Last Update : 17-October-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

કેજરીવાલના ધડાકાથી રાજકીય મોરચે ગરમી વધશે
નવી દિલ્હી,તા.૧૬
હજી સુધી અનામ રહેલા રાજકીય પક્ષના ૪૪ વર્ષીય ક્રોધી અને લાંચવિરોધી નેતા અરવિંદ કેજરીવાલે એમની ચસલમાન ખુરશિદવિરોધી ચળવળને ગઈકાલે દિલ્હી ખાતે પૂરી કરી છે. હવે તેઓ આંદોલનને કાયદા પ્રધાનના મતવિસ્તાર ફરૃખાબાદ ખાતે લઈ જવા ઈચ્છે છે. ખુરશિદનું વિકલાંગો માટેનું ટ્રસ્ટ ગંભીર ગેરરીતીઓના આક્ષેપોનો સામનો કરી રહ્યું હોવાનું સુવિદિત છે, પરંતુ આપણા 'નેતાઓ' માટે ચિંતાપ્રેરક વાત એ છે કે, આવતીકાલે ભાજપ પ્રમુખ નીતિન ગડકરી વિષે ધડાફા કરનારા કેજરીવાલના દાવા અનુસાર ઘટસ્ફોટોની સંખ્યા ઝડપભેર વધી રહી છે અને કદાચ બે આંકડે પણ પહોંચે. એમણે કહ્યું છે કે ભ્રષ્ટ નેતાઓ વિષેની માહિતી જીવનના વિવિધ ક્ષેત્રોના 'આંતરિક સ્ત્રોતો'માંથી મળી રહે છે. આ ક્ષેત્રોમાં સરકારી અધિકારીઓ, કોર્પોરેટ કચેરીઓ, બિનસરકારી સંગઠનો તેમજ રાજકીય પક્ષોનો પણ સમાવેશ થાય છે. કેટલાક મહત્વના પ્રધાનો પણ ખુલ્લા પડવાની શક્યતા છે. તેઓ જાણીતા રાજકીય પક્ષોના છે, પરંતુ ધડાકા કરવા બાબતે નિર્ણય લેતા અગાઉ, અમારે ભેગી કરેલી માહિતીનું મૂલ્યાંકન કરવાનું છે.
પ્રેસ કાઉન્સિલના વડા માગે છે તપાસ
કાયદા પ્રધાન સલામાન ખુરશિદે ઈન્ડિયા ટુડે જૂથ સાથેની એમની લડાઈમાં કાનૂની માર્ગ અપનાવ્યો છે. સમય એમને સાચા કે ખોટા પુરવાર કરશે, પરંતુ પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ માર્કન્ડેય કાત્જુએ નેશનલ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ એસોસિએશનના પ્રમુખ જે.એસ. વર્માને કાયદાપ્રધાન તેમજ ટીવી ચેનલ સામે તપાસ યોજવા તાકીદ કરી છે. કાત્જુના મતે બ્રોડકાસ્ટ માધ્યમ ઘણીવાર બ્રેકીંગ ન્યુઝ આપવાની ઉતાવળમાં સમાચારની સત્યતા વિષેયોગ્ય તપાસ કરતા નથી. કાત્જુએ વર્મા પરના પત્રમાં જણાવ્યું છે કે આ બાબતની ચકાસણી ઉંચા દરજ્જાની વ્યક્તિ લાશ કરાવી જોઇએ. કાત્જુને મળેલા કેટલાક વકીલોએ એમને બંને પક્ષોના પ્રતિપક્ષ હોવા વિષે વાકેફ કર્યા હતા. આથી આ મુદ્દે ઉંચા દરજજાની વ્યક્તિ દ્વારા ચકાસણી થાય એ યોગ્ય બની રહેશે. એમ કાત્જુએ વર્માને જણાવ્યું છે.
ભાજપ ગડકરી વિશેના ઘટસ્ફોટ માટે સજજ
સલમાન ખુરશિદ પછી ટીમ કેજરીવાલનો બીજો શિકાર છે. ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી. અગાઉ બે વાર મુલતવી રહેલા આ ધડાકા આવતીકાલે તશે. કેજરીવાલના દાવા છે કે એમની પાસે ગડકરીના વિરોધમાં માનવા પડે એવા પુરાવા છે. ભાજપના સ્ત્રોતો કહે છે કે જો ધડાકા સિંચાઇ કૌભાંડ અંગે હશે તો એમના માટે ચિંતાનું કોઇ કારણ નથી. કારણ કે ગડકરીએ એ મુદ્દે ભ્રષ્ટાચાર વિરૃધ્ધ ભારત ઝુંબેશના કાર્યકર અંજલિ દમણિયા સામે કાનુની કાર્યવાહી શરૃ કરી છે. પક્ષના નેતાઓના મતે હજી સુધી કોઇ વ્યૂહ રચના નક્કી થઇનથી. ટીમ કેજરીવાલના ધડાકા પછી એ નક્કી કરાશે. કેજરીવાલ અને દમણિયા ગડકરીને ઉધાડા પાડવા માટે પત્રકારોને સંયુક્ત પણે સંબોધશો. પક્ષના નેતાઓના મતે ગડકારી વિરૃધ્ધ એવું કંઇ ખાસ નથી કે જે ટીમ કેજરીવાલને હીરો બનાવી દે.
ગડકરી દ્વારા દમણિયાનો સંપર્ક ... ?
અંજલિ દમણિયાએ દાવો કર્યો છે કે ગડકરીએ કેટલાક મધ્યસ્થીઓ મારફતે મહારાષ્ટ્રના સિંચાઇ કૌભાંડમાં એમના વિષેના ઘટસ્ફોટ અંગેની કામગીરી મંદ રાખવા અંજલિને જણાવ્યું હતું. ''મને મધ્યસ્થીઓએ જણાવ્યું હતું કે ગડકરી મારી સાથે ખાનગીમાં વાત કરવા ઇચ્છે છે, પરંતુ મેં મધ્યસ્થીઓને કહ્યું કે હું ગડકરી સાથે જાહેરમાં વાત કરીશ'' એમ દમણિયાએ કહ્યું છે. દમણિયાનો દાવો છે કે ગડકરી પધ્ધતિસર જૂઠું બોલતા હોવાનું સાબિત કરવા માટે એમની પાસે પુરાવા છે.
આધુનિક રાવણો
ટીમ કેજરીવાલના સુત્રોના મતે, ખુરશિદ સામેનો દિલ્હી ખાતેનો વિરોધ બંધ કરવાનું એક કારણ એ કે આગામી ઘડાકો કરવામાં વિલંબ થઇ રહ્યો હતો. જેનાથી ખોટા સંકેતો મળી રહ્યા હતા. વિરોધનું વ્યાપક આયોજન કરાયું છે. આગામી તા.૨૪ ઓક્ટોબરે દશેરાના દિવસે સ્વયંસેવકો ''આધુનિક રાવણ'' જેવા સ્થાનિક ભ્રષ્ટ નેતાઓના પૂતળાનું દહન કરશે. તા.૩૦ ઓક્ટોબરે ગુરગાંવના માનેસરની કિસાન પંચાયત ડીએલએફ- વાઢેરા જોડાણોના વિરોધમાં દેખાવો યોજશે. તા.૧ નવેમ્બરે ખુરશિદના મતવિસ્તાર ફારૃખાબાદમાં રેલી યોજાશે. તા.૨ નવેમ્બરે તખ્તો ફરી એક વાર દિલ્હી ખાતે ખસેડાશે, જયાં વીજ દરના વધારાના વિરોધમાં સાંજે ૭ થી ૮ દરમિયાન લોકોને લાઇટ બંધ કરી દેવાનો અનુરોધ કરાશે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved