Last Update : 16-October-2012, Tuesday

 

સુરત મહાનગરપાલિકાની ઝુંબેશ દરમિયાન
ઓરીની રસી મુક્યા બાદ ૨૩ બાળકોની તબિયાત લથડી

ચાર બાળકોને દાખલ કરાયા ઃ પેટ-માથામાં દુઃખાવો, ઉલ્ટીઓ થઇ ઃ આરોગ્ય અધિકારી કહે છે, બાળકોના ગભરાટને કારણે આવુ થઇ શકે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
સુરત શહેરના બાળકોને ઓેરીની (મિઝલ્સ) રસી આપવાની આજથી મહાનગરપાલિકાએ શરૃ કરેલી ઝુંબેશ દરમિયાન ૨૩ બાળકોની તબિયત લથડતા દોડધામ મચી ગઇ હતી. વિવિધ શાળાના બાળકોને થયેલી તકલીફમાં ચાર બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત વિગત મુજબ સુરત શહેરમાં ૭ લાખ બાળકોને ઓરી સામે રક્ષણ આપવા માટે મહાનગર પાલિકા દ્વારા આજથી રસીકરણ ઝુંબેશ શરૃ કરાઇ છે. નવમાસથી ૧૦ વર્ષ સુધીના બાળકોને પોલિયાની જેમ ઓરી સામે રક્ષણ માટે શહેરની ૧૨૦૦ શાળામાં રસીકરણ શરૃ કરાયું હતું.
દરમિયાન ભેસ્તાનની મેરી માતા બેથની પબ્લીક સ્કુલમાં આજે સવારે પાલિકાના આરોગ્ય વિભાગની ૬ ટીમ બાળકોને રસી આપવા ગઇ હતી. ૧૩૧ જેટલા બાળકોને ઓરી (મિઝલ્સ)ની રસી મૂકવામાં આવી હતી. તે પૈકી ૬ થી ૧૦ વર્ષના ૧૬ બાળકોને પેટ, માંથામાં દુઃખાવો શરૃ થયો હતો, ચક્કર આવવા માંડયા હતા અને શરૃ થતાં ગભરાટ ફેલાયો હતો. તમામ બાળકોને તુરંત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં જીયા જયબહાદુરસીંગ (ઉ.વ.૮ રહે.સુડા કોલોની, ભેસ્તાન), અમિતસીંગ અભિમન્યુસીંગ (ઉ.વ.૧૦ રહે-હરીનગર, ઉધના અને સાંતાનું સંજય આચાર્ય (ઉ.વ.૮ - રહે.મહાદેવનગર, પાંડેસરા)ને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યારે ૧૩ બાળકોને પ્રાથમિક સારવાર આપીને રજા અપાઇ હતી.
આ ઉપરાંત પાંડેસરાની પાર્વતી સ્કુલમાં ભણતા વિશાલ વિનોદ વિશ્વકર્માની (ઉ.વ.૬ રહે.ગણપતનગર, બમરોલી) તબિયત લથડતા નવી સિવિલમાં દાખલ કરાયો હતો. તેમજ પાંડેસરાની જ અન્ય એક શાળાના પાંચ બાળકોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. અને નાનપુરાની સ્કુલના પાંચ બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મહિધરપુરાની શાળાના એક બાળકને મસ્કતિ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ઓરીની રસી મૂક્યા બાદ બાળકોની તબિયત લથડતા તેમના વાલીઓ સાથે પાલિકાના આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડો.હેમંતભાઇ દેસાઇ એ જણાવ્યુ હતું કે આ બાળકોને ઓરીની રસીની કોઇ આડઅસર થઇ નથી. બાળકો ગભરાઇ ગયા હોવાથી આવી તકલીફ થઇ હશે. ઓરીની રસીની ઝુંબેશ યથાવત રાખવામાં આવશે. નવી સિવિલ, સ્મીમેર અને મસ્કતિ હોસ્પિટલમાં આ પ્રકારની ફરિયાદ સાથે આવતા બાળકોને તુરંત સારવાર આપવાની સૂચના આપી દેવાઇ છે.
વધુમાં તેમણે કહ્યુ કે આજરોજ પ્રથમ દિવસે પાલિકાના ૪૧ ડીસ્ટ્રીબ્યુશન સેન્ટરના કાર્યક્ષેત્ર વિસ્તારની ૭૫થી વધુ શાળાઓમાં ૪૦૦ ટીમોએ કુલ ૨૧૫૯૪ બાળકોને ઇન્જેકશનથી ઓરીની રસી આપી હતી. તે પૈકી સેન્ટ્રલ ઝોનની શાળામાં ૨૦૦૦, ઇસ્ટઝોનની શાળામાં ૬૬૦૭, વેસ્ટઝોનની શાળામાં ૧૩૦૦, નોર્થઝોનની શાળામાં ૨૬૦૦, સાઉથ ઇસ્ટઝોનની શાળામાં ૩૨૦૦, સાઉથઝોનની શાળામાં ૨૮૮૭ અને સાઉથ વેસ્ટ ઝોનની શઆળામાં ૩૦૦૦ બાળકોને રસી અપાઇ હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved