Last Update : 16-October-2012, Tuesday

 

દિગ્વિજય સિંહનો આક્ષેપ
કેજરીવાલે એનએસીમાં સ્થાન પામવા સોનિયા ગાંધીના પગ પકડયા હતા

અમે ક્યારેય વાજપેયી કે અડવાણીના પરિવાર સામે આક્ષેપો કર્યા નથી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫
અરવિંદ કેજરીવાલને નિશાન બનાવતા કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે દાવો કર્યો હતોે કે રાષ્ટ્રીય સલાહકાર પરિષદમાં સ્થાન મેળવવા માટે કેજરીવાલે તેમને વિનંતી કરી હતી પરંતુ તેમની આ વિનંતીને રદ કરી દેવામાં આવી હતી. જો કે કેજરીવાલે દિગ્વિજય સિંહના આ દાવાને ફગાવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ બિન સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રોફેશનલોની સંસ્થા છે. રાષ્ટ્રીય સલાહકાર પરિષદનાં અધ્યક્ષ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી છે. દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે સરકાર, પ્રધાનો અને સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરાને નિશાન બનાવવાની યોજના આરએસએસની છે.
સિંહે એક ચેનલને જણાવ્યું હતું કે ૨૦૦૫ કે ૨૦૦૬માં કેજરીવાલ અને સ્વામી અગ્નિવેશ મારી પાસે આવ્યા હતાં. કેજરીવાલે નેશનલ એડવાઇઝરી કાઉન્સીલ(એનએસી)માં પોતાના નામની ભલામણ કરવા મને વિનંતી કરી હતી. જો કે સોનિયા ગાંધીએ તેમની ભલામણને ફગાવી દીધી હતી.
આ સંદર્ભમાં કેજરીવાલે જણાવ્યું હતું કે દિગ્વિજય સિંહની વાતો પર વિશ્વાસ કરશો નહીં તે હંમેશા જુઠ્ઠુ બોલે છે.રોબર્ટ વાઢેરા અંગે કેજરીવાલના આરોેપોના સંદર્ભમાં સિંહે જણાવ્યું હતું કે રાજકારણમાં કેટલાક મૂલ્યો હોય છે. કોઇના પણ પરિવારને નિશાન ન બનાવવુ તેમા સામેલ છે.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે ક્યારેય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જમાઇ રંજન ભટ્ટાચાર્ય કે ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીના પુત્ર અને પુત્રીને નિશાન બનાવ્યા નથી. અમે ક્યારેય તેમની વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. તેઓ પોતાનું અંગત જીવન જીવી રહ્યા છે.
જ્યારે તેમને જણાવવામાં આવ્યું કે તેમને નિશાન બનાવવા માટે કોઇ મુદ્દો ન હોવાથી કોંગ્રેસે તેમને નિશાન બનાવ્યા નથી. તો સિંહે જણાવ્યું હતું કે રંજન ભટ્ટાચાર્ય અંગે મારું મો ખોલાવશો નહીં. સિંહે કેજરીવાલના સહયોગી કુમાર વિશ્વાસની ગુજરાતનાં મુખ્યપ્રધાન મોદી સાથેની બેઠક અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતાં.સિંહે જણાવ્યું હતું કે વિશ્વાસે સ્પષ્ટતા કરવી જોઇએ કે તે શા માટે મોદીને મળ્યા હતા? આ ઉપરાંત સિંહે જણાવ્યું હતું કે તે કાર્યકર હોવા છતાં શા માટે ગાઝિયાબાદની કોલેજમાંથી પગાર મેળવી રહ્યાં છે? સિંહના આરોપના જવાબમાં વિશ્વાસે જણાવ્યું હતું કે મજબૂત લોકપાલ માટે તેઓ મોદીને મળ્યા હતાં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved