Last Update : 17-October-2012, Wednesday

 

કરો વાત:નમો ગુજરાત ચેનલને ચુંટણીપંચની મંજુરી

'મોસાળમાં જમણવાર અને માં પીરસનાર'

 

 

ગત્ તા.૧૪મીએ ગુજરાતના ચૂંટણી અધિકારીએ પત્ર દ્વારા મુખ્યમંત્રીના ભાષણો સહિતના પ્રસારણ માટે મંજુરીની જરૃર ન હોવાનું જણાવી દીધું!

ગાંધીનગર, મંગળવાર
ભારતીય જનતા પાર્ટી સંચાલિત નમો ગુજરાત ચેનલના પ્રસારણ મામલે થયેલા વિવાદના પડઘા શમ્યા નથી ત્યાં આજે આ ચેનલના નામે ફરી નવો વિવાદ છેડાયો છે. આ ચેનલને મંજુરી આપતી વખતે એવી શરત રાખવામાં આવી હતી કે પ્રદર્શિત થનાર રાજકીય કન્ટેન્ટમાં આચારસંહિતાનો ભંગ ન થતો હોવો જોઈએ અને તે કન્ટેન્ટ દર્શાવતા પહેલા મિડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરિંગ કમિટિ(એમસીએમસી) પાસે અગાઉથી મંજુર કરાવવું ફરજિયાત છે. આમ છતાં બે દિવસ પૂર્વે તા.૧૪ ઓક્ટોબરના રોજ ગુજરાતના ચૂંટણી અધિકારીએ નમો ચેનલને મુખ્યમંત્રીના ભાષણો દર્શાવવા માટે મંજુરીની કોઈ જરૃર ન હોવાની વિશેષ છુટછાટ આપી હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે.
ભારતના ચૂંટણી પંચે કાળાનાણા, ઉમેદવારોના ખર્ચ અને પેઈડ ન્યૂઝ મામલે આકરી જોગવાઈઓ કર્યા બાદ ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને ભારતના ચૂંટણી પંચના અધિકારીઓ અનેક વખત ગુજરાત આવીને આદર્શ આચારસંહિતા મામલે માર્ગદર્શન આપી ચુક્યા છે. ભારતના ડે.ચૂંટણી કમિશનર વિનોદ ઝૂત્સી ગઈકાલ અને આજે પણ ગુજરાતની મુલાકાતે હતા ત્યારે નમો ગુજરાત ચેનલના નામે ફરી વિવાદ થયો છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ કોઈ મંજુરી વગર ચેનલનું પ્રસારણ શરૃ કરી દેવાયું હતું ત્યારે તેની સામે રજૂઆત થતાં પ્રસારણ અટકાવી દેવું પડયું હતું. બાદમાં દિલ્હી ખાતેથી ચેનલના પ્રસારણ માટે મંજુરી મેળવી લેવામાં આવી હતી. આજથી તેનું પુનઃપ્રસારણ શરૃ થયું છે ત્યારે એસટી નિગમના પૂર્વ ડિરેક્ટર કે.જી. પટેલે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે કે નમો ગુજરાત ચેનલમાં મુખ્યમંત્રીને કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો પર ચાબખા મારતા દર્શાવાઈ રહ્યા છે. તદ્દઉપરાંત મતો મેળવવાના ઉદ્દેશથી ખોટા આંકડા આપતા પ્રચાર કરાઈ રહ્યા છે. તો આ ચેનલ સત્વરે બંધ કરાવી નિષ્પક્ષ-ન્યાયી ચૂંટણી કરાવવા અરજ કરી છે.
આ અંગે નવો ઘટ્ટસ્ફોટ એ થયો છે કે નમો ગુજરાત ચેનલને એ શરતે મંજુરી આપવામાં આવી છે કે તેમાં પ્રદર્શિત કરવામાં આવનારા રાજકીય કન્ટેન્ટની એમસીએમસી સમક્ષ પૂર્વ મંજુરી લેવી જરૃરી છે. વળી તે આચારસંહિતાનો ભંગ ન કરતું હોવું જોઈએ. પરંતુ ગુજરાતના ચૂંટણી અધિકારીઓએ અગમ્ય અને ભેદી કારણોસર તા.૧૪ના રોજ ભાજપાના કન્વીનરને ઉદ્દેશીને લખાયેલા પત્ર દ્વારા એવી વિશેષ છુટછાટ આપી દીધી છે કે નમો ગુજરાત ચેનલમાં પ્રસારિત થનાર મુખ્યમંત્રીના રેકોર્ડેડ ભાષણો પેઈડ ન્યૂઝના પરિઘમાં નથી આવતાં તેમજ રેકોર્ડેડ ભાષણો હોવાથી તેની કોઈ પ્રકારે, કોઈ કક્ષાએથી મંજુરી લેવાની નથી રહેતી.
'મોસાળમાં જમણવાર હોય અને માં પીરસનાર' હોય પછી કોઈ કમીના ન રહે. તે મુજબ જ ભાજપાની ચેનલ હોય, મુખ્યમંત્રીના ભાષણો હોય અને ગુજરાતના જ ચૂંટણી અધિકારી લીલી ઝંડી આપનારા હોય ત્યારે આચારસંહિતા ગૌણ બની જતી હોય તેવો ઘાટ આ મંજુરીથી સર્જાયો છે.

પેઈડ ન્યૂઝ મામલે પણ દલા તરવાડી જેવી સ્થિતિ
ગુજરાતના ચૂંટણી અધિકારીએ નમો ગુજરાત ચેનલને આપેલી છુટછાટ બાદ એક ચર્ચા એ પણ છેડાઈ છે કે આ ચેનલ પર પ્રદર્શિત થતાં રાજકીય સમાચારો કે ભાષણોને પેઈડ ન્યૂઝ ગણવા કે નહીં, આચારસંહિતા ભંગ કરતું કન્ટેન્ટ ગણવું કે નહીં તે તમામ બાબતોમાં પણ ગુજરાતના ચૂંટણી અધિકારીએ જ નિર્ણય કરવાનો છે. ત્યારે આ મામલે પણ દલા તરવાડી નીતિ અપનાવી મુખ્યમંત્રી અને ભાજપા ઈચ્છે તે મુજબનું જ પ્રસારણ થાય તો નવાઈ નહીં.

મુખ્ય ચૂંટણી અધિકારીનો સંપર્ક ન થઈ શક્યો
નમો ગુજરાત ચેનલે તેના પ્રસારણમાં દર્શાવાતા કન્ટેન્ટ મામલે કોઈ મંજુરી ન લેવી તેવી ગુજરાતના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલી મંજુરી અંગે મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલનો બે વખત સંપર્ક કરવા છતાં તેઓએ મોબાઈલ રીસીવ કર્યો નહોતો. જયારે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રે રાજયના ચૂંટણી અધિકારીની મંજુરીને આગળ ધરી નરોવા કુંજરો વાની નીતિ અખત્યાર કરી હતી.

મોદીના અંગત ખર્ચની ગણતરી અંગે સ્પષ્ટ ઉત્તર ટાળતું તંત્ર
નમો ગુજરાત ચેનલમાં ભાજપા દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના ગુણગાન ગાવામાં આવે અને નરેન્દ્ર મોદી પોતે જો ઉમેદવાર હોય તો તે તમામ ખર્ચ ઉમેદવાર તરીકે મોદીના વ્યક્તિગત ખર્ચમાં ગણાય કે નહીં? તેવો અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી વિજય નેહરાને પ્રશ્ન પુછવામાં આવતાં તેમણે સ્પષ્ટ ઉત્તર આપવાના બદલે અવું જણાવ્યું હતું કે એ પ્રશ્ન જયારે ઉદ્દભવશે ત્યારે તે અંગે વિચારવામાં આવશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved