Last Update : 16-October-2012, Tuesday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
* લાગે છે કે 'અધિકાર યાત્રા' દરમિયાન ફરકેલા કાળા વાવટાં અને જૂતા-ઈંડાના વરસેલા વરસાદથી બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર થોડા નરમ પડયા છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએના મહત્વના સહયોગી હોવા છતાં છેલ્લા થોડા સમયથી ભાજપ પર પ્રહાર કરવાની એક પણ તક ન છોડતા નીતિશકુમારે આજે કહ્યું કે આગામી સામાન્ય ચૂંટણીઓ તેઓ ભાજપ સાથે રહીને લડશે.
* હવે વાત આવે છે નીતિશકુમારને કાળા રંગ પ્રત્યે એકાએક ઉભરાયેલા પ્રેમની. બન્યું એવું કે નવાડા વિસ્તારની તેમની રેલીમાં પોલીસે કાળા વસ્ત્રો પહેરેલા લોકોને ભાગ લેતા અટકાવ્યા હતા. પોલીસને ભય હતો કે રેલીમાં દાખલ થયેલી મહિલાઓ કાળા દુપટ્ટા કે સ્કાર્ફ ફરકાવીને નીતિશનો વિરોધ કરશે. આ મુદ્દે ભારે હોબાળો મચતા નીતિશકુમારે સ્પષ્ટતા કરવી પડી કે તેમને કાળા રંગ સામે કોઈ એલર્જી નથી.
* ઉત્તરપ્રદેશમાં ભારે વકરેલા એન્સિફેલાયટીસ આજે સાત વધુ બાળકોનો જીવ લીધો. આ સાથે આ જીવલેણ મગજના તાવના ખપ્પરમાં હોમાનારનો મૃત્યુ આક ૪૩૩ થયો છે. તાજેતરમાં જ સરકાર આ ખતરનાક વાઈરસ સામે લડવા રૃા. ૪૦૦૦ કરોડનું પેકેજ જાહેર કરવાની હતી પરંતુ કોઈ કારણસર તે મોકૂફ રખાયું હાલ ગોરખપુર અને બસ્તીની સરકારી હોસ્પિટલોમાં એન્સિફેલાયટીસના ૨૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે.
* શું તમે જાણો છો કે સદાય ઉશ્કેરાયેલા જણાતા મમતા દીદી સારું પેન્ટિંગ પણ કરી જાણે છે ? કદાચ તમને વિશ્વાસ નહીં બેસે પણ આ વાત તદ્દન સાચી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ભારે વ્યસ્ત સમયપત્રકમાંથી પણ પેઇન્ટિંગ કરવા માટે સમય ચોરી લે છે. (યૂપીએ સરકારની ટાંગ ખેંચવામાંથી તેમને ક્યારે નવરાશ મળતી હશે એ તો કોને ખબર !) તાજેતરમાં જ તેમણે સર્જેલું પેઈન્ટીંગ તેમણે ઈઝરાયેલના રાજદૂત અલોન ઉશપીઝને ભેટમાં આપ્યું હતું.
* વારાણસીના એક પોલીસ અધિકારીએ એક કોંગ્રેસી નેતાનું હાથ જોડીને અભિવાદન કર્યું. હાથ જોડયા તો જોડયા પણ જાહેરમાં તેમના ચરણસ્પર્શ પણ કર્યા ! વારાણસીમાં એક મુશાયરાના કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમોદ તિવારી મુશાયરામાં પહોંચ્યા ત્યારે મિથિલેશ મિશ્રા નામના પોલીસ અધિકારી તેમના ચરણસ્પર્શ કરતા પોતાની જાતને રોકી ન શક્યા.

આંતરરાષ્ટ્રીય
* અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીની સ્પર્ધા અંતિમ તબક્કામાં પ્રવેશી છે. ત્યારે આવતીકાલે યોજાનારી અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી મીટ રોમ્ની વચ્ચેની ડિબેટમાં ઓબામા આક્રમક સ્વરૃપ ધારણ કરશે એવું ઓબામાના ડેમોક્રેટિક પક્ષના સભ્યોએ જણાવ્યું છે. પોતાની વાત છટાદાર રીતે રજૂ કરવા માટે જાણીતા ઓબામા પહેલી ડિબેટમાં રોમ્ની સામે ઝાંખા પડી ગયા હતા જેના પરિણામે લોકજુવાળ રોમ્ની તરફ વળ્યો હતો.
* કમ્બોડિયાના ભૂતપૂર્વ રાજા નોરડોમ સિહાનાઉક આજે બૈજિંગ ખાતે અવસાન પામ્યા હતાં. ૮૯ વર્ષના સિહાનાઉકનું શબ લેવા તેમના પુત્ર અને હાલ કમ્બોડિયાના રાજા નોરડોમ સિહામોની તેમજ વડાપ્રધાન હુનસેન. બૈજિંગ ખાતે પહોંચ્યા હતા. ૧૯૪૧માં રાજ સિંહાસને બિરાજમાન સિહાનાઉકે ૧૯૫૩માં કમ્બોડિયાને ફ્રાન્સની સત્તામાંથી સ્વતંત્રતા અપાવી હતી. સિહાનાઉકનો બે વખત દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને બંને વખત તેઓ ફરીથી સત્તારૃઢ થયાં હતા.
* લિબિયાના નવા વડાપ્રધાન બનેલા અલી ઝૈદાનને ભારત સાથે સારા સંબંધો છે. ૭૦ના દશકમાં લિબિયાના રાજદૂત મોહમ્મદ યુસુફ અલ-માગારિફ સાથે કામ કરવા તેમને ભારત મોકલવામાં આવ્યાં હતા. લિબિયાના ભૂતપૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીને હટાવવા મેદાને પડેલા બળવાખોરોને પશ્ચિમમાંથી ટેકો અપાવવા ઝૈદાને આગળ પડતી ભૂમિકા ભજવી હતી. ગદ્દાફીની હત્યા બાદ લિબિયાના ઈતિહાસમાં પહેલી વાર જુલાઈ ૨૦૧૨માં યોજાયેલી ચૂંટણીમાં ઝૈદાન લિબિયાના જનરલ નેશનલ કોગ્રેસના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
* યુદ્ધથી બેહાલ બનેલા અફઘાનિસ્તાનમાં ૨૦૧૧માં એક બળવાખોરની હત્યા કરવા બદલ બ્રિટનના પાંચ મરિન કમાન્ડો પર કેસ દાખલ કરાયો છે. બ્રિટનમાં લશ્કર વતી ફોજદારી ગુનાઓ સંભાળતી સ્વાયત સંસ્થા સર્વીસ પ્રોસિક્યૂટિંગ ઓથોરિટી (એસપીએ) એ આ કેસ દાખલ કર્યો છે. અફઘાનિસ્તાન સંઘર્ષ દરમિયાન આવું પહેલી વખત બન્યું છે કે બ્રિટને તેના જ સૈનિકો સામે કોઈ કાર્યવાહી હાથ ધરી હોય.
* હોટલમાં રોકાણ બાદ મોબાઈલ કે પાસપોર્ટ ભૂલી જતા ભૂલકણાં મુલાકાતીઓ વિશે તમે સાંભળ્યું હશે પણ કોઈ ગોકળગાય અથવા જીવતો સાપ જ હોટલના રૃમમાં ભૂલીને જતાં રહે તો હોટલવાળાઓની શી હાલત થાય ? આ હકીકત છે. એક ટ્રાવેલ કંપનીના સર્વેમાં આવા રમૂજી કિસ્સા બહાર આવ્યા છે. બુડાપેસ્ટની એક હોટલમાં એક ભૂલકણો પ્રવાસી વિવિધ ગોકળગાય ભૂલીને જતો રહ્યો હતો તો વોશિંગ્ટનની એક હોટલના રૃમમાં તપાસ કરતા ત્યાંના કર્મચારીઓને પરસેવો છૂટી ગયો હતો. એક મુલાકાતી એના રૃમમાં જીવતો સાપ મૂકીને રવાના થઈ ગયો હતો !

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved