Last Update : 17-October-2012, Wednesday

 

નવરાત્રીના આરંભે ઝવેરી બજારમાં ઘટાડે નિકળેલી લેવાલી
સોનામાં ભાવો તૂટયા પછી ફરી ઉંચકાયા ઃ દિલ્હીમાં રૃ.૬૦ હજારની સપાટી તોડતી ચાંદી

ડોલર ઘટતાં વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે હેજફંડોની વધેલી લેવાલી ઃ ભાવો નીચામાં ૧૭૩૦ થયા પછી ઉછળી ૧૭૪૫ ડોલર બોલાયા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવો આરંભમાં તૂટયા પછી આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૦૯૫૫ વાળા આજે રૃ.૩૦૭૩૦ ખુલી રૃ.૩૦૮૦૦ બંધ રહ્યા હતા. સામે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૦૯૫ વાળા રૃ.૩૦૮૭૦ ખુલી રૃ.૩૦૯૪૫ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૧૧૧૫ વાળા આજે રૃ.૬૦૪૪૦ ખુલી રૃ.૬૦૪૯૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૬૦૬૦૦ થી ૬૦૭૦૦ બોલાઈ રહ્યા હતા. જયારે કેશમાં ભાવો આ ભાવથી રૃ.૪૦૦ જેટલા નીચા રહ્યા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓ તૂટયા પછી ફરી વધ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓ તૂટયા પછી ફરી વધ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ઔંશદીઠ સોનાના ભાવો ૧૭૪૩થી ૧૭૪૩.૫૦ ડો લર વાળા તૂટી એક તબક્કે ૧૭૩૦થી ૧૭૩૧ ડોલર બોલાયા પછી ફરી ઉછળી આજે સાંજે ૧૭૪૫થી ૧૭૪૫.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા.સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૩.૧૯થી ૩૩.૨૦ ડોલરવાળા આજે ઘટીને ૩૨.૪૪ ડોલર બોલાઈ ગયા પછી ફરી ઉછળી આજે સાંજે ૩૩.૦૨થી ૩૩.૦૩ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ચીનની ખરીદી ધીમી પડવાની ભીતિ તથા ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઈએમએફ) દ્વારા સોનું વેંચાશે એઅવી ગણતરીઓ સોનાના ભાવો તૂટયા પછી ડોલરના ભાવો ઘટતાં સોનામાં ઘટાડે વિશ્વ બજારમાં હેઝ ફંડો ફરી લેવાલ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં ડોલરના ભાવો આજે રૃ.૫૩.૦૧ વાળા નીચામાં રૃ.૫૨.૭૮ થઈ છેલ્લે રૃ.૫૨.૮૯ રહ્યા હતા. મુંબઈમાં આજે નવરાત્રી શરૃ થતાં ચાંદીમાં ઘટયા મથાળે ૧૫૦થી ૨૦૦ કિલોના વેપારો થયા હતા અને માંગ વધી હતી. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૩૭૦ ઘટી રૃ.૫૯૯૩૦ રહ્યા હતા. જયારે ત્યાં વિકલી ડિલીવરીના ભાવો રૃ.૭૫૦ તૂટી રૃ.૫૯૯૦૦ રહ્યા હતા. ત્યાં ૩ દિવસમાં ચાંદીના ભાવો રૃ.૧૧૦૦ તૂટયા છે. ત્યાં સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૨૫૫ તૂટી ૯૯.૫૦ના રૃ.૩૧૦૬૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૨૬૦ બોલાયા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved