Last Update : 16-October-2012, Tuesday

 

વિશ્વ બજારને અનુસરીને
ઝવેરી બજારમાં ભારે મંદી સોના-ચાંદીના ભાવમાં કડાકો

નવરાત્રિની પૂર્વ સંધ્યાએ સોનાના બિસ્કીટમાં રૃ.૩૦૦૦નું ગાબડું ઃ ચાંદી રૃ.૬૧ હજારની અંદર જતી રહી

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૫
નવરાત્રી ઉત્સવનો આરંભ મંગળવારથી થઈ રહ્યો છે ત્યારે નોરતાની પૂર્વસંધ્યાએ આજે દેશના ઝવેરીબજારોમાં સોના- ચાંદીના ભાવો ઝડપી તૂટી જતાં તહેવારોમાં મોસમી માંગ વધવાની આશા ઝવેરીઓ બતાવી રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૩૦૦ તૂટી ગયા હતા જ્યારે ચાંદીના ભાવો કિલોના રૃ.૭૦૦થી ૮૦૦ તૂટી રૃ.૬૧૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. વિશ્વબજારમાં આજે સોનામાં ઔંશદીઠ ૧૭૫૦ ડોલરની રસાકસીની સપાટી તૂટી ગઈ હતી સામે ક્રૂડતેલના ભાવો પણ બેરલના ઓચીંતા બેથી અઢી ડોલર નીચા ઉતરી જતાં કિંમતી ધાતુઓના ભાવો દબાણ હેઠળ આવ્યા હતા. મુંબઈ બજારમાં આજે સોનાના ભાવો તૂટી મોડી સાંજે ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૦૮૨૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૯૭૫ બોલાઈ ગયા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો આજે રૃ.૩૦૦૦ ગગડી છેલ્લે રૃ.૩૬૨૫૦૦ આસપાસ બોલાઈ ગયા હતા.
ચાંદીના ભાવો ઘટી મોડી સાંજે રૃ.૬૦૫૫૦થી ૬૦૬૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં યુરો ઘટતાં, ડોલર વધતાં તથા ક્રૂડતેલ ઘટતાં સોના માટે મંદીના કારણો ભેગા થયા હતા. સોનામાં હેજફંડો વેચવાલ રહ્યા હતા. વિશ્વબજારમાં ગયા સપ્તાહના અંતે સોનાના ઔંશના ભાવો જે ૧૭૫૭થી ૧૭૫૭.૫૦ ડોલર રહ્યા હતા તે આજે ઝડપી તૂટી મોડી સાંજે ૧૭૩૦ ડોલર બોલાઈ જતાં ૨૭થી ૨૮નો કડાકો બોલાઈ ગયાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વબજારમાં ચાંદીના ભાવો પણ ૩૩.૬૮થી ૩૩.૬૯ ડોલરના આગલા બંધવાળા આજે તૂટી મોડી સાંજે ૩૩ ડોલરની અંતર ઉતરી ૩૨.૬૬થી ૩૨.૬૭ ડોલર બોલાયાના નિર્દેશો હતા.
વિશ્વબજારમાં ડોલર વધતાં તેના પગલે મુંબઈ બજારમાં પણ આજે ડોલરના ભાવો રૃ.૫૨.૮૫ વાળા ઉછળી રૃ.૫૩ને પાર કરી રૃ.૫૩.૧૫ થઈ છેલ્લે રૃ.૫૩.૦૧ બોલાઈ રહ્યા હતા. દેશમાં ફુગાવાનો દર વધતાં રૃપિયો દબાણ હેઠળ આવ્યો હતો. વૈશ્વિક સ્તરે હવે પછી સ્પેન અને ગ્રીસને આર્થિક મંદીમાંથી ઉગારવા યુરોપીયન યુનિયનની મળનારી મિટિંગ વિશ્વના બુલીયન તથા કરન્સી બજારો માટે મહત્ત્વની મનાઈ રહી છે. હાજર બજારમાં આજે ડોલર વધતાં સોના- ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટમાં ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હતો. છતાં ઝવેરીબજારમાં મોડી સાંજે મોટો કડાકો બોલાઈ જતાં મંગળવારના પહેલા નોરતાના આરંભે ભાવો નીચા ખુલવાની શક્યતા ઝવેરીબજારમાં સોમવારે મોડી સાંજે જાણકારો બતાવી રહ્યા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવોમાં નીચામાં આજે ૧૭૪૫ તથા ત્યાર પછીની ૧૭૩૩ ડોલરની સપાટી તૂટી છે એ જોતાં હવે ૧૭૦૫ ડોલરની સપાટી રસાકસીની મનાઈ રહી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. એ સપાટી તૂટશે તો નીચામાં ૧૬૭૦ અને ત્યાર પછી ૧૬૪૫ ડોલરની શક્યતા બતાવાઈ રહી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved