉપવાસ પર ઉતરો ને ?)
વધુમાં પેપ્સી, સીટી બેન્ક, ફોક્સવેગન, કિંગફીશર જેવી ડઝન બે ડઝન કંપનીઓને સ્પોન્સરશીપ વેચીને જે રૃપિયા મળે છે તે પણ અબજોમાં થાય છે અને જે કાળુ નાણું જ હોય છે. (આ કંપનીઓ સામે પેલા લેભાગુઓ સત્યાગ્રહ કેમ નથી કરતા ? અને જંતરમંતર પકડે છે !... જો કે હવે જંતરમંતર પણ કોરું થઈ ગયું છે.)
આઇપીએલ-૫ વખતે લીલામકરતી વખતે ૧૧ દેશોના ૧૧૪ ખેલાડીઓની બોલી બોલવામાં આવેલી ત્યાર ચેન્નાઈ સુપરકીંગ્સે રવીન્દ્ર જાડેજાને સૌથી વધુ એટલે કે ૯ કરોડ ૨૭ લાખ રૃપિયામાં ખરીદેલો. દરેક ટીમને ડોલર ૨૦,૦૦,૦૦૦ સુધી ખર્ચવાની છૂટ છે. એટલે ચેન્નાઈની ટીમે પોતાની બધી મૂડી એક જ ખેલાડી પાછળ ખર્ચી નાખી એટલે બાકીના એના ખેલાડીઓ મફતમાં તો નહીં રમ્યા હોય. એટલે એમને જે રકમ આપવામાં આવી હશે એ પણ કાળું નાણું જ થયું. (કાળા નાણાં સામે ઝંડો ઉંચો કરનારા ફીફા ખાંડે છે ફીફા !)
ગુણવંત છો. શાહ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved