Last Update : 16-October-2012, Tuesday

 

ખુર્શીદના બચાવમાં સ્ટીલ મંત્રી બેનીનો બફાટ
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

૭૧ કરોડની રકમ હોત તો ગંભીરતાથી લેવી પડે ઃ કેજરીવાલ ભસવાનુ બંધ કરે

નવી દિલ્હી, તા .૧૫
ઉત્તર પ્રદેશના વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાન બેની પ્રસાદ વર્મા માને છે કે કોઇ પણ કેન્દ્રીય પ્રધાન માટે ઉચાપત કરવા ૭૧ લાખ રૃપિયાની રકમ ખુબ જ ઓછી કહેવાય.
કેન્દ્રીય સ્ટીલ પ્રધાન વર્માએ જણાવ્યું હતું કે ખુર્શીદ એક જવાબદાર વ્યકિત છે. તેઓ કેન્દ્રીય પ્રધાન છે. તેઓ અગાઉ પણ કેન્દ્રીય પ્રધાન રહી ચુક્યા છે. જ્યારે તેઓ જણાવે છે કે કોઇ કૌભાંડ થયુ નથી તો તેમની વાત માનવી જોઇએ. હું નથી માનતો કે ખુર્શીદ જેવી વ્યકિત ૭૧ લાખ રૃપિયા માટે ગેરરીતિ આચરે. આ રકમ કેન્દ્રીય પ્રધાન માટે ખુબ જ ઓછી ગણાય.
ઉત્તરપ્રદેશમાં વિકલાંગ લોકોને મદદ કરવાના કાર્યમાં ૭૧ લાખ રૃપિયાની ગેરરીતિ આચરવાનો આરોપ સહન કરી રહેલા કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદનો બચાવ કરતા વર્માએ ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સલમાન ખુર્શીદે ૭૧ લાખ રૃપિયાની ઉચાપત કરી શકે નહીં.આ રકમ ૭૧ કરોડ રૃપિયા હોત તો મે આ બાબતને ગંભીરતાથી લીધી હોત.
સ્ટીલ પ્રધાન વર્માએ આજે કેજરીવાલ અંગે જણાવ્યું હતું કે તેઓ નવો રાજકીય પક્ષ રચવા જઇ રહ્યા છે હું તેમને શુભેચ્છા પાઠવુ છું અને સલાહ આપું છું કે દિવસ રાત ભસવાનુ બંધ કરો. એક વખત જ ગર્જના કરો. જેઓ એક વખત ગર્જના કરે છે તેઓ વાઘ કહેવાય છે. જે લોકો વારંવાર ભસે છે તેમનું માન જળવાતુ નથી.
કેજરીવાલ આ મુદ્દે કાયદા પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે ખુર્શીદના બિન સરકારી સંગઠન વિરુદ્ધ તપાસ શરૃ કરી દીધી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved