Last Update : 16-October-2012, Tuesday

 

અઠવાડિક ભવિષ્ય તા.૧૪-૧૦-૨૦૧૨ રવિવારથી તા.૨૦-૧૦-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)

 

શ્રાદ્ધપક્ષની સમાપ્તિ, આસો નવરાત્રિનો પ્રારંભ થવાથી સ્વર્ગસ્થ વડીલોના સ્મરણ પછી માતાજીની ભક્તિ, પૂજા, આરાધના, અનુષ્ઠાનમાં આપના હૃદય મનની પ્રસન્નતા, તન્મયતાની અનુભૂતિ અનુભવતા જાવ. નોકરી-ધંધાના કામકાજમાં વેગ આવતો જાય. પરંતુ પુત્રપૌત્રાદિક, પત્નીના પ્રશ્ને, આરોગ્યના પ્રશ્ને ચંિતા-ખર્ચ અનુભવાય. આપે પેટ, કમર, મસ્તક લગતી દર્દ પીડાથી તકલીફ અનુભવવી પડે. તા. ૧૪ ઓક્ટોબર રવિ, વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૧૫ સોમ સર્વપિત્રી અમાસે સ્વર્ગસ્થ વડીલોનું સ્મરણ થાય, દાનપુણ્ય થાય. ૧૬ મંગળ, આસો નવરાત્રિના પ્રારંભથી શક્તિપૂજા, ધર્મ-આઘ્યાત્મિકતામાં આનંદ અનુભવો. ૧૭ બુધ નોકરી-ધંધાના કામની ચંિતા રહે. ૧૮ ગુરૂ નવરાત્રિમાં સુદ ચોથનો ક્ષય કામકાજમાં મુશ્કેલ રખાવે. ૧૯ શુક્ર શારીરિક માનસિક અસ્વસ્થતા, બેચેની, ચંિતા. ૨૦ શનિ ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

તા. ૧૬ ઓક્ટોબરથી આસો નવરાત્રિ શરૂ થવાથી આપના રોજીંદા કામકાજમાં વધારો થાય. સગા સંબંધી, મિત્રવર્ગના કારણે ચંિતા-ખર્ચ રહે, બહાર જવા આવવાનું થાય પરંતુ શરદી, કફ, તાવથી સંભાળવું પડે. નોકરી-ધંધાનું કામકાજ કરો પરંતુ સુસ્તી, શ્રમ, થાક, બેચેની, અનિદ્રાના કારણે ધાર્યું કામકાજ થાય નહીં. મકાન બાંધકામના ધંધામાં, ટ્રાવેલ્સના ધંધામાં જાગૃતિ રાખવી પડે. પત્ની સાથે વિચારોમાં મતભેદ રહે. ગુસ્સો આવી જાય. તા. ૧૪ ઓક્ટોબર રવિ કામકાજમાં હળવાશ, રાહત રહે. ૧૫ સોમ સીઝનલ ધંધો, આવક થાય. ૧૬ મંગળ આસો નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય થાય. ૧૭ બુધ નોકરી ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ૧૮ ગુરૂ સુદ ચોથનો ક્ષય છે તેથી નોકરી ધંધાના કામમાં ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. ૧૯ શુક્ર માનસિક પરિતાપ રહે. શાંતિ રાખવી. ૨૦ શનિ પત્ની, સંતાનના પ્રશ્નમાં ચંિતા ખર્ચ.

 

મિથુન (ક.છ.ઘ.)

 

શ્રાદ્ધપક્ષની સમાપ્તિ અને આસો નવરાત્રિના પ્રારંભે સગા સંબંધી, મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા-ખર્ચ, કામકાજમાં રૂકાવટ, મુશ્કેલી અનુભવાય. પરંતુ જેમ જેમ નવરાત્રિ પસાર થાય તેમ તેમ નોકરી ધંધાના કામકાજમાં ચંિતા મુશ્કેલી હળવી થતી જાય. ધંધો-આવક શરૂ થાય વિલંબમાં પડેલ કામકાજ ઉકેલાતુ જાય. ધર્મકાર્યથી, આઘ્યાત્મિકતાથી હૃદય-મન પ્રફુલ્લિત રહે. સંતાનના આરોગ્યના પ્રશ્ને, સંતાનન બહાર જાય તો આપ ચંિતામાં રહો. તા. ૧૪ ઓક્ટોબર રવિ ચંિતા-બેચેની અનુભવો. ૧૫ સોમ સ્વર્ગસ્થ વડીલવર્ગનું સ્મરણ થાય. તેમના માટે દાનપુણ્ય થાય. ૧૬ મંગળ આસો નવરાત્રિના પ્રથમ નોરતે ધીરજ, શાંતિ રાખી પોતાનું તેમજ અન્યનું કામકાજ કરવું. ૧૭ બુધ નોકરી ધંધાના કામમાં પ્રગતિ જણાય. ૧૮ ગુરૂ ભાગિતિથી છે તેથી નોકરી ધંધામાં જાગૃતિ રાખવી. ૧૯ શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૦ શનિ આનંદ, ઉત્સાહ રહે, બહાર જવાનું થાય.

 

કર્ક (ડ.હ.)

 

તા. ૧૬ ઓક્ટોબરથી આસો નવરાત્રિનો પ્રારંભ થયા પછી જેમ જેમ દિવાળી સુધીનો સમય પસાર થાય તેમ તેમ તમારા નોકરી ધંધાના કામકાજ અંગે સ્થિરતા, એકગ્રતા, શાંતિ જણાય નહીં. એક ચંિતા-ઉપાધિ હોય એટલામાં અન્ય ચંિતા ઉપાધિ આવવાના કારણે મુંઝવણ-મુશ્કેલી અનુભવો. ઘર-પરિવારના, કુટુંબીક કામકાજમાં, વ્યવહારિક, સામાજિક કામમાં મુશ્કેલી અનુભવો. પુત્રપૌત્રાદિકના પ્રશ્ને ચંિતા રહે. સાંસારિક જીવનમાં, ધર્મકાર્યમાં એકાગ્રતા જળવાય નહીં. તા. ૧૪ ઓક્ટોબર રવિ શાંતિથી દિવસ પસાર કરવો. ૧૫ સોમ યાત્રા પ્રવાસ મુલાકાતમાં, વાણી ચલાવવામાં સંભાળવું. ૧૬ મંગળ આસો નવરાત્રિના પ્રારંભે ચંિતા-ઉચાટ રહે. ૧૭ બુધ હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ૧૮ ગુરૂ નોકરી-ધંધાના પ્રશ્ને, સંતાનના પ્રશ્ને ચંિતા. ૧૯ શુક્ર વાણીમાં મીઠાસ, વ્યવહારમાં નમ્રતા રાખવી પડે. ૨૦ શનિ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે.

 

સંિહ (મ.ટ.)

 

તા. ૧૬ ઓક્ટોબરથી આસો નવરાત્રિ શરૂ થતાં આપને નોકરી ધંધાના કામમાં પ્રગતિ જણાય. સીઝનલ ધંધો, આવક શરૂ થાય. નવરાત્રિ દરમ્યાન ધર્મકાર્યથી, આઘ્યાત્મિક્તાથી આપ આનંદ અનુભવો. હૃદય-મનની શાંતિ જણાય. પરંતુ અન્યના કારણો આશ્રય અપયશ વિવાદના ભોગ ન બને તેની તકેદારી રાખવી. મિત્રવર્ગમાં વાતવાતમાં ગેરસમજ, મનદુઃખ થાય. નોકર-ચાકર, કારીગરવર્ગના પ્રશ્ને ચંિતા રહે. તા. ૧૪ ઓક્ટોબર રવિ વધારાનું કામ થાય. ૧૫ સોમ સ્વર્ગસ્થ વડીલોના સ્મરણાર્થે દાન્યપુણ્ય થાય. ૧૬ મંગળ આસો નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય, આઘ્યાત્મિકતાથી હૃદય-મનને શાંતિ-હળવાશ અનુભવાય. ૧૭ બુધ નોકરી ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ૧૮ ગુરૂ ભાગિતિથિના કારણે કામકાજમાં રૂકાવટ, વિલંબ થાય. ૧૯ શુક્ર હૃદય-મનને ઉચાટ, ઉદ્વેગ રહે. ૨૦ શનિ પુત્રપૌત્રાદિકના કામમાં સાનુકુળતા, આનંદ રહે.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

આસો નવરાત્રિ તા. ૧૬ ઓક્ટોબરે શરૂ થતાં આપ ભક્તિ-પૂજા-આઘ્યાત્મિકતામાં આનંદ અનુભવો. પરંતુ કૌટુંબિક પ્રશ્ને, નોકરી ધંધાના પ્રશ્ને તેમજ નાણાંકીય પ્રશ્ને આપને ચંિતા-મુંઝવણ-મુશ્કેલી અનુભવાય. પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચંિતામાં રહો. વાતવાતમાં મનદુઃખ થાય, ગેરસમજ થાય. આંખમાં, ખાવામાં, દર્દપીડાથી સંભાળવું. નોકરી, ધંધામાં નાણાંકીય કે અન્ય જવાબદારીવાળા કામમાં સાવધાની રાખવી. રસ્તામાં આવતા-જતા પૈસા, પાકીટ, મોબાઈલનું ઘ્યાન રાખવું. તા. ૧૪ ઓક્ટોબર રવિ માનસિક પરિતાપ, વ્યગ્રતા રહે. ૧૫ સોમ શાંતિથી કામકાજ કરવું. ૧૬ મંગળ આસો નવરાત્રિના પ્રારંભે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ધર્મકાર્યથી આનંદ. ૧૭ બુધ કામકાજમાં સનુકૂળતા, પ્રગતિ. ૧૮ ગુરૂ ભાગિતિથિએ નોકરી, ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૧૯ શુક્ર રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. ૨૦ શનિ સગા સંબંધી મિત્ર વર્ગથી ચંિતા, બેેચેની રહે.

 

તુલા (ર.ત.)

 

શ્રાદ્ધપક્ષની સમાપ્તિએ તેમજ આસો માહિનાની નવરાત્રિના પ્રારંભે માનસિક પરિતાપ ઉશ્કેરાટ, ગુસ્સો જણાય પરંતુ જેમ જેમ નવરાત્રિ પસાર થાય તેમ તેમ ધર્મકાર્ય, આઘ્યાત્મિકતાથી તમે આનંદ અનુભવતા જાવ, હૃદય-મનની શાંતિ જણાય. નોકરી-ધંધાનું વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય. પરંતુ વિચારો, અનંિદ્રા રહે. મસ્તક, ગરદન, આંખમાં દર્દપીડા અનુભવાય. મિત્રવર્ગના વ્યવહાર, સંબંધીમાંની નિકટતા તમારી વિકટતામાં વધારો કરે. તા. ૧૪ ઓક્ટોબર રવિ ચંિતા, ખર્ચ, ઉદ્વેગમાં ઉચાટમાં રહો. ૧૫ સોમ નોકરી ધંધામાં નુકસાની, વિવાદથી સંભાળવું. ૧૬ મંગળ આસો નવરાત્રિના પ્રારંભે ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કર્યા વગર શાંતિ રાખવી. ૧૭ બુધ નોકરી, ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૧૮ ગુરૂ તિથિ ક્ષયના કારણે જોખમી નિર્ણય કરવો નહીં. ૧૯ શુક્ર વિલંબમાં પડેલા કામ અંગે બહાર જવાનું થાય, ચર્ચા વિચારણા થાય. ૨૦ શનિ મિલન, મુલાકાત, યાત્રા પ્રવાસ, ધર્મકાર્ય થાય.

 

વૃશ્ચિક (ન.ય.)

 

શ્રાદ્ધપક્ષની સમાપ્તિએ તેમજ આસો માહિતીની નવરાત્રિના પ્રારંભે આપને શાંતિ, રાહત જણાય નહીં. એક ચંિતા, ઉપાધિમાં હોવ એટલામાં અન્ય ચંિતા ઉપાધિ આવવાના કારણે તકલીફ મુંઝવણમાં રહો. વડીલવર્ગના પ્રશ્ને, ઘર, પરિવાર, સંતાનના પ્રશ્ને તમારા રોજીંદા કામમાં, ધર્મકાર્યમાં એકગ્રતા, શાંતિ જણાય નહીં. નોકરી-ધંધાના કામકાજમાં વિવાદ, નુકસાન, અપયશથી સંભાળવું. હરિફવર્ગના કારણે ધંધો, આવકને અસર પહોંચે. નફામાં ખોટ કરીને ધંધો કરવો પડે. તા. ૧૪ ઓક્ટોબર રવિ રોજીંદા કામ ઉપરાંત અન્ય કામ થાય. ૧૫ સોમ સર્વપિત્રી અમાસે ખર્ચ ખરીદી થાય, ચંિતા રહે. ૧૬ મંગળ આસો નવરાત્રિના પ્રારંભે નકારાત્મક વિચારો ચંિતામાં રહો. ૧૭ બુધ નોકરી ધંધામાં નુકસાન વિવાદથી સંભાળવું. ૧૮ ગુરૂ ભાતિતિથિ હોવાથી જોખમ કરવું નહીં. ૧૯ શુક્ર હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૨૦ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ધંધો આવક થાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

શ્રાદ્ધપક્ષની સમાપ્તિ અને આસો મહિનાની નવરાત્રિના પ્રારંભે નાણાંકીય પ્રશ્ને, પુત્રપૌત્રાદિકના પ્રશ્ને, પૈસા, પાકીટ, મોબાઈલ, વાહનના પ્રશ્ને, ચંિતા, ખર્ચ, વિવાદથી સંભાળવું. નુકસાન થાય તેવી ેબેકાળજી રાખવી નહીં તેમજ જોખમી નિર્ણયો કરવા નહીં. ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ઈલેક્ટ્રીકના, કબાટ, કાપડના, અનાજ, કરીયાણાના તેમજ પ્લાસ્ટિકના, લાકડાના વેપાર ધંધામાં સંભાળવું. ઈન્કમટેક્ષ, સેલટેક્ષ કે અન્ય ખાતાકીય તપાસ વગેરેમાં જાગૃતિ રાખવી. સરકારી નોકરી હોય તેમને શાંતિ રાહત જણાય નહીં. બેંકની નોકરી હોય તેમણે સાવધાની રાખવી. તા. ૧૪ ઓક્ટોબર રવિ સાધારણ. ૧૫ સોમ સર્વપિત્રી અમાસે સ્વર્ગસ્થ વડીલો માટે દાનપુણ્ય થાય. ૧૬ મંગળ આસો નવરાત્રિના પ્રારંભે ઉતાવળ કર્યા વગર શાંતિથી કામકાજ કરવું. ૧૭ બુધ શેરોમા, નોકરી ધંધાના, પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચંિતા. ૧૮ ગુરૂ ભાગિતિથિએ નોકરી ધંધામાં ચંિતા, નુકસાન, ઉદ્વેગ. ૧૯. શુક્ર શારીરિક, માનસિક અસ્વસ્થતા તકલીફ. ૨૦ શનિ ઘર-પરિવાર સંતાનના કામમાં ઘ્યાન આપવું પડે.

 

મકર (ખ.જ.)

 

આસો મહિનાની નવરાત્રિના પ્રારંભથી ધર્મકાર્ય, આઘ્યાત્મિકતાથી આનંદ રહે. નોકરી ધંધાના કામની વ્યસ્તામાં વધારો થાય. પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. ખર્ચ ખરીદી થાય. પરંતુ ભાગીદારીવાળા ધંધામાં, અન્ય કામકાજમાં, સીઝનલ ભાગીદારવાળા વ્યવસાયમાં તકલીફ અનુભવાય. વડીલવર્ગના આરોગ્ય અંગે ચંિતા રહે. કમરની તકલીફ, પેટની તકલીફથી સંભાળવું પડે. બીપીની વધઘટમાં બેદરકારી રાખવી નહીં. મિત્રવર્ગ કે આડોશ પાડોશમાં વાતચીત દરમ્યાન સાવધાની રાખવી. તા. ૧૪ ઓક્ટોબર રવિ, વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. ૧૫ સોમ સર્વપિત્રી અમાસે શાંતિથી કામકાજ કરવું. ૧૬ મંગળ આસો નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય થાય પરંતુ ઉતાવળ કર્યા વગર શાંતિથી કામકાજ કરવું. ૧૭ બુધ નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૧૮ ગુરૂ ભાગિતિથિએ ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૧૯ શુક્ર પુત્ર પૌત્રાદિકનું ઘ્યાન રાખવું પડે. ૨૦ શનિ હરોફરો, કામકાજ કરો પરંતુ સંતાન, પરિવારની ચંિતા રહે.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

આસો મહિનાની નવરાત્રિના પ્રારંભથી જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ નોકરી ધંધાના કામમાં ચંિતા-મુંઝવણ ઓછી થાય. ધંધો આવક શરૂ થાય. નવા કામ મેળવવામાં સાનુકુળતા રહે. જુના-નવા સંબંધોથી ફાયદો-લાભ થાય. શારીરિક-માનસિક સ્વસ્થતામાં સુધારો થાય. પરંતુ શ્રાદ્ધપક્ષની સમાપ્તિએ નિકટના સ્વજન સ્નેહી મિત્રવર્ગની ચંિતા અનુભવાય. પત્નીના આરોગ્ય કે સ્વભાવના કારણે આપ ચંિતા મુશ્કેલી અનુભવો. તા. ૧૪ ઓક્ટોબર રવિ આકસ્મિક ચંિતા ઉપાધિ. ૧૫ સોમ સર્વપિત્રી અમાવાસ્યાએ શારીરિક માનસિક તેમજ સગા સંબંધી, મિત્રવર્ગોથી ચંિતા, તકલીફ. ૧૬ મંગળ આસો નવરાત્રિના પ્રારંભે તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. ૧૭ બુધ ચંિતા, વ્યથા હળવી થતી જાય. ૧૮ ગુરૂ નોકરી ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૧૯ શુક્ર વિવાદથી દૂર રહેવું. અન્યના કારણે તમારું કામ વિલંબમાં પડે. ૨૦ શનિ કામકાજમાં પ્રગતિ, ફાયદો લાભ જણાય.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

આસો નવરાત્રિના પ્રારંભે તુલા સંક્રાંતિનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી આપને આગામી ત્રીસ દિવસ શારીરિક, માનસિક, અસ્વસ્થતા, તકલીફમાં પસાર કરવા પડે. નોકરીમાં, ધંધામાં જાગૃતિ સાવધાની રાખવી. નુકસાન, વિવાદ, તપાસ, શિક્ષા, દંડ થાય તેવા કોઈ નિર્ણય કામ કરવા નહી. સરકારી, રાજકીય, કાનૂની કામમાં, પોલીસ કાર્યવાહીમાં ફસામણી થાય નહીં તેનું ઘ્યાન રાખવું. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું. સાસરીપક્ષ કે મોસાળપક્ષમાં વિચારી ચંિતાનું આવાણ આવી જાય. સીઝનલ ધંધામાં કાયમી ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. તા. ૧૪ ઓક્ટોબર રવિ કામકાજની વ્યસ્તતા રહે. ૧૫ સોમ સર્વપિત્રી અમાસે સ્વર્ગસ્થ વડીલોની સ્મૃતિમાં દાનપુણ્ય થાય. ૧૬ મંગળ આસો નવરાત્રિના પ્રારંભથી આપના રોજીંદા કામકાજમાં જાગૃતિ રાખવી. ૧૭ બુધ તન, મન, ધનથી, વાહનથી સંભાળવું. ૧૮ ગુરૂ કામકાજમાં રૂકાવટ, મુશ્કેલ. ૧૯ શુક્ર યાત્રા પ્રવાસ, મુલાકાતમાં, નોકરી ધંધાની મુલાકાતમાં સાવધાની રાખવી. ૨૦ શનિ સ્વજન, સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય.

[Top]
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved