Last Update : 16-October-2012, Tuesday

 

દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન સામે ૨૦૮ રન ફટકાર્યા
ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

લક્ષ્મણે નિવૃત્તિ લીધી હોઈ યુવરાજ, બદ્રીનાથ અને રોહિત શર્મા વચ્ચે સ્પર્ધા

હૈદ્રાબાદ, તા. ૧૫
યુવરાજ સિંઘે દુલીપ ટ્રોફીની મેચમાં નોર્થ ઝોન તરફથી રમતા સેન્ટ્રલ ઝોન સામે બેવડી સદી (૨૦૮) ફટકારીને ભારતની ટેસ્ટ ટીમમાં છઠ્ઠા ક્રમના બેટસમેન તરીકેની ખાલી પડેલી જગા માટે તેનો મજબુત દાવો નોંધાવ્યો છે. નોર્થ ઝોન આજે પ્રથમ દિવસની રમતના અંતમાં ૪ વિકેેેટે ૩૪૬ રનથી આગળ રમતા પ્રથમ ઇનિંગમાં ૪૫૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. યુવરાજે તેની અણનમ ૧૩૩ રનની ઇનિંગ આગળ ધપાવીને બેવડી સદી પુરી કરી હતી. નોર્થ ઝોને આજે ૧૦૫ રન ઉમેર્યા તેમાંથી ૭૫ રન તો એકલા યુવરાજના જ હતા.
યુવરાજે ૨૪૧ બોલમાં ૩૩ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૨૦૮ રનની આક્રમક ઇનિંગ રમી હતી. કેપ્ટન શિખર ધવને પણ તેનું ફોર્મ જારી રાખતા ૧૨૧ રન ફટકાર્યા હતા.
સેન્ટ્રલ ઝોન તરફથી પ્રવીણ કુમારે ૯૨ રનમાં ૪ અને મુરલી કાર્તિકે ૧૨૦ રનમાં ૪ વિકેટ ઝડપી હતી.
સેન્ટ્રલ ઝોને રમતના અંતે ૧૪૬ રનમાં પાંચ વિકેટ ગુમાવતા તેઓને પરાજયથી બચવા સંઘર્ષ કરવો પડશે. કેપ્ટન કૈફ ૩૪ રને રમતમાં છે. અવનાએ ૨૯ રનમાં બે વિકેટ ઝડપી છે.
લક્ષ્મણની નિવૃત્તિ પછી ભારતીય લોઅર મિડલ ઓર્ડરમાં એક સ્થાન ખાલી પડયું છે. દ્રવિડનું સ્થાન ચેતેશ્વર પૂજારાએ ભરી દીધું છે તેમ મનાય છે. જયારે લોઅર મિડલ ઓર્ડરમાં એક બેટમસેનને તક છે. સેહવાગ, ગંભીર, પૂજારા, તેંડુલકર, રૈના અને યુવરાજ સિંઘ અને ધોની તેમ સાત બેટસમેનો અને ચાર બોલરોને ઇલેવનમાં સ્થાન આપી શકાય તેમ છે. જયારે લક્ષ્મણ ઇલેવનમાં રહેતો ત્યારે રૈના, યુવરાજ, અને બદ્રીનાથ અને રોહિત શર્મા વચ્ચે સ્પર્ધા રહેતી. હવે રોહિત શર્મા, બદ્રીનાથ અને યુવરાજ વચ્ચે લક્ષ્મણના સ્થાન માટે સ્પર્ધા છે.
યુવરાજ કેન્સરની સફળ સારવાર બાદ ટી-૨૦ વર્લ્ડ કપ રમ્યો તેમાં તેનો મિશ્ર દેખાવ કહી શકાય. ઘણા હજુ સંપૂર્ણ ફીટનેસ અને ફોર્મ જોયા વગર તેને ટીમમાં સ્થાન આપીને ઉતાવળ કરાઇ છે તેમ ટીકા કરતા હતા. તેઓનું એવું કહેવું છે કે યુવરાજની બિમારી બાદની ક્ષમતા કરતા લાગણી અને તેની ભારત તરફથી રમવાની ભાવના પર વધુ ભાર મુકાયો હતો.
યુવરાજ ને ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે મોટી ઇનિંગ ટેસ્ટ જેવા ફોરમેટમાં રમવી જરૃરી હતી. તે માત્ર રન કરી શકે છે તે જ નહીં પણ ક્રીઝ પર પણ લાંબો સમય ઉભો રહી શકે છે. તે પૂરવાર કરવું જરૃરી હતું. ૨૦૦૦માં તેની પ્રથમ ટેસ્ટ રમનાર યુવરાજે ૩૭ ટેસ્ટમાં ૩૪.૮૦ રનની સરેરાશથી ૧૭૭૫ રન નોંધાવ્યા છે.
યુવરાજના ટેમ્પરામેન્ટ માટે આપણને માન થાય. કદાચ આ ઇનિંગે તેની આત્મશ્રધ્ધામાં પણ અદમ્ય વધારો કર્યો હશે.
ભારત આવતા મહિનેથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાનું છે ત્યારે ભારતની ટીમમાં સ્થાન મેળવતા તેને આ ઇનિંગ મદદ કરી શકે તેમ છે.
પ્રવીણકુમાર અને મુરલી કાર્તિક જેવા બોલરો સામે તેણે આ ઇનિંગ રમી હતી. તેની શારિરિક ક્ષમતા, રનિંગ બીટવીન ધ વિકેટ અને પ્રબળ ઇચ્છાનો પરિચય પણ બધાને થઇ ગયો છે. યુવરાજ છેલ્લે પ્રવાસી વિન્ડિઝ સામે ગયા વર્ષે નવેમ્બરમાં રમ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved