Last Update : 16-October-2012, Tuesday

 

ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?

મુખ્ય વિપક્ષની ચુપકીદીથી સર્જાયેલી અટકળો
નવી દિલ્હી, તા. ૧૫
ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલાં કેન્દ્રીય કાયદા પ્રધાન સલમાન ખુર્શીદ પર અરવિંદ કેજરીવાલે તેમનો હુમલો ચાલુ રાખ્યો છે. તેઓ આર-પારની લડાઇના મૂડમાં છે ત્યારે તેની વચ્ચે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપની ચુપકીદી ધ્યાન માગી લે તેમ છે. આગામી બે દિવસમાં ભાજપના પ્રમુખ નીતિન ગડકરીને પણ ઉઘાડા પાડવામાં આવશે તેમ હાલમાં ભ્રષ્ટાચાર સામેની લડત ચલાવી રહેલાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું.
ખુર્શીદના ભ્રષ્ટાચાર મામલે છેલ્લા કેટલાક વખતથી જોરદાર આંદોલન ચલાવી રહેલાં કેજરીવાલે પણ આજે આ મામલે વ્યંગ્યાત્મક સૂરમાં કહ્યું કે દેશની વિપક્ષી પાર્ટી ભાજપ ચુપ છે. તેને પણ ડર છે કે તેના નેતાઓની વિરૃધ્ધમાં પણ ભ્રષ્ટાચારના આરોપો રજૂ થઇ શકે છે. એવામાં જો અમે કોંગ્રેસી નેતાઓના મામલે ચુપ રહીશું તો કોંગ્રેસ પણ અમારો વિરોધ નહિ કરે. આનાથી પણ વધુ કેજરીવાલે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 'સેટિંગ'નો આરોપ લગાવી દીધો હતો.
હાલમા સલમાન ખુર્શીદના મામલે સમગ્ર દેશમાં આંદોલન ફાટી નીકળ્યું છે. દરેક વ્યક્તિ વાસ્તવિકતા જાણવા માગે છે. કેજરીવાલે એક પછી એક એમ કેટલાક હુમલા કરી નાખ્યા છે. પરંતુ બીજેપીનું મૌન સૂચક છે. જોકે સુત્રોનું કહેવું છે કે એક રણનીતિના ભાગરૃપે બીજેપીએ આ પગલું ભર્યું છે. તેને ડર છે કે કેજરીવાલનું હવે પછીનું નિશાન ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી હોઇ શકે છે. એવામાં તે નથી ઇચ્છતી કે કોઇ કોંગ્રેસી નેતાની વિરૃધ્ધમાં આક્રમકતાથી આવાજ ઉઠાવવામાં આવે.
એવું માનવામાં આવે છે આ મામલે કોંગ્રેસ અને ભાજપમાં સમજૂતી પણ થઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે ખુર્શીદ તેમની પત્નીના ટ્રસ્ટમાં નાણાકીય ગેરરીતિના આરોપો છે. તેવી જ રીતે ભાજપના અનેક નેતાઓ એનજીઓ અને ટ્રસ્ટ ધરાવે છે તેમ જણાવતાં સૂત્રોનું કહેવું છે કે તેમની સંસ્થાઓમાં પણ ઘણી ગેરરીતિઓ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved