Last Update : 16-October-2012, Tuesday

 

દસ મહિનામાં સૌથી વધુ મોંઘવારી આંક
ડિઝલના ભાવ વધારાથી મોંઘવારી પરાકાષ્ટાએ

બટેટા બાવન ટકા, ઘઉં ૧૯ ટકા અને કઠોળના ભાવ ૧૩ ટકા વધ્યા ઃવ્યાજ દર ઘટવાની આશા પર પાણી ફરી વળ્યું

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૫
મોંઘા થયેલા ડીઝલના કારણે સપ્ટેમ્બરમાં ફુગાવો ૧૦ મહિનાની ટોચે ૭.૮૧ ટકાની સપાટીએ આંબી ગયો છે. આના કારણે રિઝર્વ બેંકને આર્થિક વૃદ્ધિને વેગ આપવા વ્યાજ દરમાં ઘટાડો કરવાનો અવકાશ મર્યાદિત બની ગયો છે.
ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવાંક (ડબલ્યુપીઆઈ) ૭.૫૫ ટકા રહ્યો હતો. નવેમ્બર- ૨૦૧૧માં ૯.૪૬ ટકા ફુગાવો થયા બાદ સપ્ટેમ્બર-૨૦૧૨ માં ફરી એક વખત ઝડપભેર મોંઘવારી વધી છે. ૧૩મી સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે ડીઝલના ભાવ લીટરે પાંચ રૃપિયા વધારી દીધા પછી ફયુઅલ અને પાવર કેટેગરીમાં મોંઘવારીનો આંક ઓગસ્ટના ૮.૩૨ ટકાથી વધીને ૧૧.૮૮ ટકા થઇ ગયો છે.
ફુગાવો વધી જવાના કારણે ૩૦મી ઓકટોબરે મળનારી રિઝર્વ બેંકની ધીરાણ નીતિની સમીક્ષામાં ધિરાણ પરના દરો ઘટવાની આશા હતી તેના પર પાણી ફરી વળ્યું છે. દેશના ઉદ્યોગોમાં ગતિશીલતા લાવવા માટે કોર્પોરેટ જગત કેટલાય સમયથી પોલીસી રેટ ઘટાડવા માગણી કરી રહ્યું છે.
વડાપ્રધાનની આર્થિક સલાહકારી સમિતિના વડા સી. રંગરાજને જણાવ્યું હતું કે આગળ ઉપર ફુગાવામાં ઘટાડો થશે પરંતુ હાલની સ્થિતિ રિઝર્વ બેંક માટે રેટમાં ઘટાડો કરવા અનુકૂળ નથી. જયારે ફુગાવામાં સતત વધારો થઇ રહ્યો હોય ત્યારે બહુ મુશ્કેલ સ્થિતિ સર્જાય છે. હાલ તો હું એટલું જ કહી શકુ કે ધિરાણ પરના વ્યાજ દર ઘટાડવા માટે સંજોગો સાનુકુળ નથી.
સપ્ટેમ્બર મહિના દરમિયાન ખાદ્યચીજોનો ફુગાવો ઓગસ્ટના ૯.૧૪ ટકાથી ઘટીને ૭.૮૬ ટકા થયો છે. જથ્થાબંધ ભાવાંકમાં ખાદ્યચીજોની આઇટમનો હિસ્સો ૧૪.૩ ટકા છે. ખાદ્યચીજોમાં ઘઉંના ભાવમાં ૧૮.૬૩ ટકા અને કઠોળના ભાવમાં ૧૪.૧૮ ટકાનો વધારો થયો છે. બટાકાના ભાવમાં ૫૨.૨૦ ટકાનો ઉછાળો અને ચોખાના ભાવમાં ૧૨.૪૧ ટકાનો વધારો થયો છે.
નિષ્ણાતોના મતે ડીઝલના ભાવ વધારાની બીજા રાઉન્ડની અસરો આગામી કવાર્ટરમાં પણ દેખાશે. હાલ તો ૩૦મી ઓકટોબરે યોજાનારી આરબીઆઈની બેઠકમાં રેેેપો રેટમાં ઘટાડાની કોઇ આશા નથી. જુલાઈ માસમાં ફુગાવો ૬.૮૭% ના અંદાજની સામે ૭.૫૨ ટકા થયો હતો.
સપ્ટેમ્બર મહિનામાં ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે તેમાં કાપડ, કાગળ, રબર અને પ્લાસ્ટિકની વસ્તુઓનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બરમાં ઉત્પાદિત પ્રોડકટમાં ભાવ વધારો આગલા મહિનાના ૬.૧૪ ટકાની સરખામણીએ ૬.૨૬ ટકા રહ્યો હતો.
ઇંડા, માંસ અને માછલીના ભાવમાં ૧૨.૪૪ ટકાનો વધારો થયો છે. જયારે દૂધ અને ફળોના ભાવમાં અનુક્રમે ૬.૨૫ ટકા અને ૬.૧૪ ટકાનો વધારો થયો છે. જો કે સપ્ટેમ્બરમાં શાકભાજીના ભાવ ૬.૭૫ ટકા ઘટયાં છે, જો ઓગસ્ટમાં ૯.૯૮ ટકા વધ્યા હતા. કાંદાના ભાવમાં ૨૪.૮૮ ટકાનો ઘટાડો થયો છે.
ખાદ્ય સિવાયની આઇટમમાં તેલિબિયાંમાં ૨૮.૧૩ ટકાનો વધારો થયો છે, તો ફાઇબરના ભાવમાં ૫.૬૭ ટકાનો ઘટાડો થયો છે. ખનીજોના ભાવમાં ૧૨.૩૮ ટકાનો ઘટાડો થયો છે.
૨૦૦૯ના વર્ષના અંત ભાગથી એકંદર ફુગાવો સાત ટકાથી ઊંચી સપાટીએ જળવાઈ રહ્યો છે. સરકાર ૨૦૧૧-૧૨ થી રાજકોષીય ખાધ ૫.૭૬ ટકા પહોંચી ગઈ છે તેને ઘટાડવાની મથામણ કરી રહી છે.
રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ચેતવણી આપી છે કે જો ભારત સરકાર આર્થિક સુધારાના નક્કર પગલાં અમલમાં ન મુકે તો હજુ પણ રેટિંગ ઘટવાનો ખતરો ઉભો છે. કેન્દ્ર સરકારે મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈ, વીમા અને પેન્શન ક્ષેત્રે સુધારા હાથ ધરવા કવાયત શરૃ કરી દીધી ચે.
આરબીઆઈ વ્યાજ દર ઘટાડે ઃ ચિદમ્બરમ
ટોકિયો, તા. ૧૫
કેન્દ્રીય નાણા મંત્રી પી. ચિદમ્બરમે રિઝર્વ બેંકને વ્યાજ દરમાં ઘટાડો કરવાની વિનંતી કરી છે. ચિદમ્બરમના મતાનુસાર કેન્દ્ર સરકારે દેશની અર્થવ્યવસ્થાને ગતિશીલ બનાવવા ઘણાં પગલાં ભરી રહી છે. પરંતુ હવે રિઝર્વ બેંકનો વારો છે. રિઝર્વ બેંકે થોડું જોખમ ઉઠાવીને પણ અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા પડશે. તેમણે જણાવ્યું કે રાજકોષીય ખાધને કાબુમાં લાવવાની સરકારની પ્રાથમિકતા છે. સરકાર આર્થિક સુધારાના રસ્તે નીકળી ગઈ છે, તેવામાં રિઝર્વ બેંકે પણ દરો ઘટાડવાનું પગલું ઉઠાવવું જ પડશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved