Last Update : 17-October-2012, Wednesday

 

અદાણીના મુન્દ્રા ખાતેના SEZની માન્યતા રદ્દ

૧૮૪૦ હેક્ટરમાં ફેલાયેલ SEZમાં મંજૂરી પહેલાં જ બાંધકામ શરૃ કરાયું હતું અલગ અલગ ભાગમાં વહેંચાયેલ જમીનને SEZની માન્યતા ન મળી શકે

નવી દિલ્હી, તા. ૧૬
કેન્દ્ર સરકારે અદાણી ગૃપના મુંદ્રામાં સ્થાપવામાં આવનાર ૧૮૪૦ હેક્ટર જમીનમાં એસઈઝેડને આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી છે. આ એસઈઝેડની મંજૂરી પાછી ખેંચી લેવાનો નિર્ણય ગયા સપ્તાહે જ લેવાઈ ગયો હતો પરંતુ તેનું જાહેરનામું બહાર નથી પડાયું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અદાણી ગૃપે એસઇઝેડને લગતા ત્રણ નિયમોનું પાલન કર્યું નથી. તેના કારણે એસઇઝેડની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાણિજય મંત્રાલયનું કહેવું છે કે એસઇઝેડની જમીન સળંગ નથી વહેંચાયેલી છે. આ ઉપરાંત અદાણી ગૃપે મંજૂરી મળ્યા પહેલા ગેરકાનુની રીતે બાંધકામ શરૃ કરી દીધું છે. આ ઉપરાંત એસઇઝેડ ચારે બાજુ જમીનથી ઘેરાયેલુ અથવા 'લેન્ડ લોક' વાળું છે, એટલે કે એસઇઝેડને અડીને બીજા કોઇની જમીન હોય અને તે ખરીદી ન શકે એવી સ્થિતિ હોઇ શકે.
અદાણી ગૃપનું કહેવું છે કે, તેમના દ્વારા નિયમોનું કોઇ ઉલ્લંઘન થયું નથી.
હવે અદાણી ગૃપે આ જગ્યામાં એસઇઝેડ બનાવવું હોય તો તમામ નિયમોના પાલન સાથે બોર્ડ ઓફ એપ્રુવલને ફરી અરજી કરવી પડશે એમ જાણકારોનું કહેવું છે.
અદાણી પોર્ટે ૧૮૪૦ હેકટર જમીનમાં મલ્ટી પ્રોડકટ એસઇઝેડ સ્થાપવાની મંજૂરી મેળવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મંજૂરી માટે ત્રણેય વિસંગતિઓ દૂર કરવી પડશે.
અદાણીના મુંદ્રા ખાતેનો એસઇઝેડ ૬૫૦૦ હેકટર જમીનમાં ફેલાયેલ છે. તેમાંથી ૧૮૪૦ હેકટરની મંજૂરી રદ થવાના કારણમાં અધિકારીનું કહેવું છે કે, આ નિર્ણય લેતા પહેલા વાણિજય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ મુંદ્રાની મુલાકાત લઇને જાત તપાસ કરી હતી. ઓગષ્ટમાં વાણિજય સચિવ એસ. આર. રાવે સુનાવણી આપી હતી, તેમાં અદાણી ગૃપે સુપ્રત કરેલા દસ્તાવેજોની ચકાસણી કરી હતી અને તેનું વિશ્લેષણ કરાયું હતું.
વાણિજય મંત્રાલયે એસઇઝેડની મંજૂરી સ્થગિત કરવાની શો કોઝ નોટિસ પાઠવ્યા બાદ મંજૂરી વિના જયાં બાંધકામ થયું છે તેને એસઇઝેડનો ભાગ ન ગણવા વાંધો લેતા અદાણી ગૃપને રૃ. ૧૧ કરોડની ડયુટી ભરવી પડી હતી.
૨૦૦૯ના વર્ષમાં મિનિસ્ટરોના ગુ્રપે સળંગ જમીન ન હોવાથી જમીનના અલગ અલગ પટ્ટાને મર્જર કરવાની મંજૂરી આપ્યા બાદ ૬૫૦૦ હેકટર જમીનમાં દેશનું સૌથી મોટું એસઇઝેડનું કામ શરૃ થયું હતું. ત્યાર બાદ કંપનીએ ૧૨૨૬ હેકટર, ૩૮૫ હેકટર અને ૨૨૭ હેકટરના જમીનના ત્રણ અલગ ભાગને એક ગણીને નોટિફાઇ ઝોનમાં ભેળવવાની મંજૂરી માગી હતી પરંતુ મંત્રાલયે જમીનના આ ત્રણ ભાગને અલગ અલગ ગણ્યા છે. જાણકારોનું કહેવું છે કે એસઇઝેડની મંજૂરી માટે સળંગ જમીન હોવી જરૃરી છે.
વચ્ચેથી નાળું, રસ્તો કે ખાડીનો ભાગ આવતો હોય તો ઉપર ઓવરબ્રીજ બનાવવો પડે, નહીંતર તે સળંગ જમીન ગણાય નહીં. અદાણીના ૬૫૦૦ હેકટરના પ્રોજેકટ પર અસર નહીં પડે પરંતુ ૧૮૪૦ હેકટરના હિસ્સા માટે ફરી મંજૂરી લેવી પડશે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયના રાજકીય પડઘા પડવાની પણ શકયતા છે. મુખ્ય મંત્રી કેન્દ્ર પર આરોપ મુકી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર ગુજરાતના પ્રોજેકટો અટકાવી રહ્યાં છે.
હવે અદાણીના એસઇઝેડની મંજૂરી રદ થતાં મોદી શું કહે છે તે જોવું રહ્યું.

એસઇઝેડની માન્યતા કેમ રદ થઇ ?
* સળંગ જમીન ન હોઈ એસઇઝેડ એક્ટનો ભંગ થયો.
* મંજૂરી પહેલા બાંધકામ શરૃ કરાયું
* 'લેન્ડ લોક' જગ્યા છે, બધી જમીન પોતાના નામે ન હોઇ શકે.

અસરો
* ૬૫૦૦ હેકટરના પ્રોજેકટને અસર થશે નહીં.
* અદાણી પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ
* ૧૮૪૦ હેકટર માટે વિસંગતિ દૂર કરી ફરી મંજૂરી માગી શકે

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved