Last Update : 15-October-2012, Monday

 

છોટા શહર, બડી રાત
નાનાં શહેરોને પણ 'રોકિંગ નાઇટલાઇફ'નો ચસ્કો લાગ્યો છે

મોટા ભાગે વીક-એન્ડમાં યોજાતી બોલિવૂડ સ્પેશ્યલ પાર્ટી, ડીજે નાઇટ, પૂલ પાર્ટી અને થીમ પાર્ટીનું ચલણ મેટ્રો શહેરો પૂરતું જ સીમિત નથી રહ્યું

 

'વર્ક હાર્ડ, પાર્ટી હાર્ડર'નો નિયમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વર્ષોથી છે. સોમથી શુક્રમાં જાણે વીક-એન્ડ માટે એક પછી એક વિઘ્નને પાર કરવામાં આવતા હોય એ રીતે લોકો કામ કરતા હોય છે અને જેવો શનિવાર આવે એટલે સ્પ્રિંગ બમણા જોરથી ઉછળતી જોવા મળે છે. ભારતમાં પણ દિલ્હી, મુંબઈ, બેન્ગલોર, પુણે, કલકત્તા જેવા શહેરોમાં કોર્પોરેટ કલ્ચર જેમ-જેમ વધતું ગયું એમ આ 'પ્રેશર રિલીવિંગ' ઉપાયોને વધાવી લેવામાં આવ્યા હતા. ડિસ્કો થેક, લાઉન્જ કે નાઇટક્લબની સાથે-સાથે પ્રાઇવેટ પાર્ટીઓને યુવાનો પુરજોશથી માણતા રહ્યા છે. એમાં પણ અમુક થીમ પરથી પ્રેરિત પાર્ટીઓ અને પૂલ પાર્ટી, બોલીવુડ નાઇટ, ડીજે નાઇટ મહત્તમ વોલ્યુમે વાગતા સ્પીકરો અને રંગબેરંગી લાઇટિંગ પર મનમૂકીને કોઈ પણ ધૂન પર કલાકો સુધી થિરકવા યુવાનોની તત્પરતા એકંદરે વધતી જ રહી છે. આ પ્રકારની તમામ પાર્ટીઓને મેટ્રો શહેરોમાં તો માણવામાં આવતી જ હતી, પણ હવે ધીમે-ધીમે નાના શહેરોમાં પણ એનો પગપસારો ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. લુધિયાણા, કોઇમ્બતુર, મૈસૂર, શિલોંગ,રાયપુર, કાનપુર વગેરે જેવા શહેરોમાં પણ નાઇટક્લબનું ચલણ હવે ફક્ત જૂજ શોખીનો પૂરતું જ નથી રહ્યું.
યુવાનો માટે કેફે કોફી ડે, બરિસ્તા કે સ્થાનિક અડ્ડાઓ તો દિવસના સમયે જ ઉપયોગી હોય છે.થોડા સમય પહેલાં મોટા ભાગના નાના શહેરોમાં નાઇટલાઇફને મિત્રો કે ઓફિસના સહકર્મચારીઓ પૂરતી જ ગણવામાં આવતી. જોકે મેટ્રો શહેરોમાં જે રીતે વીક-એન્ડમાં સોથી ત્રણસો માણસો માટેની પાર્ટીઓનું આયોજન થતું હોય છે એને ધ્યાનમાં રાખીને આ નાના શહેરોમાં પણ સાહસ કરવામાં આવ્યું હતું. એકંદરે આ સાહસને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળ્યો અને આંગળીના વેઢે ગણાતા પાર્ટીના સ્થળોમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એવા સંજોગો છે કે મેટ્રો શહેરોમાં જ્યારે 'પાર્ટી એનિમલ્સ' ગણાતા યુવાનો પણ ઘર તરફ પ્રયાણ કરતા હોય ત્યારે આ શહેરના યુવાનો તો હજી મૂડમાં આવતા હોય છે. 'ધુઆં' નામનું નાઇટક્લબ અત્યારે શહેરના યુવાનોમાં ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. એકથી વધુ પાર્ટીના આયોજન માટે સક્ષમ આ નાઇટક્લબમાં રાતના બે વાગ્યે પણ જાણે સાંજના સાત વાગ્યા હોય એવો માહોલ શનિવારે તો ખાસ જોવા મળતો હોય છે.
મોંઘીદાટ કાર, વિદેશોથી મંગાવેલા પર્ફ્યુમ અને બ્રાન્ડેડ કપડાંમાં સજ્જ યુવાનો વિદેશી આલ્કોહોલની અવિરત સેવા તથા બોલીવુડ કે પોપ પ્રત્યેના અનહદ પ્રેમને કારણે એ જ સાબિત કરે છે કે તેમને દિલ્હી કે મુંબઈનો અનુભવ તેમના શહેરમાં જ મળી રહ્યો છે. ભારતના 'લેધર સિટી' તરીકે જાણીતા આ શહેરના યુવાનો માટે પૈસો કોઈ અવરોધરૃપ ન હોય એવું આ પાર્ટીઓની સંખ્યાથી જોવા મળે છે. શહેરની બહાર આવેલા ફાર્મહાઉસ કરતા વચ્ચોવચ્ચ આવેલા નાઇટક્લબમાં પાર્ટીઓનું આયોજન થતું હોય છે અને ફક્ત નાઇટક્લબના બૂકિંગના જ અઢી લાખ રૃપિયા થતા હોવા છતાં શનિવાર ભાગ્યે જ ખાલી જતો હશે.
શહેરનો સર્વશ્રેષ્ઠ ગણવામાં આવતો ડીજે એક પર્ફોર્મન્સના ૫૦ હજાર રૃપિયા લે છે. તેણે સ્વીકાર્યું છે કે શહેરમાં એવી પાર્ટીમાં પણ પર્ફોર્મન્સ આપ્યું છે જેમાં એક જ રાતમાં કુલ દસ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. શહેરનું મનપસંદ નાઇટક્લબ 'ધુઆં' ૨૩ વર્ષીય યુવતીનું છે અને યુવાનોના 'ટેસ્ટ'ને અનુરૃપ તમામ સુવિધાઓ તેણે આપી છે.
પંજાબનું લુધિયાણા પણ આવું જ એક ઉદાહરણ છે. અમુક વર્ષ પહેલાં વિદેશ ભણવા ગયેલા યુવાનો હવે જ્યારે શહેરમાં પાછા આવ્યા છે ત્યારે થયેલા ફેરફારોથી એટલા અહોભાવમાં આવી ગયા છે કે વિદેશના શહેરો સાથે એની સરખામણી કરવા લાગ્યા છે. ટૂંકા રસ્તા અને જબરદસ્ત ટ્રાફિકની વચ્ચે પણ યુવાનો રસ્તો કાઢી શહેરના વ્યસ્ત વિસ્તારોમાં આવેલા નાઇટક્લબમાં પહોંચી જતા હોય છે.
'બાર ૧૪૮' નામનું નાઇટક્લબ ઘણું પ્રખ્યાત છે. ફક્ત જોડીઓમાં જ પ્રવેશ આપતા આ નાઇટક્લબ પ્રત્યે યુવાનોનું આકર્ષણ એક બાબતે તો જરૃર છે કે પ્રેમિકા કે પત્નીને સાથે લઈ જવામાં તેમને કોઈ સંકોચ નથી હોતો. છોકરાઓના ગુ્રપની છેડતી કે ધુમ્રપાન અને ડ્રિન્ક કરતી યુવતીઓ પ્રત્યે ઘૃણાની નજર કરનારાંની ગેરહાજરીને કારણે આ જગ્યા જોડીઓથી ભરપૂર હોય છે. પંજાબી સંગીત તો આ યુવાનો માટે ધોરીનસ છે અને જાણીતા ગાયકોની હાજરીમાં થતા કોન્સર્ટ્સ પણ એક અલગ જ આકર્ષણ હોય છે.
જોકે આ પ્રકારની પાર્ટીઓ કરવામાં યુવાનોને તો કોઈ તકલીફ નથી હોતી, પણ સંસ્કૃતિ સાથે થતા ચેડાં ગણાવી પોતાના શહેર અને સમાજને 'આદર્શ' સમજતા 'આદર્શ' નાગરિકો અને નગરસેવકો આનો છડેચોક વિરોધ કરી રહ્યા હોવાનું પણ જોવા મળ્યું છે. છત્તીસગઢના પાટનગર રાયપુરમાં આવેલી એક ફાઇવસ્ટર હોટેલમાં થોડા સમય પહેલાં એક પૂલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીનું વાતાવરણ અને યુવાનોનો જુસ્સો તો કંઈ ઘરમાં યોજેલી પૂજા જેવો તો ન જ હોય, એટલે 'મોરલ પોલીસ'ની કહેવાતી ત્રીજી આંખમાંથી અગનજ્વાળાઓ નીકળી હતી. શહેરના મેયર કિરણમયી નાયકે આ પાર્ટીને 'ઘટિયા ઔર વાહિયાત' ગણાવી દીધી હતી અને કહ્યું હતું 'કપડાંથી અંશતઃ ઢંકાયેલી યુવતીઓના આલ્કોહોલનું સેવન કરતા અને ધુમ્રપાન કરતા ફોટોગ્રાફ પાડવામાં આવ્યા હતા. મુંબઈ અને નાગપુરથી ડાન્સરો બોલાવવામાં આવી હતી. આ બધું છત્તીસગઢની સંસ્કૃતિમાં સમાયેલું નથી.' મિડિયાએ પણ આ કિસ્સાને વખોડી કાઢ્યું હતું. કલેક્ટરે ફરમાન આપી દીધું હતું કે રાતના દસ વાગ્યા પછી બાર કે પબમાં રીતસર કર્ફ્યુ લાગી જવા જોઈએ તથા પૂલ પાર્ટી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
આ નિર્ણયથી બે ભાગ પડી ગયા હતા એ તો ચોક્કસ હતું. આ નિર્ણયો ભવિષ્ય માટે ઘણા ભયજનક ગણાવનારા ઘણા હતા. નાઇટક્લબ, મોલ કે ફાઇવસ્ટાર હોટેલો શા માટે લાવવામાં આવી હતી એવા સવાલો અમુક યુવાનોએ કર્યા હતા. દસ લાખથી વધુ વસ્તી ધરાવતા આ શહેરમાં જોકે લાદવામાં આવેલા પ્રતિબંધથી કોઈ ફરક ન પડયો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે અને એક નહીં તો બીજી રીતે યુવાનો પોતાની રીતે પાર્ટી મણાવતા જ રહ્યા છે.
જોકે વચ્ચેનો રસ્તો કોઇમ્બતુરમાં જોવા મળ્યો છે. રાતના બાર વાગ્યા સુધી જ નાઇટક્લબ ચલાવવાની અનુમતિ આપવામાં આવી છે. યુવાનો પણ આ સમયમર્યાદા સુધી બનતી મોજમજા માણી લે છે. ૯થી ૧૨ના શોની જેમ જ યુવાનો ત્રણેક કલાક માટે ગુ્રપમાં કે જોડીદાર સાથે શહેરના જાણીતા નાઇટક્લબમાં પહોંચી જતા હોય છે. આ સમયમર્યાદાને કારણે ફક્ત શનિ-રવિ જ નહીં, પણ અન્ય દિવસોમાં પણ પાર્ટીઓ યોજાતી હોય છે અને યુવાનોને આકર્ષવા જુદી-જુદી થીમ રાખવામાં આવતી હોય છે. ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયના પાટનગર શિલોંગમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જ છે. સોમથી શુક્રમાં દસ વાગ્યા સુધીની મર્યાદા રાખવામાં આવતી હોય છે, પરંતુ શનિ-રવિ પૂરતા મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી પાર્ટી માણવા દેવામાં આવે છે. આ રીતે વીક-એન્ડની મજા પણ રહે અને બાકીના દિવસોમાં દૂષણ ન રહે એની પૂરતી કાળજી શહેરમાં રાખવામાં આવે છે.

Share |
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved