Last Update : 16-October-2012, Tuesday

 

મઘ્યસત્ર ચૂંટણીનું લટકતું શીકું


હવેનાં ઘરોમાં દહીં-દૂધ, શાકભાજી કે બીજી ચીજોનાં લટકતાં શીકાં રહ્યાં નથી. છતાં જન્માષ્ટમીની મટકીફોડથી પરિચિત લોકો કહેવત સમજી શકશે કે ‘બિલાડીના તાકી રહેવાથી શીકું પડતું નથી.’ મતલબ, કોઇના ઇચ્છવામાત્રથી કશું બની જતું નથી. રાજકારણમાં તો બિલકુલ નહીં.
રાજકારણીઓનું કામ જ જાતજાતની વાતો, અટકળો, છૂપી આકાંક્ષાઓ વગેરેને ‘હવા’ તરીકે વહેતાં મૂકવાનું છે. ‘શું લાગે છે?’ એવા સવાલનો જવાબ કદી કોરો કે મોળો ન મળે, એનો નેતાઓ સતત ખ્યાલ રાખતા હોય છે. એ પરંપરા પ્રમાણે, અત્યારે મઘ્યસત્ર ચૂંટણીનો તુક્કો શક્યતા તરીકે વહેતો મૂકાયો છે. આ તુક્કો નવો નથી, પણ મોરચાના રાજકારણમાં સહેજ પણ ઘુ્રજારી થાય, એટલે મઘ્યસત્ર ચૂંટણીના ડંકા જાણે બજી ઉઠે છે- વધારે સાચી રીતે કહીએ તો, એ ડંકા વગાડવામાં આવે છે. તેના રણકારના પ્રભાવમાં આવી જનારા માની બેસે છે કે, ‘કશું કહેવાય નહીં. મઘ્યસત્ર ચૂંટણી થાય પણ ખરી.’ સાવ મોં-માથા વગરની શક્યતાને તર્કસંગત અને વાસ્તવિક લગાડવી - તથા એકદમ તર્કબદ્ધ વાતને અદ્ધરતાલ તરીકે ખપાવી દેવી- એ રાજકારણમાં કળા ગણાય છે. એટલે મઘ્યસત્ર ચૂંટણીની વાત આવે કે તરત જુદા જુદા વિપક્ષો અને યુપીએના સાથીપક્ષો પણ મઘ્યસત્ર ચૂંટણી અંગે પોતાની તૈયારી કેવી છે, તેની વાત કરવા બેસી જાય છે. મઘ્યસત્ર ચૂંટણીની લેટેસ્ટ ચર્ચા બહુજન સમાજ પક્ષનાં માયાવતીએ જગાડી છે.
એક રીતે જોઇએ તો, મઘ્યસત્ર ચૂંટણીની ચર્ચા સારો ‘ટાઇમપાસ’ છે. રાજકારણમાં કશી નવી ઉથલપાથલ થતી ન હોય, અરવંિદ કેજરીવાલ આરોપો કરવાના હોય, કોંગ્રેસી નેતાઓ તેમના આરોપોનું ખંડન કરવા ટીવી ચેનલો પર ધસી આવવાના હોય, ભાજપી નેતાઓ કેજરીવાલની તોપનું નાળચું ક્યારે ભાજપ તરફ ફરશે તેની સતત અવઢવ અનુભવતાં, કોંગ્રેસવિરોધી આરોપોને સમર્થન આપતા હોય- એટલે કે બઘું રાબેતા મુજબ ચાલતું હોય- ત્યારે મઘ્યસત્ર ચૂંટણીની સંભાવના વાતાવરણમાં નવા પ્રવાહનો ઉમેરો કરે છે. તેનાથી ફરી એક વાર અવિશ્વાસની દરખાસ્તની વાતો અને તેની સાથે સંકળાયેલાં અંકગણિત મંડાય છે. નાનું બાળક દરિયાકિનારે માટીના કિલ્લા તોડે ને બનાવે, ફરી તોડે ને ફરી બનાવે, કંઇક એવી જ રીતે, અવિશ્વાસની દરખાસ્તો અંગેના મનસૂબા જાગે છે ને શમે છે.
બીજી મુદતમાં યુપીએ સરકારે ધબડકો વાળ્યો છે એમાં બેમત નથી. પહેલી મુદતના ઉત્તરાર્ધમાં ડાબેરીઓ સામે મક્કમતાથી કામ લેનાર યુપીએ સરકાર બીજી મુદત મળ્યા પછી એ મિજાજથી શાસન આગળ ચલાવશે, એવી અપેક્ષા ફળી નથી. આશ્ચર્ય બલ્કે દુઃખની વાત એ છે કે યુપીએની બીજી મુદતમાં ડાબેરીઓનું સ્થાન તેમનાં કટ્ટર વિરોધી અને પશ્ચિમ બંગાળમાં તેમને હરાવીને સત્તા પર આવેલાં મમતા બેનરજીએ લીઘું. અલબત્ત, બીજી મુદતમાં દોષનો ટોપલો સાવેસાવ મમતા બેનરજીના માથે ઢોળીને છટકી શકાય એવું પણ નથી. કારણ કે યુપીએ સરકાર એક પછી એક કૌભાંડોમાં એવી સંડોવાતી ગઇ અને ઊંડા પાણીમાં ઉતરતી ગઇ કે તેના માટે માથું પણ બહાર કાઢવું અઘરું બન્યું. કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, આદર્શ સોસાયટી કૌભાંડ, સ્પેક્ટ્રમ કૌભાંડ જેવા મોટા અને શરમજનક ગોટાળા યુપીએની બીજી મુદતમાં થયા. સ્પેક્ટ્રમ કૌભાંડમાં અને આ યાદીમાં પાછળથી ઉમેરાયેલા કોલસાકૌભાંડમાં યુપીએ સરકારે સર્વોચ્ચ અદાલતના હુકમના પાંદડે પોતાની આબરૂ ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. અદાલતે ઠરાવ્યું કે સરકારે ફાળવણીઓમાં હરાજીની પદ્ધતિ અપનાવવી ફરજિયાત નથી. આ આદેશને પોતાના બચાવમાં આગળ ધરતી સરકારે ફાળવણીની પદ્ધતિને બદલે, ફાળવણીની પ્રક્રિયામાં થયેલા ગોટાળા અને નિયમભંગને ભૂલવાની જરૂર નથી. એટલે ‘કેગ’ના આંકડા અતિશયોક્તિભર્યા હોય તો પણ, સ્પેક્ટ્રમ અને કોલસાના મુદ્દે કેટલાય નીતિવિષયક નિર્ણયોમાં સરકારનો વિલંબ અથવા મંત્રીઓના મનસ્વી નિર્ણયો શંકા પ્રેરે એવા છે.
સરકાર ભ્રષ્ટ હોવાની અને ભ્રષ્ટાચારને છાવરતી હોવાની છાપ વ્યાપક બની છે, એનો ઇન્કાર કરી શકાય નહીં. પરંતુ મમતા બેનરજીએ છેડો ફાડ્યા પછી, સરકારે લાંબા ગાળાથી ચાલી આવતી નીતિપંગુતા ઓળંગીને, આર્થિક બદલાવની દિશામાં ઘણાં પગલાં ભર્યાં છે. એના ગુણદોષ કે તેના મુદ્દા વિશે ચર્ચા હોઇ શકે, પણ આ પગલાંને છેક ‘લોકવિરોધી’ ગણીને એ મુદ્દે સરકારનો વિરોધ કરવો, સંસદ ચાલવા ન દેવી અને પછી મઘ્યસત્ર ચૂંટણીનાં સ્વપ્નાં જોવાં કે બતાવવાં, એમાં શાણપણ નથી. સરકારની આર્થિક નીતિનો વિરોધ કરનારા સાથી પક્ષો કે વિરોધ પક્ષોએ પોતાની આર્થિક નીતિ સ્પષ્ટ કરવી રહી. ‘ગરીબોના હિતોનું રક્ષણ કરીશું’ એમ કહી દેવા માત્રથી કામ થઇ જતું હોત તો, યુપીએ સરકાર સરખી ચાલી ન હોત? એ સરકારે ‘આમઆદમી’ને કેન્દ્રમાં રાખવાના વાયદા આપ્યા હતા. પોતાની નક્કર નીતિ વિના, માત્ર વિરોધ કરવાથી શાસન ચલાવી શકાતું નથી, તેનો ખ્યાલ મઘ્યસત્ર ચૂંટણીની વાત કરતા અને પોતપોતાના રાજ્યમાં શાસનમાં હાંફી રહેલા સૌ નેતાઓને આવવો જોઇએ.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved