Last Update : 17-October-2012, Wednesday

 
 

ઓસ્ટ્રેલિયનોએ જ તેમના વડાપ્રધાન સામે ટ્વીટર પર રોષ સાથે નારાજગી વ્યક્ત કરી
તેંડુલકરને ઓસ્ટ્રેલિયન મેરિટ એવોર્ડ આપવાની જાહેરાત બાદ ઉગ્ર વિવાદ

ઓસ્ટ્રેલિયાનાવડાપ્રધાને ભારતમાં કરેલી જાહેરાત ઃ વંશીય કોમેન્ટ વિવાદમાં તેંડુલકરે હરભજનની તરફેણ કરી હોવાનો પણ આક્ષેપ

 

નવી દિલ્હી,તા.૧૬
ભારતના લેજન્ડરી ક્રિકેટર તેંડુલકરને મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાનો સન્માનજનક એવોર્ડ આપવામાં આવશે તેવી જાહેરાત હાલમાં ભારતના પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન જુલીયા ગીલાર્ડે આજે કરી હતી. ગીલાર્ડની આ જાહેરાતના પગલે તેના જ દેશ ઓસ્ટ્રેલિયામાં ઉગ્ર રોષ સાથે વિરોધનો વંટોળ સર્જાયો છે. ઓસ્ટ્રેલિયાના કેટલાંક નાગરિકોએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ભારે આઘાત સાથે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેંડુલકર પર વંશિય કોમેન્ટ વિવાદમાં હરભજનની તરફેણ કરવાનો પણ આરોપ મુક્યો હતો. કેટલાકે તેમના વડાપ્રધાનને રાજકીય સંબંધો સુધારવા માટે ક્રિકેટનું રાજકારણ ખેલવાનું બંધ કરવાની પણ સલાહ આપી હતી.
નવી દિલ્હીમાં યોજાયેલા એક ક્રિકેટ ક્લિનીકમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગીલાર્ડે હાજરી આપી હતી. તેમણે કહ્યું હતુ કે, તેંડુલકરને એ.એમ. તરીકે ઓળખાતો મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાનું વિશિષ્ટ સન્માન આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના કેબિનેટ મંત્રી સિમોન ક્રેન જ્યારે ભારતની મુલાકાતે આવશે ત્યારે તેઓ આ એવોર્ડ તેંડુલકરને એનાયત કરશે. તેઓની ભારતની મુલાકાત ટુંક સમયમાં જ ગોઠવાશે. ગીલાર્ડે એમ પણ ઊમેર્યું હતુ કે, આ એવોર્ડ ઓસ્ટ્રેલિયામાં સર્વોચ્ચ સન્માન છે અને તે ભાગ્યે જ કોઇ બિન-ઓસ્ટ્રેલિયનને એનાયત કરવામાં આવે છે.
ક્રિકેટના ઓલટાઇમ ગ્રેટ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બ્રેડમેન પણ તેંડુલકરની બેટિંગ શૈલીમાં પોતાની બેટિંગ શૈલીની ઝલક જોતા હતા. જેની કબુલાત તેમણે ખુદ કરી હતી. તેમ છતાં ગીલાર્ડે તેંડુલકરને ઓસ્ટ્રેલિયન મેરિટ એવોર્ડ આપવાની જાહેરાત કરી તેની સાથે જ ઓસ્ટ્રેલિયામાં વિરોધના સુરો ઉઠવા શરૃ થઇ ગયા છે.
ઓસ્ટ્રેલિયાના કેટલાક ચાહકોએ પોતાનો રોષ ઠાલવતા તેમના વડાપ્રધાનને જ સવાલ કર્યો હતો કે, જ્યારે સાયમંડ્સ અને હરભજન વચ્ચે વંશીય કોમેન્ટનો વિવાદ સર્જાયો હતો ત્યારે તેંડુલકરે હરભજન તરફી જુબાની આપી હતી.વડાપ્રધાને આટલા પ્રતિષ્ઠિત એવોર્ડ માટે કેમ તેંડુલકરની પસંદગી કરી તેને કેટલાક ચાહકોએ પોતાની સમજની બહારની બાબત ગણાવી હતી. ઓસ્ટ્રેલિયન અખબાર હેરાલ્ડ સને તો આ અંગે ઓન લાઇન ઓપનીયન પોલ પણ કરાવ્યો હતો, જેમાં ૫૬.૨૧ ટકા લોકોએ તેંડુલકરને આ એવોર્ડ ના મળવો જોઇએ તેમ કહ્યું હતુ, જ્યારે ૪૩.૭૯ ટકા લોકોએ તેંડુલકરને એવોર્ડ આપવાની તરફેણ કરી હતી.
તેંડુલકર તરફ નારાજગી દર્શાવતા કેટલાક ચાહકોએ લખ્યું હતુ કે, જ્યારે શેન વોર્ન જેવા લેજન્ડરી ખેલાડીને આ એવોર્ડ આપવામાં આવ્યો નથી તો શા માટે આપણે તેંડુલકરને આ સન્માનને લાયક ગણવો જોઇએ. એક ચાહકે તેના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે, તેંડુલકરને આ એવોર્ડ આપવો એ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે શરમજનક ઘટના કહેવાય. જ્યારે એક ઓસ્ટ્રેલિયનને વંશીય ટીપ્પણીનો શિકાર બનવું પડયું હતુ ત્યારે તેંડુલકરનું વલણ તમને યાદ છે ને ?
અન્ય એક ચાહકે લખ્યું કે, મને તેંડુલકર ગમે છે પણ તેને આ એવોર્ડ ના આપવો જોઇએ. બીજા ચાહકે રોષ ઠાલવતા જણાવ્યું કે, ગીલાર્ડ ભારતીય ક્રિકેટરને એવોર્ડ આપીને એક પ્રકારનું માર્કેટિંગ કરી રહ્યા છે. એ ક્રિકેટરે ઓસ્ટ્રેલિયનો માટે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે કશુ જ નથી કર્યું. હવે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક નાગરિકોની આ પ્રકારની નારાજગી બાદ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન તેમના દેશનો પ્રતિષ્ઠિત એવોર્ડ તેંડુલકરને આપવા માટે મક્કમ રહે છે કે નહીં તે તો આવનારા દિવસોમાં જોવા મળશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved