Last Update : 16-October-2012, Tuesday

 

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી

- આજે તો ગરબાના રિધમ એટલા ઉંચા ટોનમાં હોય છે કે ૪૦ વર્ષ ઉપરની વ્યક્તિ ગરબા રમી પણ ન શકે. સમય સાથે  ગરબામાં પરિવર્તન આવતું ગયું. તાળીઓ પાડીને ગવાતાં ગરબા આજે નવી સ્ટાઇલ અને ફેશનેબલ કપડાં પહેરીને રમાય છે.

ગુજરાતી પરંપરાગત લોક ઢાળમાં ગવાયેલા ગરબાને સાંભળીને ૯૦ વર્ષના દાદીને પણ પગમાં જોમ આવી જતું આ શબ્દો છે, લક્ષ્મીકાન્ત પ્રભાશંકર પંચોળી ઉર્ફે અમુ ભગતના. ૮૮ વર્ષના અમુ ભગત ગરબાના રચનાકાર, સિંગર, કમ્પોઝર અને મ્યુઝિશિયન. ૧૯૪૫ થી ૧૯૯૯ સુધી જેમના કંઠે તમામ ગુજરાતીઓને ડોલાવ્યાં એવા અમુ ભગતનો પ્રોગ્રામ જોવા ગુજરાતના ખૂણે ખૂણે થી લોકો આવતાં હતાં.
 આજે અમદાવાદની સોસાયટી, પોળો અને શેરીઓમાં થતાં ગરબા હવે પાર્ટી પ્લોટ અને કલબોમાં થવા લાગ્યાં છે. જેમને ગરબાને જગપ્રસિદ્ધ કર્યા તેવા અવિનાશ વ્યાસ, જીતુ ભગત, અમુ ભગત, પ્રતાપ રાણા, રમણ ભગત જેવા દિગ્ગજ રચનાકાર અને સંગીતકારોએ ગરબાને વિશ્વફલક સુધી પહોંચાડયાં છે. એક સમય હતો કે જ્યારે અમદાવાદની પોળો, સોસાયટીઓ અને સમગ્ર ગુજરાતમાં તબલા, બંસરી, ભૂંગળ, ઝાંઝ, પખવાજ અને દેશી ઢોલને તાલે ગાયકો નિઃશૂલ્ક ગરબા ગાતાં. આ સમયગાળો છેક ૧૯૭૫ સુધી ચાલ્યો, ત્યાર બાદ ગરબા વ્યવસાયનું માધ્યમ બન્યાં. અમુ ભગતે ૭૦૦થી વધુ ગરબા, ભજનો અને લોકગીતોની રચના કરી અને સંગીતબધ્ધ કર્યાં છે. અમુ ભગતે શાસ્ત્રીય સંગીત અને રાગરાગીણીમાં પણ ગરબા લખ્યાં છે. અમુ ભગત કહે છે કે અમારા સમયમાં અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર, શેરી અને પોળોમાં ખૂબ નાના પ્રમાણમાં ગરબા થાય, કલાકારો પોતાની સાયકલ કે ઘોડાગાડીમાં ઇન્સ્ટ્રુમેન્ટ જોડી નીકળી પડે. મેં ૧૯૪૫થી ગરબા ગાવાનું શરૃ કર્યું. ત્યારે અંગ્રેજોનું શાસન હતું ખૂબ નાના પ્રમાણમાં ગરબા તે સમયે થતાં. ગરબાનું હાર્દ તેના શબ્દો અને રિધમમાં જોવા મળતું. આજે તો રિધમ એટલા ઉંચા ટોનમાં હોય છે કે ૪૦ વર્ષ ઉપરની વ્યક્તિ ગરબા રમી પણ ન શકે. સમય બદલાતો ગયો તેમ ગરબામાં પરિવર્તન આવતું ગયું, તાળીઓ પાડીને ગવાતાં ગરબા આજે નવી સ્ટાઇલ અને ફેશનેબલ કપડાં પહેરીને રમાય છે.
 ગોખ ગગનથી ગરબો આવ્યો..., હે જગજનની હે જગદંબા.., મેં જોઇ રઢીયાળી પૂનમની રાત.., લીલા લીલા વાંસડીયા.., જાગો રે જગજનની અંબા થવા આવ્યું પ્રભાત રે (પ્રભાતીયું) જેવા ગરબાની રચના કરનાર અમુ ભગત રેલ્વે કર્મચારી તરીકે ફરજ બજાવતાં, ૧૯૪૨માં વિરમગામથી અમદાવાદ આવ્યાં, ઇન્ટરમિડિયેટ સુધી અભ્યાસ કર્યો. પરિવારમાં ત્રણ દિકરા અને બે દીકરીઓ તેમના સૌથી નાના પુત્ર નયન પંચોલી કહે છે કે અર્વાચીન શબ્દો અને રાગમાં ગવાયેલાં ગરબા આજે સ્ટાઇલ અને રિમેકમાં ફરી ગયાં છે. જો કે યુવાનોને પસંદ પડે તેવા જ ગરબાની રચના આજે થઇ રહી છે. 
જો કે, અત્યારે નવા ટ્રેડિશનલ ગરબા પણ લખાતા નથી. ત્યારે ઓરિજનલ ગરબાના ઢાળમાં નવા શબ્દો ઉમેરીને બનાવવામાં આવે છે. જેના કારણે યંગસ્ટર્સને એ પણ ખબર નથી કે ઓરિજનલ ગરબાનું મૂળ શું છે. આજે એવા કોઇ ક્રિએટીવ રાઇટર પણ રહ્યા નથી કે જેઓ ટ્રેડિશનલ ગરબા લખી શકે. ત્યારે ગરબાનો હાર્દ પણ આજે જાણે કે બદલાઇ ગયો છે એવું લાગે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved