Last Update : 17-October-2012, Wednesday

 

શ્રાદ્ધ પૂરા થતાં કેબિનેટની પુનર્રચના ઃ મનમોહન સોનિયા રાષ્ટ્રપતિને મળ્યાં

બંને નેતાઓ અલગ અલગ મળ્યાં ઃ મુખર્જી વતન જાય તે પહેલાં મંત્રીમંડળમાં ફેરફારની વકી

નવી દિલ્હી, તા. ૧૬
કેન્દ્રીય કેબિનેટમાં શનિવાર પહેલાં ફેરફાર થવાની શક્યતા વચ્ચે આજે વડાપ્રધાન મનમોહન સિંહે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુલાકાત લીધી હતી. તેમની બેઠક એક કલાક જેટલી ચાલી હતી. ત્યારબાદ સાંજના સમયે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ મુખર્જીને મળવા ગયા હતા. બંને દિગ્ગજ નેતાઓની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને રાજકીય રીતે ઘણી મહત્વની ગણવામાં આવે છે. બીજી બાજુ કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ પણ મુખર્જી પાસે મળવાનો સમય માગ્યો હતો. તેઓ આવતી કાલે મળે તેવી શક્યતા છે.
કેબિનેટમાં સંભવિત ફેરબદલની શક્યતા વચ્ચે યોજાયેલી આ મુલાકાતોએ દેશના રાજકારણમાં નવી અટકળોને વેગ આપ્યો છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની બેઠકમાં અલગ તેલંગણાની માગણીનો મુદ્દો પણ ચર્ચાયો હોવાની શક્યતા છે. રાજકીય મુદ્દાઓ ઉપરાંત બંને નેતાઓએ મુખર્જીને દુર્ગાપુજાની શુભેચ્છા પણ પાઠવી હોઇ શકે છે. ૨૦મી ઓકટોબરના રોજ મુખર્જી તેમના વતન જવા નીકળે તે પહેલા કેબિનેટમાં ફેરબદલની શક્યતા છે.
તૃણમુલના મમતા બેનર્જીએ એફડીઆઇ સહિતના મુદ્દે યુપીએને ટેકો પાછો ખેંચી લીધા બાદ ૬ નવાપ્રધાનોનો પ્રધાનમંડળમાં સમાવેશ થશે. જેમાં વિવાદોમાં ઘેરાયેલા કોલસાપ્રધાનની શ્રી પ્રકાશ જયસ્વાલ સ્ટીલ પ્રધાન બેનીપ્રસાદ અને પર્યટન પ્રધાન સુબોધકાન્ત સહાયને પડતા મુકીને કોંગ્રેસના નેતા મનીષ તિવારી અને જનાર્દન દ્વિવેદી સહિતના નવા ચહેરાઓ જોવા મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગૃહ, નાણા, વિદેશ અને સંરક્ષણ મંત્રાલયોમાં પણ કેટલાક ફેરફારોની અટકળો છે.
આ ઉપરાંત ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ પગલે ડીએમકેના એ. રાજા અને દયાનિધી મારનની જગ્યા ખાલી પડી છે ત્યારે રાહુલના નજીકના ચહેરાઓ માનિકા ટાગોર અને મીનાક્ષી નટરાજનનો કેબિનેટમાં સમાવેશ થઇ શકે છે જ્યારે સચિન પાઇલોટ, જયોતિરાદિત્ય સિંધિયા અને જતિન પ્રસાદ સહિતના યુવા પ્રધાનને કેબિનેટ દરજ્જો અથવા રાજ્યકક્ષાના પ્રધાનનો સ્વતંત્ર હવાલો પણ મળી શકે છે.
બીજી બાજુ બે મંત્રાલયો સંભાળતા પ્રધાનો પાસેથી એક જ હવાલો પાછો લેવાય તેવી પણ શક્યતા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved