Last Update : 17-October-2012, Wednesday

 

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે રેલમછેલ
વડોદરા, સુરત, ભરૃચ અને આણંદ જિલ્લામાંથી ૬૧ લાખ ઝડપાયા

ભરૃચ જિલ્લામાં ચાર સ્થળેથી, વડોદરામાં તથા સુરત તેમજ આણંદમાં એક એક સ્થળે સર્વેલન્સ ટુકડીએ રોકડ પકડતાં સન્નાટો

વડોદરા, સુરત, આણંદ, મંગળવાર
વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સ્થળે જ રચાયેલા ફાલાઇંગ સ્કવોર્ડસ દ્વારા ગઇકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાંથી લાખો રૃપિયાની રોકડ ઝડપી પાડયા બાદ આજે મધ્ય ગુજરાતમાં વડોદરા, સુરત તેમજ ભરૃચ અને આણંદ જિલ્લામાંથી પણ કુલ ૬૧ લાખથી મોટી રકમ ઝડપી હતી. આ રકમ ઇન્કમટેકસ વિભાગને સોંપી તે અંગે ઉંડી તપાસ શરૃ કરી દેવામાં આવી છે.
સુરત જિલ્લાના પલસાણા ખાતે ને.હા.નં.૮ પર મીંઢોળા નદી પુલ પાસે ઊભી કરેલી ચેક પોસ્ટ પર નવસારી તરફથી આવતી સ્વીફટ કારમાંથી પોલીસે રૃ।. ૮.૨૫ લાખ રોકડા પકડી ચૂંટણી અધિકારીને જાણ કરી હતી. આ ઉપરાંત સુરત શહેરમાં ઉધના અને રીંગરોડ ઉપર આકસ્મિક તપાસ હાથ ધરી કારમાં રોકડા રૃ।. ૬.૬૦ લાખ લઇ જતા બે વેપારીને ઝડપી પાડયા હતા. કાપડની દુકાનમાંથી કારમાં જઇ રહેલા વેપારીની તપાસ કરતાં રોકડા રૃ।. ૩.૬૦ લાખ મળી આવ્યા હતા. આ રકમના પણ કોઇ પુરાવા ન હોવાથી ઇન્કમટેક્સને સુપરત કરાયા હતા. દરમ્યાન મળતી વિગતો અનુસાર આજે શહેરના બાકરોલ નાકા પાસેથી વાહન ચેકીંગ દરમ્યાન એક વાહનમાંથી ૨૦ લાખની રોકડ તેમજ બીજા વાહનમાંથી ૬ લાખની રોકડ તેમજ બોરસદ ચોકડી પાસે એક વાહનમાંથી પોણા ત્રણ લાખની રોકડ રકમ મળી આવતા અધિકારીઓ દ્વારા તે અંગે પુછપરછ કરતા રોકડ રકમ સાથે પકડાયેલા શખ્સો તેમની પાસેની રકમો અંગે કોઇ સંતોષકારક જવાબ આપી ના શકતા અધિકારીઓએ ત્રણે વાહનોમાંથી મળેલા નાણા બિન હિસાબી હોવાનું જણાવતા આ અંગે વધુ તપાસ માટે આયકર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આણંદ શહેરમાંથી જુદા જુદા ત્રણ વાહનોમાંથી ૨૮.૭૫ લાખની બિનહિસાબી રોકડ રકમ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
સંખેડા વિધાનસભાની ફલાઇંગ સ્કોરવોર્ડના સિનિયર એકઝી. મેજીસ્ટ્રેટ ડી.જે.પટેલ વિગેરે ગોલાગામડી ખાતે વાહનચેકીંગમાં હતા. તે વખતે એક મારૃતિવાનને અટકાવી તેમાં બેસેલી વ્યક્તિ ચકાસણી કરતા એક ઇસમ પાસેથી થેલીમાં રોકડા રૃપિયા હોવાનું જણાતા તેની પૂછપરછ કરતા તે છોટાઉદેપુર ખાતે રહેતી મોઇન અલી નજર અલી મકરાણી હોવાનું જણાવ્યું હતુ. તેમજ આ નાણાં તે તેના શેઠને આપવા જતો હોવાનું જણાવ્યું હતુ.
પોલીસને સાથેરાખી ઝડપાયેલા નાણાંની ગણતરી કરતા સાડા પાંચ લાખ રૃપિયા હતા. નાણાં સાથે ઝડપાયેલા મોઇન અલીએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરના વિમલભાઇ પટેલ જે કન્સ્ટ્રકશનનો ધંધો કરે છે. તેમણે બે દિવસ અગાઉ પોતાની ઈનાવા ગાડી છોટાઉદેપુરના સાવરૃભાઈને વેચી હતી. તેના આ નાણા હતા તેમજ આજે વિમલભાઈને આઈ ટ્વેન્ટી ગાડી લેવાની હોવાથી તેમણે આ નાણા હું તેમને ત્યાં નોકરી કરતો હોવાથી મારી પાસે મંગાવ્યા હતા. જો કે સંતોષજનક પુરાવા ના મળતાં આ રકમ શંકાસ્પદ ગણીને ઈન્કમટેક્ષ વિભાગને સોંપવામાં આવી હતી.
દરમિયાન ડભોઈ વિધાનસભા બેઠકમાં રતનપુર દાદા ભગવાનનાં મંદિર પાસેથી પસાર થતી હ્યુન્ડાઈ વર્ના કારને રોકી તેમાં બેસેલી વ્ય્કતિની પૂછપરછ કરતાં પોતાનું નામ મનહરલાલ જયસ્વાલ જણાવ્યું હતું. તેમની પાસે રૃા.૫.૫૦ લાખ રોકડા મળતાં આ રોકડ રકમ અંગે મનહરલાલ જયસ્વાલે ફ્લાઈંગ સ્કવોર્ડને જણાવ્યું હતું કે વડોદરામાં પોતે જમીન વેચાણ કરી હતી અને ડભોઈમાં બીજી જમીન ખરીદવાની હોવાથી આ રકમ લઈને પોતે ડભોઈ જતો હતો.
ફ્લાઇંગ સ્કવોર્ડ ભરૃચની ઝાડેશ્વર ચોકડી નજીકથી ઇનોવા કાર માંથી રૃા.૨,૫૩,૦૦૦ ની રોકડ સાથે વિઠ્ઠલ પટેલને ઝડપી પાડયો હતો, અને ઘનિષ્ઠ પુછપરછ આદરી હતી.
આમોદ ખાતે ફ્લાઇંગ સ્કવોર્ડે ત્યાંથી પસાર થતી કારને અટકાવી તલાશી લેતા તેમાંથી રોકડ ૪,૯૬૦૦૦ મળી આવ્યા હતા. ચાલક મુસ્તુફા મુલ્લાની પુછતાછ હાથ ધરી આ અંગેની જાણ આયકર વિભાગને કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બારડોલી વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી નાયબ કલેકટર બારડોલીના બી.આર. પટેલે પલસાણા પોલીસ અને પલસાણા મામલતદાર કચેરીની ટીમ બનાવીને નવસારી જિલ્લાની હદ પુરી થાય ત્યાં ને.હા.નં.૮ પર મીંઢોલા નદી પાસે ચેકીંગ પોઇન્ટ ઊભો કરાયો છે. જ્યાં આજે મંગળવારે સવારે પલસાણા જમાદાર કમાભાઇ તથા હે.કો. ગઢવી ફરજ પર હતા તે સમયે સવારે ૯ વાગે નવસારી તરફથી મારૃતી સીફટ કાર (નં.જીજે-૫, સીએ-૭૧૫૬) આવતા તેને અટકાવી તપાસ કરતાં કારમાંથી રોકડા રૃ।. ૮,૨૫,૦૦૦ મળી આવતાં ચૂંટણી અધિકારીને જાણ કરી હતી. કાર ચાલક નીતેશ નટુભાઇ ઓડ (રહે. મુલ્લાવાડી, વલસાડ)નાની પૂછપરછ કરતાં રોકડા રૃ।. ૮.૨૫ લાખ લઇને ભરૃચ ખાતે ટ્રકની ખરીદી કરવા જતો હોવાનું જણાવ્યું છે. પરંતુ રોકડ રકમ અંગે કોઇ પુરાવા રજૂ કરી શક્યા ન હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved