Last Update : 16-October-2012, Tuesday

 
અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

તેમની ફાળવણી અને માર્કેટ ડિઝાઈનની થિયરી દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે લાભદાયક

(પી.ટી.આઈ.) સ્ટોકહોમ, તા.૧૫
આર્થિક ક્ષેત્રે મહત્વની થિયરી રજુ કરવા સંદર્ભે અમેરિકાની આર્થિક તજજ્ઞા બેલડી ઓલ્વીન રોથ અને લોઈડ શાર્પલીને સંયુક્ત નોબેલ ઈનામ આપવામાં આવ્યું છે. જેમણે એ બાબત સ્પષ્ટ કરવા પ્રયાસ કર્યો છે કે જુદા-જુદા વિતરકો અને બનનારા વિતરકો વચ્ચે સંતુલન કયા પ્રકારે જાળવવું.
ઓલ્વીન રોથ અને લોઈડ શાપલીએ રજુ કરેલી 'ધ થિયરી ઓફ સ્ટેબલ એલોકેશન્સ એન્ડ ધ પ્રેક્ટીસ ઓફ માર્કેટ ડીઝાઈન્સ' માટે તેમને નોબેલ પારીતોષિક એનાયત કરાયું છે. સૌથી મહત્વની બાબત એ છે કે તેમણે કરેલું સંશોધન કોઈ ચીજ વસ્તુના ઉત્પાદકો નહીં પણ માનવ અંગોના દાતાઓ અને અંગ પ્રત્યારોપણની રાહ જોતા દર્દીઓ વચ્ચેનું જોડાણ કયા પ્રકારે ગોઠવવું અથવા ઈન્ટરનેટ પર જાહેરાત માટે જગ્યા ફાળવતા 'સર્ચ એન્જીન્સ' સાથે કયા પ્રકારે હરાજીમાં જગ્યા પ્રાપ્ત કરવી.
જોકે આ બન્ને અર્થશાસ્ત્રીઓએ અલગ-અલગ સંશોધન કર્યું હતું પણ બન્નેના સંશોધનને સાથે જોડી દેવાથી તેમની થિયરી પૂર્ણ બની છે. જેમાં રોથના આંતર દ્રષ્ટિથી તૈયાર થતાં કોઈપણ ચીજના મુલ્ય પર શાપલીની થિયરીથી આગળ વ્યવહાર ચલાવાય તો જ તેની વાસ્તવિક કિંમત પ્રાપ્ત થઈ શકે છે. તેમ નોબેલ કમીટીએ માહિતી આપી હતી.
૬૦ વર્ષીય રોથ માસાચ્યુસેટસના બોસ્ટનની હાવર્ડ સ્કુલ ઓફ બીઝનેસમાં પ્રોફેસર છે. જ્યારે ૮૯ વર્ષના શાપલી યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા ખાતે શિક્ષણવિદ્ છે. તેમને નોબેલ ઈનામનું પ્રમાણપત્ર સુવર્ણ ચંદ્રક અને ૮૦ લાખ સ્વીડીશ ક્રોેનર (એક કરોડ ૨૦ લાખ રૃપિયા) ઈનામરૃપે પ્રાપ્ત થશે. આ ઈનામ સ્વીડનમાં ૧૦મી ડીસેમ્બરે એનાયત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્ફોટક સામગ્રીની શોધ કરનાર આલ્ફ્રેડ નોબેલ તેમના વિસ્ફોટકોની ફોર્મ્યુલામાંથી અબજો ડોલર કમાયા હતા. પણ વિસ્ફોટકોનો યુધ્ધમાં થતો ઉપયોગ અને વિનાશકતાથી વ્યથિત થઈ ગયા હતા. તેમની કમાનમાંથી તો તીર છુટી ચુક્યું હતું પણ તેના પરીમાર્જન માટે તેમણે પોતાની શોધમાંથી પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ વિશ્વને ચરણે ધરી લીધી જેના વ્યાજમાંથી તેમની મૃત્યુ તિથિ ૧૦ ડિસેમ્બરે, વિજ્ઞાાન, અર્થશાસ્ત્ર સાહિત્ય, વિશ્વશાંતિ કે માનવ અધિકાર એમ વિવિધ ક્ષેત્રે અનન્ય અને નવું સંશોધન કરનારને આ ઈનામ આપવામાં આવે છે. ભારતમાં રવીન્દ્રનાથ ટાગોરને 'ગીતાજંલી' માટે સાહિત્યનું, ડો. ચંદ્રશેખર વેંકટ રમણને ફિઝિક્સ અંગેનું અને બિન નિવાસી ભારતીય અમર્ત્ય સેનને અર્થશાસ્ત્ર માટે નોબેલ ઈનામો પ્રાપ્ત થયેલા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved