Last Update : 16-October-2012, Tuesday

 

કરો વાત...ISIએજન્ટો આર્મી ઓફિસરોના સંપર્કમાં !

ચૂંટણી સર્વેલન્સે સિહોરમાં ૬.૨૨ લાખ, વલભીપુર પાસે ૬ લાખ અને ગાંધીનગર પાસે કુલ ૬ લાખની રોકડ પકડી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ભાવનગર,તા.૧૫
ચૂંટણી દરમિયાન નાણાંનો લઘુતમ ઉપયોગ થાય તે હેતુથી ચૂંટણી પંચે અને આવકવેરા અધિકારીઓએ નિયુક્ત કરેલી ટીમના અધિકારીઓએ મહેસાણા જિલ્લામાંથી આજે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં દેરોલપુલ પાસેથી રૃા. ૭૦ લાખ લઈ જતાં રાજેશ કાશીરામ પટેલે પકડી પાડયા છે. તેવી જ રીતે અમદાવાદ શહેરમાં માણેકબાગ, કાંકરિયા અને ઓઢવ વિસ્તારમાં પણ નાણાંની હેરફેર કરનારા ત્રણ કેસો આવકવેરા ખાતાની, ચૂંટણી કમિશનરની અને પોલીસની સંયુક્ત ટીમે પકડી પાડયા હતા. કોબા સર્કલ પાસેથી કિશોરભાઈ સવાણી પાસેથી રૃા. ૩ લાખ અને માણસા પાસે વિહાર ચાર રસ્તા પાસેથી વડોદરા જિલ્લાના લાલભાઈ અલ્લારખા પાસેથી રૃા. ૩ લાખની રોકડ પકડાઈ હતી. દરમિયાનમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને રચવામાં આવેલી સ્ટેટીક સર્વેલન્સ ટીમે આજે ભાવનગર જિલ્લામાં સિહોર ચેક પોસ્ટ પરથી પસાર થતી ઈન્ડિકા કારની તલાસી લેતા તેમાંથી રૃા. ૬ લાખ ૨૨ હજારની રોકડ રકમ તેમજ વલભીપુરના કેરિયા ઢાળ ચેક પોસ્ટ પરથી પસાર થતી કારમાંથી રૃા. ૬ લાખની રોકડ રકમ મળી આવી હતી.
મહેસાણાના દેરોલપુલ પરથી પકડાયેલી રોકડના કિસ્સામાં નવાઈની વાત તો એ છે કે હિમ્મતનગર અર્બન કોઓપરેટીવ બૅન્કના કર્મચારી હોવાનું મનાતી આ વ્યક્તિ રોકડા ૭૦ લાખ ક્યાંથી આવ્યા તેનો હિસાબ આપી શક્યા નહોતા. પરિણામે સમગ્ર રોકડ રકમ કબજે કરી લેવામાં આવી છે. તેમની સાથે બૅન્કનો પ્યૂન રમેશ પટેલ પણ હાજર હતો. મહેસાણા જિલ્લાના વડગામ તાલુકાના પિલુઓ ગામને ચૌધરી અશોક કાળુભાઈ પેસાથી ગઈકાલે મોડી રાત્રે રૃા. ૭.૮૮ લાખની રોકડ મળી આવી હતી.
અમદાવાદમાં દવાના ધંધા સાથે સંકળાયેલા નટુભાઈ ડાહ્યાભાઈ પટેલની ગાડીને માણેકબાગ-શિવરંજની ચાર રસ્તા પાસે પોલીસે રોકતા તેમણે ગાડી હંકારી મૂકી હતી. તેથી પોલીસે તેમનો પીછો કરતાં ફિલ્મી ડ્રામા સર્જાયો હતો. પોલીસે તેમની ગાડીને આંતરીને તેમની પાસેની રોકડ જપ્ત કરી હતી. મણિનગર, સેટેલાઈટ અને મીઠાખળીમાં દવાની એજન્સી ધરાવતા નટુભાઈ નટરાજ મેડિકલના નામે શ્યામલ અને મણિનગરમાં દુકાન ધરાવે છે. તેમની પાસેના રૃા. ૭ લાખ બૅન્કમાં ચૅક ક્લિયર કરાવવા માટેના હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે આવકવેરાના અધિકારીઓએ તેમની પૂછપરછ ચાલુ કરી છે. સ્થળ પરથી ભાગી જવાની તેમની ચેષ્ઠાએ તેમની પાસેની રોકડને શંકાસ્પદ બનાવી દીધી છે. આ સંદર્ભમાં વેપારીએ એવી રજૂઆત કરી હતી કે બનાવટી પોલીસ હોય તો લૂંટાઈ જવાના ભયથી તેમણે ગાડી ભગાવી મૂકી હતી. જોકે મોડેથી મળતા સમાચાર મુજબ તેમને પણ જતા કરવામાં આવ્યા છે.
ગોમતીપુર-રાજપુર ટોલ પાસે મહેન્દ્ર ગણપત નામની વ્યક્તિની મારૃતિ કારને રોકીને તપાસ કરતાં તેમની પાસેથી રૃા. ૩.૫ લાખની રોકડ મળી આવી હતી. ત્યારબાદ સ્ટેટિક ટીમના અધિકારીઓએ પૂછપરછ કરતાં તેઓ તેમના પૅનકાર્ડ અને ઇતર વિગતો આપવામાં નિષ્ફળ ગયા હોવાનું કહેવાય છે. આજ રીતે રાયપુર અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બે અલગ અલગ કારમાં અનુક્રમે રૃા. ૨.૫ લાખ લઈને જનારી બે વ્યક્તિઓને રોકવામાં આવી હતી. પરંતુ તેમણે વ્યવસ્થિત ખુલાસો આપતા તેમના નામ નોંધીને તેમને જવા દેવામાં આવ્યા છે. ઓઢવમાં ઓરંગાબાદથી આવેલી એક પાર્ટી પાસેથી રૃા. ૪ લાખની રોકડ મળી આવી છે. જોકે તેની તપાસ હજી ચાલી રહી હોવાનુ આવકવેરા ખાતાના અધિકારીઓનું કહેવું છે.
સુરેન્દ્રનગરમાં ચોટિલા પાસેથી જામનગર જિલ્લાના ગઢડા ગામના મેરુભાઈ રૃખાભાઈને ગઈકાલે રાત્રે રૃા. ૩.૧૫લાખની રોકડની હેરફેર કરતાં પકડી પાડવામાં આવ્યો હતો. ભાવનગરના રંગોળા ચોકડી ચૅકપોસ્ટ પરથી રૃા. ૭.૫ લાખની રોકડ લઈ જતાં ગઇકાલે મહેન્દ્રસિંહ નામની વ્યક્તિને પકડી પાડી છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે.

ક્યાં ક્યાંથી કેટલી રોકડ પકડાઈ
* મહેસાણાના દેરોલપુલ નજીક રાજેશ પટેલ પાસેથી રૃા. ૭૦ લાખ.
* અમદાવાદ કોબા સર્કલ નજીક કિશોર સવાણી પાસેથી રૃા. ૩ લાખ.
* માણસામાંથી લાલભાઈ અલ્લારખા પાસેથી રૃા. ૩ લાખ.
* ભાવનગર જિલ્લાના સિહોર ચેક પોસ્ટ નજીક ઈન્ડિકા કારમાંથી રૃા. ૬ લાખ ૨૨ હજાર.
* વલ્લભીપુરના કેરિયા ઢાળ નજીક કારમાંથી રૃા. ૬ લાખ.
* અમદાવાદ માણેકબાગ નજીક નટુભાઈ પટેલ પાસેથી રૃા. ૭ લાખ શંકાસ્પદ રોકડ
* અમદાવાદમાં ગોમતીપુરમાંથી મહેન્દ્ર ગણપત પાસેથી રૃા. ૩.૫ લાખ
* ઓઢવમાં ઔરંગાબાદથી આવેલી પાર્ટી પાસેથી રૃા. ૪ લાકની શંકાસ્પદ રોકડ
* આ ઉપરાંત ગઈકાલે ચોટિલા નજીકથી મેરૃભાઈ રૃપાભાઈ પાસેથી રૃા. ૩.૧૫ લાખ અને ભાવનગર રંઘોળા ચોકડી નજીક મહેન્દ્રસિંહ પાસેથી ૭.૫ લાખની રોકડ પકડાઈ હતી.

ચૂંટણીના ટાણે વેપારીઓની હાલાકી વધી જવાની ભીતિ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.૧૫
ચૂંટણી પંચના રોકડની હેરફેરને લગતા નિયમને કારણે વેપારી આલમને મોટી તકલીફ નડી રહી છે. તેમણે કંપનીઓના ચૅક ક્લિયર કરાવવા માટે કેટલીક વાર તાકીદે રોકડ જમા કરાવવી પડે છે. પરિણામે આ કિસ્સામાં રોકડની હેરફેરને પકડી પાડવા માટે તૈનાત કરવામાં આવેલી ટુકડીએ ઉદાર અભિગમ રાખવો જોઈએ. તેમના ચૅક ક્લિયર થતાં અટકી જાય તો તેમના ધંધા પર અવળી અસર પડી શકે છે, એમ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જશુભાઈ પટેલનું કહેવું છે. તેની સામે આવકવેરા ખાતાના અધિકારીઓનું કહેવું છે કે વેપારીઓ તેમના રોકડની રકમના સ્રોત તત્કાળ જાહેર કરી દેશે તો તેમને અટકાવીને પરેશાન કરવાનો અમારો કોઈ જ ઇરાદો નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved