Last Update : 16-October-2012, Tuesday

 

ખુર્શીદે કાગળ પર વહેંચણી કરી
પગની ખોડ વાળાને બહેરાશનું મશીન આપ્યાનો ખોટો પુરાવો

ખુર્શીદ સામેના ધરણાંનો અંતઃ પહેલી નવેમ્બરથી ફરૃખાબાદમાં મોરચો

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૫
કેન્દ્રીય કાયદા પ્રધાન સલમાન ખુરશીદના એનજીઓમાંથી મોટાપાયે ભ્રષ્ટાચારો થયા છે તેવા આરોપોને મજબૂત બનાવતાં કેટલાક પૂરાવા આજે અરવિંદ કેજરીવાલે આજે રજૂ કર્યા હતા. પરંતુ ખુર્શીદ અને કોંગ્રેસે તેમની સામેના આરોપોને નકારવાનું રટણ ચાલુ રાખ્યું છે. કેજરીવાલે ખુર્શીદ સામેના ચાર દિવસના ધરણાંનો આજે અંત લાવ્યો હતો. પરંતુ પહેલી નવેમ્બરથી ખુર્શીદના મતવિસ્તાર ઉત્તર પ્રદેશના ફરૃખાબાદમાં તેમની સામે એક નવી ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી છે. આગામી ચૂંટણીમાં હવે તેમની સામે એક વિકલાંગ વ્યક્તિને ઊભો રાખી તેમને હરાવવામાં આવશે તેમ કેજરીવાલે કહ્યું છે.
કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સમજૂતી ચાલી રહી છે અને તેઓ એકબીજાને ભ્રષ્ટાચારમાંથી બચાવશે તેવો સીધો આરોપ કેજરીવાલે કર્યો હતો. હાલમાં મુલાયમ સામે સુપ્રિમ કોર્ટમાં આવકની સરખામણીએ વધુ સંપત્તિ હોવાનો કેસ ચાલી રહ્યો છે.
આજે ખુર્શીદના એનજીઓમાં ગેરરીતિઓના નવા આરોપો મુકતાં કેજરીવાલે કહ્યું હતું કે મૈનપુરીના પંકજ કુમારનું નામ એનજીઓના લાભાર્થીમાં છે. પરંતુ તેમને કંઇ મળ્યું નથી. સરકારમાં જે દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા છે તેમાં પંકજ કુમારને કાને બહેરાશ માટેનુ યંત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે તેઓ પગે વિકલાંગ છે.
તેને કોઇ સહાય આપવામાં આવી નથી તેવો દાવો કેજરીવાલે પંકજની હાજરીમાં જ કર્યો હતો. તેને બહેરાશ માટેના સાધનની જરૃર જ નહિ હોવાથી તેને મેળવવાનો કોઇ પ્રશ્ન જ નથી. મને મારા પગે તકલીફ છ કાને નહિ તેમ પંકજે કહ્યું હતું.
લાભાર્થીઓની યાદીમાં જે નામો દર્શાવવામાં આવ્યા છે તે શોધ્યે જડતા નથી. સંતોષ કુમારી અને શશિ મોહનને વ્હીલ ચેર્સ આપવામાં આવ્યાનો દાવો કરાયો છે. એક લાભાર્થી દયારામનું નામ પણ લાભાર્થીમાં છે. પરંતુ તે વિકલાંગ નથી.
આ તમામ દાવા કરતાં કેજરીવાલે કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો ખુર્શીદ દ્વારા આપવામાં આવેલી યાદીમાં જેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમને શોધી રહ્યા છે. પરંતુ તેઓ અસ્તિત્વમાં જ ન હોવાથી મળવાનો કોઇ પ્રશ્ન જ નથી.
પાર્લામેન્ટ સ્ટ્રીટથી તેમના આંદોલનને ખત્મ કરી દેવાની જાહેરાત કરતાં કેજરીવાલે દાવો કર્યો હતો કે તેમને વડાપ્રધાનની ઓફિસથી કોઇ મુલાકાત માટે સમય મળ્યો નથી અને તેઓ હવે ખુર્શીદ સામેની લડત તેમના મતક્ષેત્ર ફરૃખાબાદમાં લઇ જઇ રહ્યા છે. જોકે તેની પહેલાં ૩૦ ઓક્ટોબરે તેઓ હરિયાણાના માનેસરમાં જમીન અધિગ્રહણના મામલે એક વિશાળ મહારેલીનું આયોજન કરશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે 'મારા સ્વયંસેવકો ફરૃખાબાદ જઇ રહ્યા છે. અમને ખુર્શીદ સામે વધુ દસ્તાવેજો મળ્યા છે. લોકો લોકસભાના આગામી બેઠકમાં તેમની સામે એક વિકલાંગ વ્યક્તિને ઉભી રાખીને તેમને હરાવશે.'

 

ખુર્શીદના ટ્રસ્ટ સામે તપાસની અરજી હાઈકોર્ટમાં દાખલ
(પી.ટી.આઈ.) લખનઉ, તા.૧૫
કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ અને તેમના પત્નિ ધ્વારા ચલાવવામાં આવતા ટ્રસ્ટ ધ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનો અરવિંદ કેજરીવાલે જાહેરમાં આક્ષેપ કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે આ મુદ્દે ફરીયાદ (એફ.આઈ.આર.) દાખલ કરવાની દાદ માંગતી એક જાહેર હિતની અરજીને સુનાવણી માટે ગ્રાહ્ય રાખી છે.
આર.ટી.આઈ. એકટીવિસ્ટ નૂતન ઠાકુર વતી તેમના વકીલ અશોક પાંડેએ ખંડપીઠ સમક્ષ આ અરજી દાખલ કરી છે. તેમણે કેસ પર કોર્ટ નજર રાખે તેવી પણ માંગણી કરી છે.
અરજદારે રાજ્યના વિકલાંગ કલ્યાણ વિભાગ ધ્વારા કરવામાં આવેલા પ્રાથમિક તારણોને આધાર બનાવીને ફરીયાદ દાખલ કરવા દાદ માંગવામાં આવી છે.

 

ખુર્શીદ પ્રકરણમાં બિનપક્ષપાતી તપાસ થવી જોઇએઃ ભાજપ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા.૧૫
પોતાની ટ્રસ્ટમાં રૃ. ૭૧ લાખની ગેરરીતિ કરી હોવાના મામલે સમગ્ર દેશભરમાં વિવાદનું મૂળ બની ગયેલાં કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદના મામલે ભાજપ હવે સફાળો જાગ્યો હોય તેમ લાગે છે. આટલા દિવસની ચુપકીદી પછી તેને આ મુદે પરાણે બોલવાનું મન થયું હોય તેમ લાગે છે.
આજે દિવસ દરમિયાન અરવિંદ કેજરીવાલે ખુર્શીદના મામલે મૌન સેવી રહેલાં ભાજપનો ઉઘડો લીધો હતો અને કહ્યું હતું કે તેના પ્રમુખ નીતિન ગડકરીને પણ ઉઘાડા પાડીશું ત્યારે ભાજપે હવે ખુર્શીદના મામલે બોલવાનું નક્કી કર્યું હોય તેમ લાગે છે. ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું હતું કે કથિત ગેરરીતિઓમાં પૂછવામાં આવી રહેલાં સવાલોનો સરકારે જવાબ આપવો જોઇએ. અમે તેમની (ખુર્શીદ) સામેના આરોપોમાં બિનપક્ષપાતી તપાસની માગ કરીએ છીએ. તમામ જવાબદારો સામે પગલાં ભરાવા જોઇએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved