Last Update : 16-October-2012, Tuesday

 

અનુષ્કાનું ભાવિ ઉજળુ

 

આપણા ફિલ્મ ઉદ્યોગમાં અવારનવાર એવું જોવામાં આવી રહ્યું છે કે કોઈ નવોદિત કલાકારને અણધારી સફળતા મળે ત્યારે તે સીધો સાતમા આસમાનમાં લહેરાવા માંડે છે. પરંતુ સાચી સમજદારી એમાં જ છે કે કલાકારે પોતાના કામ પ્રત્યે પુરી ઈમાનદારીપૂર્વક કામ કરી ઉત્તેરોત્તર પ્રગતિ સાધતા રહેવું જોઈએ. ફિલ્મ ''રબને બના દી જોડી'' અને ''બેન્ડ બાજા બારાત''માં પોતાની અદ્ભૂત અદાકારીથી દર્શકોના દિલ જીતી લેનારી અભિનેત્રી અનુષ્કા શર્માના પગ આજકાલ જમીન ઉપર નહીં હોવાનું કહેવાય છે. આનું મુખ્ય કારણ એ છે કે શાહરૃખ ખાન સાથે તે ફરીથી એકવાર ''જબ તક હૈ જાન''માં ચમકી રહી છે. એટલું જ નહીં પરંતુ તેને તો હવે ઓફબી ફિલ્મો પણ ઓફર થવા માંડી છે.
તાજેતરમાં જ વાતચીત દરમ્યાન અનુષ્કા શર્માએ કહ્યું કે, ''હું ઘણી ખૂશ છું. ઈમરાન ખાન સાથે 'મટરૃકી બિજલીકા મન ડોલા' કરી રહી છું. વિશાલની સાથે તો હું ઘણા સમયથી કામ કરવા ઈચ્છતી જ હતી. તેઓ એવા નિર્દેશક છે કે જે પોતાના તમામ કલાકારોને એક સરખુ મહત્વ આપે છે. તેમની ફિલ્મમાં તમે બે મિનિટ માટે હોવ કે બે કલાક માટે, તમને તે ખુબસુંદર રીતે પરદા ઉપર ઉતારે છે. 'મટરૃ કી બિજલી...'માં પણ આવું જ કાંઈક છે. તેમાં એક સાહસી છોકરીની ભૂમિકા ભજવી રહી છું. તે એકદમ ફટાકડી છે. હમેશા ખૂશ રહે છે. ઉછળે છે કુદે છે. એક અજીબ ઝનુન છે તે છોકરીમાં. આ પ્રકારનું પાત્ર ગઢવા માટે એક વિજનની જરૃરીયાત હોય છે, જે વિશાલમાં છે ! આના પછી મારા માટે સૌથી આનંદની વાત એ છે કે રાજકુમાર હિરાનીની ફિલ્મ 'પીકે'નો હિસ્સો બનવાનું. આ ફિલ્મ માટે મારા હિસ્સાનું શુટીંગ ચાલુ મહિનામાં થવાનું છે. તેની સ્ક્રિપ્ટ પણ કમાલની છે. રાજુ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. ઘણા જ સરળ સ્વભાવના છે. તેમની સાથે કામ કરવું એક મોટી ઉપલબ્ધિ મનાય છે. અત્યારે આટલા બધા પ્રોજેક્ટ છે તેથી હું ઘણી ખૂશ છું ! લોકો કહી શકે છે કે હું સાતમા આસમાનમાં છું, પરંતુ મેં સફળતાને મારા માથા ઉપર ચઢવા દીધી નથી ! પબ્લીકનું ઘણું એટેન્શન મળી રહ્યું છે, પરંતુ આ મને અસહજ કરી રહ્યું છે. હું ખૂબ સામાન્ય છોકરી છું. આ જ રીતે જીંદગી જીવવા ઈચ્છું છું. હિરોઈનની જીંદગીને હું કેમેરા પછી છોડી દઉં છું !'' ટુંકમાં અનુષ્કા શર્મા પાસે વધુને વધુ સફળતા હાંસલ કરવાના તમામ ગુણો મોજુદ હોવાથી તેનું ભવિષ્ય ઘણું ઉજળું છે એમ કહી શકાય.
અનુષ્કાને હાલ ઘણી સારી ફિલ્મો મળી રહી છે. જો કે તેની સક્સેસનો પારો જોઇને બોલિવૂડની બીજી અભિનેત્રીઓ ઇર્ષા રાખે છે. અનુષ્કાને પંજાબી કુડી તરીકે દર્શકોએ જોઇએ છે.
અનુષ્કાને હાલ રિયલ ફિલ્મો કરવામાં વધુ રસ છે. અનુષ્કા શર્માનો બોલિવૂડમાં આવનારો સમય ગોલ્ડન રહેવાનો છે. વેલ અનુષ્કાની આવનારી ફિલ્મ જબ તક હે જાનમાં મુખ્ય અભિનેત્રી તરીકે ભૂમિકા ઓફર થઇ છે. તેનાથી તે ઘણી ઉત્સાહિત છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved