Last Update : 16-October-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૬-૧૦-૨૦૧૨, મંગળવાર
આસો સુદ એકમ- આજથી નવરાત્રિનો પ્રારંભ
નવરાત્રિમાં સુદ ચોથનો ક્ષય છે.
તુલામાં સૂર્ય / મંગળવારથી માસારંભ- અગ્નિભય ?

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત,કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૬ મિ. (સૂ) ૭ ક. ૨૪ મિ. (મું) ૭ ક. ૨૨ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ચિત્રા સવારના ૬ ક. ૪૪ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર ૨૮ ક. ૧૧ મિ. સુધી ત્યાર પછી વિશાખા.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- તુલામાં ૨૯ ક. ૫૨ મિ. થી., મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-તુલા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ. આ. ૨૪
માસ-તિથિ-વાર ઃ- આસો સુદ એકમને મંગળવાર.
- આજથી નવરાત્રિનો પ્રારંભ. ઘટસ્થાપન.
- ચંદ્રદર્શન, માતામહ-શ્રાધ્ધ. યજ્ઞાનારાયણ ઇષ્ટિયાગ.
- સૂર્ય તુલામાં રાત્રે ૨૯ ક. ૫૨ મિ.થી.
- મંગળવારથી માસારંભ, મંગળવારી સમાવાસ્યા અશુભ સંકેત ?
- નવ વિલાસ આરંભ, અંકુરારોપણ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૨૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૩૦ રોજ અનેશન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ મા નવદુર્ગાના પર્વનો પ્રારંભ આનંદ-ઉત્સાહમાં કરી શકો. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછી થતી જાય.

 

 

વૃષભ ઃ ઉપરી વર્ગ- સહકાર્યકરવર્ગના સાથ સહકારથી આપના રુકાવટ- વિલંબમાં અટવાઇ પડેલા કામનો ઉકેલ લાવી શકો. ખર્ચ-ખરીદી થાય.

 

મિથુન ઃ કૌટુંબિક - પારિવારિક સામાજિક વ્યવહારિક કામકાજ અંગે ખર્ચ - ખરીદી અનુભવાય. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

 

કર્ક ઃ માનસિક પરિતાપ છતાં આપે કામમાં વ્યસ્ત રહેવું પડે. આપની ધારણા પ્રમાણેનું કામ ન થવાથી ચિંતા - વ્યગ્રતા અનુભવો.

 

સિંહ ઃ ધર્મકાર્ય- શુભકાર્ય થવાથી આપના હૃદય-મન પ્રસન્નતા અનુભવે. દેશ પરદેશના કામકાજમાં સાનુકુળતા જણાય.

 

કન્યા ઃ નોકરી-ધંધાની સાથે કૌટુંબિક પારિવારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ શ્રમ ખર્ચ અનુભવાય. પરંતુ તેનો આનંદ રહે.

 

તુલા ઃ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપન ેરાહત થતી જાય. તેમ છતાં આપે કામકાજમાં ઉતાવળ કરવી નહીં.

 

વૃશ્ચિક ઃ ધર્મકાર્ય- શુભકાર્યના કામમાં ખર્ચ ખરીદી અનુભવાય. પરંતુ તેનો આનંદ રહે. પરદેશની કાર્યવાહીમાં પ્રગતિ જણાય.

 

ધન ઃ આપના કામમાં સાનુકુળતા રહેવાથી કાર્ય કરવાનો ઉત્સાહ વધે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક થાય.

 

મકર ઃ નોકરી-ધંધાકીય કામકાજ અંગે બહાર જવાનું બને. જમીન મકાન વાહનની લે વેચના ધંધામાં સાનુકુળતા જણાય. લાભ ફાયદો થાય.

 

કુંભ ઃ દિવસ દરમ્યાન ધાર્મિક- સામાજિક શુભકાર્ય થવાથી આપને આનંદ થાય. નવું કોઇ કામ વિચારતા હોવ તો તેમાં પ્રગતિ જણાય.

 

મીન ઃ આપને સુસ્તી - બેચેની જેવું લાગ્યા કરે, તેમ છતાં કામમાં વ્યસ્ત રહેવું પડે. વધુ પડતી દોડધામ - શ્રમના લીધે થાક અનુભવાય.

 

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૬-૧૦-૨૦૧૨, મંગળવાર

 


વર્ષ દરમ્યાન આપે આરોગ્યની બાબતમાં કાળજી રાખીને કામ કરવું. વધુ પડતા કામનો બોજ, ચિંતા પરેશાની, દોડધામ, શ્રમ, અવ્યવસ્થિત જીવન આપના સ્વાસ્થ્યનો ભોગ ના લે તેની તકેદારી આપે સ્વયં રાખવી પડશે. નોકરી-ધંધામાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનારાનો સામનો કરવો પડે. સહકાર્યકરવર્ગ નોકર-ચાકરવર્ગનો જોઈએ તેવો અને ત્યારે સહકાર ના મળતા આપના કામમાં વિલંબ અનુભવાય. તેમ છતાં પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં મક્કમ રહીને રસ્તો કાઢી આગળ વધી શકો. પેટ પેઢુની તકલીફ અનુભવાય. સ્ત્રીવર્ગને પતિ-સંતાનની ચિંતા અનુભવાય. વિદ્યાર્થીબંધુને પરીક્ષા સમયે બિમારી-અકસ્માતથી સંભાળવું પડે.

 

સુપ્રભાતમ્

યુદ્ધ ન કરવામાં પણ પોતાનું કંઈ હિત નથી એમ રાજાને ખાતરી થાય ત્યારે તે યુદ્ધ કરતાં કરતાં શત્રુની સાથે મરણ પામે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

નવી બાઈક લઈને આવેલા છગનને મગનને કહ્યું, ‘‘ચાલો, આપણે રેસ લગાવીએ...’’
‘‘ભલે’’, છગન બોલ્યો, ‘‘હારે એ બે હજાર રૂપિયા ભાઈબંધો વચ્ચે વાપરે...’’ થોડી સેકન્ડમાં એ બોલ્યો, ‘‘પણ મને રસ્તાની નથી ખબર.’’
‘‘કંઈ વાંધો નહીં’’, મગન બોલ્યો, ‘‘તું મારી પાછળ પાછળ આવજે...’’
‘‘હા, છગને કહ્યું, એ બરોબર છે.’’

[Top]
 

આજ ની રેસીપી

દશેરા-દિવાળીનાં અવનવાં મીઠાઈ-ફરસાણની મિજબાની

માવા ટોસ્ટ

 


સામગ્રી ઃ ૭-૮ બ્રેડની સ્લાઈસ, ૧ વાટકી છીણલો માવો, ૧ વાટકી બાફેલી સમારેલી પાલક,થોડા વાટેલા મરી, ૨ ચમચા ટામેટાનો સોસ, ૨ ટામેટા, ૧ ચમચો માખણ, ૧/૨ ચમચી મીઠું.

 

રીત ઃ બ્રેડની સ્લાઈસને ગોળ કાપી લો. સ્લાઈસ પર થોડું મોખણ લગાવો. પાલક અને ટામેટાનો સોસ મિક્સ કરીને સ્લાઈસ પર લગાવી દો. માવો ભભરાવી દો. વાટેલા મરી નાખી બેક કરો. ટામેટાં કાપીને સજાવો અને ફરી બેક કરી પીરસો.

[Top]
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved