Last Update : 15-October-2012, Monday

 

પરમકૃપાળુ પ્રભુનું 'બેલેન્સ'...!

- મન્નુ શેખચલ્લી

એક દિવસ એક ભક્તે ભગવાનને સવાલ કર્યો ઃ ''હે ભગવાન! આ દુનિયામાં આટલી પીડા, આટલું દુઃખ અને આટલી બધી અસમાનતા શા માટે છે? શું તમે જ આ દુનિયાનું સર્જન કર્યું છે? અને જો કર્યું હોય તો આવું સર્જન કેમ કર્યું?''
જવાબમાં પ્રભુ મંદ મંદ સ્મિત વેરતાં બોલ્યા ઃ ''હે ભક્ત! દુનિયાને જરા ધ્યાનથી જો. અહીં જો દુઃખ છે તો સુખ પણ છે. અંધકાર છે તો પ્રકાશ પણ છે. તરસ છે તો પાણી પણ છે. ભૂખ છે તો અન્ન પણ છે. હતાશા છે તો આશા પણ છે અને અન્યાય છે તો ન્યાય પણ છે. મેં આખું જગત 'બેલેન્સ'ના એટલે કે 'સમતુલા'ના નિયમથી બનાવ્યું છે.''
ભક્ત કહે છે ''પ્રભુ! તમે બોલો છો તે થોડું થોડું સમજાય છે પણ આ 'બેલેન્સ'ની વાત બરોબર સમજાઈ નહિ.''
પ્રભુ ફરી મંદ મંદ સ્મિત કરતાં બોલ્યા ''ભક્ત, ધ્યાનથી સાંભળ! જ્યારે મેં તારા ભારત દેશની રચના કરી ત્યારે એ જ વાતને ધ્યાનમાં રાખી હતી. મેં અહીં ભવ્ય હિમાલયનું સર્જન કર્યું, અમૃત જેવું પાણી આપતી નદીઓની રચના કરી, ભારતની ધરતીના પેટાળમાં સોનાથી યે વધુ કિંમતી એવાં ખનિજોનો ભંડાર ભર્યો. ભારતની હવામાં અત્યંત શુધ્ધ અને સાત્વિક પ્રાણ પૂર્યા. ભારતના લોકોનું સર્જન પણ મેં એટલી જ ખુબીથી કર્યું. ભારતના લોકોને મેં ભક્તિવાન, બુદ્ધિવાન, મહેનતુ, ઈમાનદાર, ભોળા અને ખુબજ લાગણીશીલ સ્વભાવના બનાવ્યા. મેં ભારતમાં ચારે તરફ હરિયાળી ઉગાડી. શિયાળામાં શીતળતા, ઉનાળામાં ઉષ્ણતા અને ચોમાસામાં વારિવૃષ્ટિ નિયમિત રીતે થાય તેવાં ઋતુચક્ર ગોઠવ્યાં. ભારત દેશમાં ધનના ઢગલા થાય અને સૌ સમૃધ્ધ સુખી અને આનંદિત રહે એવી તમામ વ્યવસ્થાઓ કરી...''
ભક્ત ભગવાનની આ લાંબી લાંબી વાતોની વચ્ચે અચાનક બોલી ઉઠયો ઃ ''એ બધું તો બરોબર પણ આમાં 'બેલેન્સ'ની વાત ક્યાં આવી?''
પ્રભુ ફરી મંદ મંદ સ્મિત કરીને બોલ્યા ''એ જ જોવાનું છે ને! બેલેન્સ જાળવવા માટે મેં ભારતમાં 'નેતાઓ' બનાવ્યા...''
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved