Last Update : 16-October-2012, Tuesday

 

નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર

સંતાન કે લાઈફ પાર્ટનર ક્યાં અને કોની સાથે જાય છે એ માટે શહેરના અનેક 'એજન્ટ વિનોદ' હવે બિઝી થઈ ગયા છે.

 

 

નવરાત્રિ સાથે ધાર્મિક લાગણી કરતા પાર્ટીનો જલસો હવે વધુ બંધ બેસે છે. નવ દિવસ સુધી વિના રોકટોક કલાકો સુધી મન મૂકીને હીંચ, ચલતીથી માંડી ભાંગડા કે સનેડાની માણવામાં આવતી મજા તો ખાલી એક નાનકડો ભાગ છે. તહેવાર શરૃ થાય એ પહેલાં સિંગલ હોય એવા યુવક કે યુવતી નવ દિવસ બાદ સંબંધની દરેક મર્યાદાને ઓળંગી જતા હોય છે. શહેરના જુદા-જુદા ડિસ્કોદાંડિયામાં ગરબા માણીને નીકળેલી કાર કે બાઇકોનો હિંમતનગર રોડ, એસજી હાઇવે, સરદાર પટેલ રિંગ રોડ કે મહેસાણા હાઇવેની થોડી અંદરના વિસ્તારોમાં ખડકલો થઈ જતો હોય છે. અંધારું તેમના તમામ કાર્યો પર ચાદર ઢાંકવાનું કામ કરતું હોય છે. જીવનસાથીને બહાના બતાવી મિત્રો સાથે કર્ણાવતી કે રાજપથ ક્લબમાંથી નીકળી 'પાર્ટી' માણવામાં આવતી હોય છે. યુનિવર્સિટીના દાંડિયારાસમાં ગુ્રપમાં આવેલા યુવાનોમાં કેટલા નાના-નાના જોડકાં ગોઠવાયેલા છે એની પૂરી જાણકારી તો રાસગરબા ચાલતા હોય ત્યારે જ મળતી હોય છે.
જોકે માતા-પિતા કે જીવનસાથીની કંઈ જાણતા જ નથી એમ વિચારીને કરવામાં આવતી આ મોજમજા બાબતે ચિંતા કરવી જરૃરી છે. ઘરઘરાઉ 'ઇન્ફોર્મર' તો દગો આપી શકે, પણ નવ દિવસના પાંચથી વીસ હજાર રૃપિયા ચાર્જ કરનારા ખાનગી કંપનીના જાસૂસ તમને જ છેતરી શકે છે. છેલ્લા અમુક વર્ષથી આ 'વ્યોમકેશ બક્ષી'ઓની બાજનજર મદદરૃપ થઈ ગઈ છે અને એનો ઉપયોગ સંતાન કે જીવનસાથી પર નજર રાખવા માટે થઈ રહ્યો છે. ખાનગી કંપનીના જાસૂસ જે-તે વ્યક્તિની મહત્ત્વની ગતિવિધિઓને કેમેરામાં કેદ કરી લેતા હોય છે. વિડિયો ઉતારી પોતાના ક્લાયન્ટને પહોંચાડતા હોય છે. સેક્સ, આલ્કોહોલ કે ડ્રગ્સના લપેટામાં આવેલા સંતાનની યોગ્ય સમયે જાણકારી ન મળે તો માતા-પિતા માટે ઘણી વખત સંતાનને પાછા વાળવા અશક્ય થઈ જતું હોય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved