Last Update : 16-October-2012, Tuesday

 
દિલ્હીની વાત
 


ખુરશિદે લંગડાને શ્રાવ્ય સાધન આપ્યું !!
નવી દિલ્હી,તા.૧૫
વિકલાંગોની કલ્યાણ પ્રવૃતિ માટેના નાણાંની ઉચાપતના આક્ષેપનો સામનો કરી રહેલા કેન્દ્રના કાનૂન પ્રધાન સલમાન ખુરશિદે આજે વડાપ્રધાનને મળીને પોતાની કેફિયત જણાવતાં એમની હકાલપટ્ટીની શક્યતા દુર થતા કેજરીવાલ સાથેની એમની લડાઇએ આજે નવો વળાંક લીધો હતો. એ અગાઉ, કેન્દ્રના રાજ્ય આયોજન પ્રધાન અશ્વિની કુમાર ખુરશિદને મળ્યા હતા. માહિતી અને પ્રસારણ પ્રધાન અંબિકા સોની તથા કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંઘે ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરતા ખુરશિદનો બચાવ કર્યો હતો. દિગ્વિજયે આક્ષેપોને ભાજપ - આરએસએસનું કાવતરૃં ગણાવ્યા છે. કેજરીવાલે ખુરશિદ અને એમના પત્ની લોઇઝીએ બચાવને વાહિયાત ગણાવી ફગાવી દીધો છે. કેજરીવાલનો આક્ષેપ છે કે ટ્રસ્ટની મદદ મેળવનારા કેટલાક લાભાર્થીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે, જ્યારે મદદ મેળવનારા બીજા, વિકલાંગો છે જ નહિ. વિકલાંગોની ચકાસણી પણ કરાઇ હતી. ખુરશિદે જેને શ્રાવ્ય સાધનનો લાભાર્થી ગણાવ્યો છે એ લંગડો હોઇ એને ઘોડીની જરૃર હતી. કેજરીવાલે ખુરશીદને જંતરમંતર ખાતે ખુલ્લી ચર્ચા કરવા ફેંકેલા પડકારને ખુરશિદ ઝીલી શક્યા નથી. કેજરીવાલ - ખુરશિદ વચ્ચેના ઝઘડાનું સારી અસર એ થઇ છે કે આ પ્રકારના ''કલ્યાણ'' કાર્યો કરતી સંસ્થાઓની ૧૭ જિલ્લાઓમાં આવેલી કચેરીઓ ખાતે દરોડા તેમજ આર્થિક ગુન્હાઓ સંબંધી તપાસ શરૃ થયા છે. દરમિયાન કેન્દ્રના પ્રધાનમંડળના પત્તા હવે પછી અપાશે ત્યારે ખુરશિદને પાણીચું પકડાવી દેવાય એવી શક્યતા છે.
કેજરીવાલ ૨૦૧૧નો જુસ્સો પુનઃ ઉભો કરશે ?
વિકલાંગોના મામલે ભ્રષ્ટાચાર સંબંધી ખુરશિદ વિરોધી ટેકો વધી રહ્યો છે ત્યારે ટીમ કેજરીવાલ ઇ.સ. ૨૦૧૧ના લોકજુવાળને પુનઃ ઊભો કરી શકવા માટે આશાવાદી છે. રાજકીય પક્ષ રચવાના કેજરીવાલના નિર્ણય પછી ૨૦૧૧ના એ જુવાળના જન્મદાતા કેજરીવાલથી અલગ પડયા છે એ સુવિદિત છે. જો કે કેજરીવાલના કેટલાક ટેકેદારોને એ જુસ્સો પુનઃ ઉભો થવાની આશા ઓછી છે. જો કે રસપ્રદ વાત એ છે કે અન્નાનો પ્રતાપ હજી જળવાયો છે. વિરોધકારોને મફત વિતરણ માટે ગઈકાલે જેઓ કાર્યક્રમસ્થળે ખીચડી લઈ આવ્યા હતા એમણે એને અન્ના રસોઈ તરીકે ઓળખાવી હતી. 'અન્નાની ગેરહાજરીમાં પણ ભોજનને અન્ના રસોઈ ગણાવાનું અમને ગમે છે' એમ એક સહયોગીએ જણાવ્યું હતુ.
કોંગ્રેસને બીજા મોરચા પણ સંભાળવાના છે
કેજરીવાલ ખુરશિદનો વિવાદ કોંગ્રેસ માટે કંઈ છેલ્લો નથી. એણે અન્ય અનેક મોરચે ઝઝૂમવાનું છે. માહિતી અધિકારના વ્યર્થ ઉપયોગ વિષે ટિપ્પણી કરવા બદલ કાર્યકરો વડાપ્રધાન સામે વિરોધ દેખાવો કરી રહ્યા છે. પાણી અને વીજબિલમાં વધારાના પ્રશ્ને છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત સામે છેલ્લા ત્રણ દિવસથી કાળા વાવટા ફરકી રહ્યા છે. શીલાવિરોધી દેખાવોને નેતૃત્વ પુરું પાડી રહેલા ભાજપે ગઈકાલે ૧૪ સ્થળોએ કાર્યક્રમ યોજયા હતા અને એને વધુ સઘન બનાવાશે. વળી, ભારતીય મઝદૂર સંઘના બેનર હેઠળ ઓટોરીક્ષા અને ટેક્સીના ચાલકો સોમવાર રાતથી કાળા વાવટા સાથે વિરોધ શરૃ કરવાના છે. સરકાર એમની લાંબા સમયની માંગણીો અંગે ધ્યાન આપતી નહિ હોવાથી ભાડૂતી વાહનચાલકો વ્યગ્ર છે.
પોલીસ ઃ થોભો અને રાહ જુઓની નીતિ
કેજરીવાલના ગેરકાયદે વિરોધ પોલીસને દુવિધામાં મુકી છે. કેજરીવાલના સાક્ષી મનિષા સિસોદીયાએ સ્વીકાર્યું કે એમણે પોલીસની રજા લીધી નહોતી. ગઇકાલે રવિવાર હતો, પરિણામે બહુ ટ્રાફિક હતો નહી. આથી પોલીસ માટે ચિંતાનું કારણ ન હોતુ. પરંતુ આજથી વાહનોનું ભારણ વધી ગયું છે. જો કે પોલીસ સાવચેતીપૂર્વક વર્તી રહી છે. અને પોતાના જોતા છાતીસરસા ચાંપેલા રાખ્યા છે.
જેપીસી વિવાદનો છેડો નથી !
લોકસભા અધ્યક્ષ મીરાકુમારે ૨જી સ્પેકટ્રમ કૌભાંડ મુદ્દે સંયુકત સંસદીય સમિતિના અધ્યક્ષ પી.સી.ચકો અને વિપક્ષ વચ્ચેના વિવાદમાં દરમિયાન થવાની ના પાડી દીધી છે. વિપક્ષો વડાપ્રધાન અને નાણાં પ્રધાનને સમિતિ સમક્ષ બોલાવવાની માંગણી કરી રહ્યાં છે. ભાજપ કહે છે કે વડાપ્રધાન અને નાણાં પ્રધાન બંને ભુમિકા ૨જી સ્પેકટ્રમ ફાળવણીમાં હોવાથી એમને સમિતિ સમક્ષ બોલાવવા જોઇએ. સરકારને બહારથી ટેકો આપી રહેલા સપ અને બસપાએ પણ નાણાં પ્રધાનને સમિતિ સમક્ષ ઉપસ્થિત કરવાની માગણી કરી છે. ચકો એ આ મુદ્દે લોકસભાના અધ્યક્ષની દરમિયાનગીરીની માંગણી કરી, પરંતુ અધ્યક્ષે એમની માગને ફગાવી દીધી છે. પૂર્વ નાણાં પ્રધાન યશવંતસિંહાએ આ મુદ્દે ચકોને પત્ર લખીને જણાવ્યું છે કે વાજપેયી સરકારના એક પ્રધાનને પણ સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ બોલાવવાની જરૃર છે. સિંહાએ પોતે જેપીસીની ઇચ્છાને આધીન રહીને સમિતિ સમક્ષ ઉપસ્થિત થવાની તૈયારી દર્શાવી છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved