Last Update : 16-October-2012, Tuesday

 

રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર

કેટલીક ક્ષતિઓને કારણે સમગ્ર સરકારી નિર્ણયને અટકાવી શકાય નહીં

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૫
રીટેલ ક્ષેત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણના સરકારના નિર્ણય પર સ્ટે આપવાનો સુપ્રીમ ઇન્કાર કરી દીધો છે. જો કે, તેમણે વિદેશી હુંડિયામણ વ્યવસ્થાપન ધારા (ફેમા)ની કેટલીક જોગવાઈઓમાં સુધારા કરવાનું સૂચન કર્યું છે.
સુપ્રીમે જણાવ્યું હતું કે, રીઝર્વ બેંકે દેશમાં એફ.ડી.આઇ.નો અમલ ચાલુ થાય તે પહેલા ફેમામાં યોગ્ય ફેરફાર કરીને અમલી બનાવવા જોઈએ જેથી એફ.ડી.આઇ.માં રહેલી ક્ષતિઓ નિવારી શકાય તેણે એફ.ડી.આઇ. નીતિ આખરી ઓપ આપતા પહેલા ફેમામાં ફેરફાર કરવા સૂચન કર્યું હતું. બેંચે જણાવ્યું હતું કે, હવે એવું કહી શકાય કે તે નીતિમાં કેટલીક અનિયમિતતા હતી. જેવો ફેમામાં સુધારો કરવામાં આવશે કે તરત જ તે દૂર થઈ જશે.
સામસામી બન્ને પક્ષોની દલીલો દરમ્યાન કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કેટલીક અનિયમિતતાને કારણે સમગ્ર નીતિ પર મનાઈ હુકમ આપી શકાય નહીં એટર્ની જનરલ જી.ઇ. વહાણવટીએ કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ ફેમામાં તત્કાલ યોગ્ય પરિવર્તન કરવા રિઝર્વ બેંકના ગવર્નર સાથે વાત કરશે. સુપ્રીમ કોર્ટે વહાણવટીની ખાત્રી બાદ સમગ્ર મામલાની હવે પછીની સુનાવણી ૫ નવેમ્બરે રાખી છે. કોર્ટ, વકીલ, એમ. એલ. શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહી છે. જેમાં શર્માએ એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે સરકારે જાહેર કરેલી એફ.ડી.આઇ. નીતિમાં રીઝર્વ બેંકની મંજૂરીને સ્થાન અપાયું નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved