Last Update : 17-October-2012, Wednesday

 

સેબીના નવા આઈપીઓ ધોરણોમાં અનેક ફેરફારો દ્વારા રોકાણકારોના હિતના રક્ષણનો પ્રયત્ન

નાની અરજીઓ સામે ફરજિયાત લઘુત્તમ ફાળવણીની જોગવાઈ, સાઈઝ હવે વધારી રૃ.૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ની કરાઈ

મુંબઈ,તા.૧૬
સેબીએ આઈપીઓ માર્કેટને લગતા વ્યાપક સુધારાઓની જાહેરાત કરી હતી. તેમાં જાહેર ભરણામાંથી મળેલ રકમના ઉપયોગ પર કડક દેખરેખ, કંપની અને તેમના બેંકરો દ્વારા વધુ ડિસ્કલોઝર અને રિટેલ રોકાણકારોને લઘુત્તમ સંખ્યામાં શેરોની ફાળવણી જેવી બાબતો આવી જાય છે.
સેબીના નોટિફિકેશન મુજબ કોઈપણ કંપની સામાન્ય કોર્પોરેટ હેતુસર ભરણાની રકમનાં ૨૫ ટકાથી વધુ રકમ ખર્ચી શકશે નહીં. ઉપરાંત ઈસ્યુ સંબંધિત કોઈપણ ખર્ચાઓ માટે ડ્રાફટ પ્રોસ્પેકટસમાં તેવા ખર્ચા માટે ડ્રાફટ પ્રોસ્પેકટસમાં તેવાં ખર્ચા માટે સ્પષ્ટ ફાળવણી નથી કરાઈ એઅવા કારણસર જ તેવા ખર્ચને જનરલ કોર્પોરેટ હેતપુસરનાં ખર્ચા ગણી શકાય નહીં.
વધુમાં નોટીફિકેશનમાં જણાવાયું છે કે ઈસ્યુઅરનવાં એસોસીએટ હોય એવા મરચન્ટ બેંકરે તેની ભૂમિકા જાહેરાત કરવી પડશે કે તે માર્કેટીંગ લીડ મેનેજર છે.
રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ રેડ હેરીંગ પ્રોસ્પેકટસની નોંધણી કરાવ્યા બાદ કમસે કમ ૩ કામકજનાં દિવસો સુધી કંપનીઓએ ભરણું ખુલ્લું રાખવું પડશે.
આઈપીઓ બહાર પાડતી વખતે રેડ હેરીંગ પ્રોસ્પેકટસમાં કરાયેલ ડિસકલોઝર વાર્ષિક ધોરણે અપેડટ કરવા જોઈશે અને કંપનીએ તે જાહેરમાં જણાવવું પડશે.ઓફર ખુલે તેનાં ૫ દિવસ પૂર્વ કંપનીઓએ પ્રાઈસ બેંન્ડની જાહેરાત કરવી પડશે. હાલ આ મુદત બે દિવસની હતી. આ ફેરફારના કારણે રોકાણકારોને આઈવીઓનું એનાલિસસ કરવા માટે વધુ સમય મળશે.
નોટિફિકેશનમાં જણાવ્યાનુસાર આઈપીઓમાં પ્રત્યેક રિટેલ ઈન્વેસ્ટરને મિનીમમ લોટની ફાળવણી કરવી પડશે.
આ પગલાં ઓવરસબસ્ક્રાઈબ્ડ ઈસ્યુમાં વધુ સંખ્યામાં નાની અરજી કરનારાને મદદરૃપ થશે. તમામ પ્રકારના ઈન્વેસ્ટરો માટે લઘુત્તમ અરજીની સાઈઝ વધારી રૃ.૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ કરાઈ છે જે હાલ રૃ.૫,૦૦૦થી ૭૦૦૦ની છ.ે
હવે નવા ધોરણોમાં ઈસ્યુ પૂર્વેની નફાકારકરતાનો મુદ્દો પણ ઉમેરાયો છે તે મુજબ પ્રોફીટેબીલીટી રુટ મારફત આવતા ઈસ્યુઓ માટે કરવેરા પૂર્વેના સરેરાશ ૧૫ કરોડ રૃ.નાં ઓપરેટીંગ નફાની શરત ફરજીયાત રહેશે. જે કે અન્ય ઈસ્યુબર્સ મૂડી બજારમાં એસએમઈ પ્લેટફોર્મ કે કંપલસરી બુક બિલ્ડિંગ રુટ મારફતે આવી શકશે આવા રુટમાં કવોલીફાઈડ ઈન્સ્ટીટયુશનલ બાયર (કયુઆઈબી) માટે વર્તમાન ૫૦ ટકાનાં બદલે ૭૫ ટકા પાર્ટીસીપેશનની છૂટ અપાઈ છે. ંકપનીઓ કવોલીફાઈડ ઈન્સ્ટીટયુશનલ પ્લેસમેન્ટમાં શેરહોલ્ડર્સની મંજૂરીને આધિન ૫ ટકા સુધી ભાવમાં ડિસ્કાઉન્ટ પણ આપી શકશે.
કંપનીઓ લઘુત્તમ ૨૫ ટકાના પ્રમાણમાં પબ્લિક હોલ્ડિંગની શરત પૂર્ણ કરી શકે તે માટે ૧૦ ટકા સ્ટેક ઓલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડસ (એઆઈએફ) નામની નવી કેટેગરીને ફાળવી શકાશે એવી જાહેરાત પણ કરાઈ છે. આ નવી કેટેગરીને ફાળવી શકાશે એવી જાહેરાત પણ કરાઈ ચે. આ નવી કેટેગરીમાં વેન્ચર ફંડસ, હેજ ફંડસ, એસએમઈ ફંડસ અને અન્યોનો સમાવેશ થાય છે. ઉપરાંત ઈસ્યુઓ અજેકટસમાં ફેરફાર કરવાના કારણે જો ઓફર સાઈઝમાં ૨૦ ટકાથી વધુનો ઘટાડો થતો હોય તો કંપનીએ નવા ઓફર ડોકયુમેન્ટસ ફાઈલ કરવા પડશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved