Last Update : 16-October-2012, Tuesday

 

ધોરણ ભી 'બેવડા' હોતા હૈ !

- મન્નુ શેખચલ્લી

આ દુનિયામાં જ્યાં જુઓ ત્યાં બેવડાં ધોરણ ચાલી રહ્યાં છે. જેમ કે...
* * *
કોર્પોરેટવાળા બપોરે ઊંઘે
તો 'પાવર નૅપ' કહેવાય...
અને રાજકોટવાળા બપોરે ઊંઘે
તો 'બપોરિયું' કહેવાય !
* * *
સરકાર પેટ્રોલના ભાવ વધારે
તો 'આર્થિક પગલું' કહેવાય...
પણ તેલના ડબ્બાના ભાવ વધે
તો 'નફાખોરી' કહેવાય !
* * *
રાહુલ ગાંધી રાજકારણમાં ઝંપલાવે
તો 'સેવાની ભાવના' કહેવાય...
પણ કેજરીવાલ પક્ષ ચાલુ કરે
તો 'સત્તાની મહત્વાકાંક્ષા' કહેવાય !
* * *
ગુજરાતમાં છમકલું થાય તો
'લઘુમતી જોખમમાં' કહેવાય...
પાકિસ્તાનથી હિન્દુઓ હિજરત કરે
તો એમની 'આંતરિક બાબત' કહેવાય...
* * *
અમેરિકન ફિલ્મોમાં લોહિયાળ ફાઇટને
'હાઈ એકશન થ્રિલર' કહેવાય...
પણ હિન્દી ફિલ્મોની મારામારી ?
એ તો 'ઢીશૂમ ઢીશૂમ' કહેવાય !
* * *
હોલીવૂડવાળા 'સાયલન્ટ' મૂવી બનાવે
તો 'ઓસ્કાર એવોર્ડ' મળી જાય...
ભારતવાળા 'પુષ્પક' બનાવે તો
સાલી 'હિન્દી' પિકચર કહેવાય !
* * *
જો તમે ૧.૮૬ લાખ કરોડનું
કૌભાંડ કરશો
તો સરકાર 'ખુલાસો' કરશે...
પણ જો તમે ૫૦૦ રૃપિયાનું
લાઇટ બિલ નહિ ભરો
તો સરકાર કનેકશન કાપી નાંખશે !
* * *
શેરબજારમાં રૃપિયા રમાડો
તો 'સ્પેક્યુલેશન'...
અને મેચમાં રૃપિયા રમાડો
તો 'સટ્ટો' !!
* * *
એક ઉપર બીજું ફ્રી હોય
તો એ 'ઇનામી યોજના....'
પણ 'ઘરનું ઘર' હોય
તો 'લોભામણાં વચન'... ?
* * *
ઇન્ટરનેટ પર જૉક્સ હોય
તો 'શું લાવે છે, બૉસ !'
પણ મન્નુ શેખચલ્લીની હોય તો
'ક્યાંકથી ઉઠાવે છે, યાર !'
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved