Last Update : 15-October-2012, Monday

 
અણ્ણા હઝારે સીધા સાદા ગામડીયા માણસ છે જેના નામે કેજરીવાલ ચરી ખાવા માંગતા હતા પછી રામદેવના નામે ચરી ખાવા માંગતા હતા
- કેજરીવાલની દાનત વડાપ્રધાન બનવાની નહીં કે રાષ્ટ્રપતિ બનવાની નહીં પણ બન્નેની ઉપર લોકપાલ બનવાની છે
- કેજરીવાલ કરોડો રૂપિયા ક્યાંથી લાવે છે અને કરોડો રૂપિયા ક્યાં વાપરે છે... એમણે અણ્ણાને રૂપિયા બે કરોડની લાંચ આપવાની ઓફર કરેલી !
- અરવિંદ ટીમના બધા જ સભ્યોને કેજરીવાલ પગાર આપે છે
- જાહેરખબરના ભાવે સમાચારો લેવરાવે છે... એ ભ્રષ્ટાચાર નહીં તો બીજું શું છે ?
- અણ્ણા અને કેજરીવાલ વિષે ‘‘નેટવર્ક’’ જે પહેલેથી એટલે દોઢ-બે વર્ષથી કહેલું હતું એ છેવટે સાચું પડ્યું અને ‘‘નેટવર્ક’’ને ગાળો દેનારા ભોંઠા પડ્યા
- નાસ્તા પાણી અને હરવા ફરવાના નામે કરોડો રૂપિયા ચાંઉ કરી રહેલા કેજરીવાલ
- આપણા દેશમાં અત્યારે ત્રણ સર્કસ ચાલે છે... એક મનમોહન સરકારનું છે, બીજું ભાજપનું છે અને ત્રીજું અરવંિદ કેજરીવાલનું !

શરૂઆત પહેલાં જ અંત!
હાલરડા પહેલાં જ મરશીયા!
એક જરૂરી પ્રવૃત્તિનું એના જ જન્મદાતાઓ દ્વારા ખૂન!
ભોળી જનતાના રૂપિયા વેડફીને પોતાની મહત્ત્વાકાંક્ષાઓ પાર પાડવાનું કાવતરું ! (ભાજપના એક મુખ્યપ્રધાન પણ આ જ કરે છે. જનતાના રૂપિયા વેડફીને પોતાની મહત્ત્વાકાંક્ષાઓ સિદ્ધ કરવી... કોના બાપની... ?)
દિલ્લીનું જંતરમંતર જાણે દેશભરમાં જંતરમંતર લાવી દેશે એવું આપણા દેશની ભોળી પ્રજામાં માનનારા ઘણા હતા.
જોકે જનતા તો ન માને એવી એ ભોળી કે મૂર્ખ હવે નથી રહી પરંતુ દાવો કરનારાઓમાં વિશ્વાસ મૂકનારા ઘણા હતા. કેટલાકે તો પોતાની કંિમતી વસ્તુઓ વેચીને એ કેજરીવાલ અને અણ્ણાને રૂપિયા મોકલેલા!
આટલું આટલું થઈ ગયું છતાં હજી પણ એવા ઘણા માણસો છે કે જેઓ ગયા વર્ષે ૨૦૧૧માં એપ્રિલમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ચાલુ થએલા જનલોકપાલ આંદોલનની માળા જપે છે! (એનું મૃત્યું થઈ ગયું હોવા છતાં)
આપણો દેશ રગેરગે ભ્રષ્ટાચારથી ભરેલો છે. આ ભ્રષ્ટાચારીઓએ ભગવાનને પણ ભ્રષ્ટાચારનો ભગવાન બનાવી દીધો છે.
એટલે ભ્રષ્ટાચારથી ત્રાસેલા આપણા દેશના કરોડો માનવીઓને હજી પણ વિશ્વાસ છે કે... ભ્રષ્ટાચાર વિરૂદ્ધનું આંદોલન ફરી જીવતું થશે. સામાન્ય જનતાની આ ભાવનાનો લાભ કેજરીવાલ લઈ રહ્યા છે. અણ્ણા હઝારેએ પોતાનું નામ કે ફોટો વાપરવાની કેજરીવાલને મનાઈ કરી તો કેજરીવાલે ‘‘મૈં અરવંિદ હૂં’’ એવા લખાણ વાળી ટોપીઓ પહેરાવીને કેટલાક ભાડુતી માણસો ઊભા કરેલા. એવી ટીકા થતા કેજરીવાલે તરત જ નવી ટોપીઓ બનાવરાવી જેની ઉપર લખેલું હતું, ‘‘મૈં આમ આદમી હૂં’’ બન્ને ટોપીવાળાઓને ટી.વી. ચેનલોમાં દેખાડેલા.
આટલા બધા રૂપિયા અરવંિદ કેજરીવાલ ક્યાંથી કાઢે છે? શું કરોડો રૂપિયાનું ફંડ જનતાએ આપ્યું છે? કે પછી પરદેશની બે-ચાર એનજીઓ કંપનીઓના એ કાળા નાણા છે? કેજરીવાલ આપણા દેશમાં ‘‘પબ્લીક કોઝ રિસર્ચ ફાઉન્ડેશન’’ નામની સંસ્થા ચલાવે છે. (નામ કેવું છેતરામણું રાખ્યું છે? આવા નામના કારણે એને દુનિયાભરમાંથી કરોડો રૂપિયા ઠલવાતા રહે છે. ગુજરાત અમદાવાદમાં પણ આવા છેતરામણા નામ રાખીને પરદેશમાં કરોડો રૂપિયા મેળવવાનું કૌભાંડ વર્ષોથી ચાલે છે. આવડવું જોઈએ.)
કેજરીવાલે આપણી જનતાની છેતરપીંડી કરવા ‘‘ઈન્ડિયા અગેઈન્સ્ટ કર્પશન’’ નામની એક બીજી સંસ્થા પણ બનાવી છે. અણ્ણા હઝારે બિચારા ભલાભોળા ગામડીયા. એટલે એ કેજરીવાલની ચાલમાં શરૂમાં એકદમ છેતરાઈ ગયા. પણ તરત જ ચેતી ગયા. એટલે એ દિલ્લીને પડતું મૂકીને સીધા પોતાના ગામ રાલેગાંવસિદ્ધિ દોડી ગયા. આવા રીસામણા મનામણા છેલ્લા દોઢ વર્ષમાં ઘણી વાર થયા. એ સમજી ગયા કે કેજરીવાલ એના નામનો ઉપયોગ કરીને ચરી ખાય છે. (ખરેખર તો, અણ્ણાએ આવા કેજરીવાલ વિરૂદ્ધ ઉપવાસ આંદોલન કરવું જોઈએ. પેલા રાજકારણીઓ, પ્રધાનો વગેરે ખુલ્લા છે. લુચ્ચા અને ઠગારા, કૌભાંડી તો આવા ‘‘ભ્રષ્ટાચાર’’ અને ‘‘કાળા નાણા’’ નામે ચરી ખાનારા છે. અણ્ણા હઝારેએ એમના પાપો ખુલ્લા કરવા જોઈએ.)
કેઝરીવાલની લુચ્ચાઈ જુઓ!
અણ્ણા કેજરીવાલ સાથેના સંબંધો તોડીને પોતાના ગામમાં ગયેલા. દરમ્યાનમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધના આંદોલનને રાજકીય પક્ષમાં ફેરવવાનું નક્કી થયું. (કેજરીવાલની દાનત પહેલાથી જ એ હતી. પણ એને ‘‘બેઈઝ’’ જોઈતો હતો. અણ્ણાએ એને એ બેઈઝ પૂરો પાડ્યો એટલે કેજરીવાલ ધીરેધીરે પોત પ્રકાશતા ગયા અને માથે ચઢી બેસવા લાગ્યા. એટલે અણ્ણાને મનાવવા આ વખતે કેજરીવાલ રૂપિયા ૨,૦૦,૦૦,૦૦૦નો ચેક લઈને અણ્ણાને આપવા ગયેલા. અણ્ણા એમ તો એ પૈસા ન લે એટલે કેજરીવાલે બહાનું કાઢ્‌યું કે, ‘‘ઈન્ડીયા અગેઈન્સ્ટ કર્પશન’’ સંસ્થાના હિસાબના આ રૂપિયા છે.
અણ્ણાએ એ બે કરોડ રૂપિયા લેવાનો ઈન્કાર કરીને કેજરીવાલને પાછા કાઢ્‌યા. (આ કૌભાંડ... એક પ્રકારનું કૌભાંડ જ કહેવાય. ‘‘સોફીસ્ટીકેટેડ’’ કૌભાંડ...) આ સમાચાર વિષે કંઈ કહેવાનું હોય તો કહેવા માટે કેજરીવાલનો પત્રકારે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરેલો પણ કેજરીવાલનો સંપર્ક થઈ શકેલો નહીં. એ પછી એના મોબાઈલ ઉપર લિખિત મેસેજ આપેલો અને ઈમેઈલ પણ કરેલો પરંતુ કેજરીવાલે કશો જવાબ નહીં આપેલો. (ગિલ્ટી કોન્શ્યસ)
એ તો ઠીક, ટીમ અણ્ણા કે ટીમ અરવંિદના કેટલાક સભ્યોએ કેજરીવાલની ‘‘પબ્લીક કોઝ રિસર્ચ ફાઉન્ડેશન’’ કંપનીમાં ‘‘ઈન્ડીયા અગેઈન્સ કર્પશન’’ સંસ્થાના કેટલા રૂપિયા પડ્યા છે એ જાણવાનો પ્રયત્ન કરેલો છે પણ હજી સુધી કોઈ કશું જાણી શક્યું નથી. (પહેલી વાત તો એ કે, ‘‘ઈન્ડીયા અગેઈન્સ કર્પશન’’ સંસ્થાના રૂપિયા પેલી બીજી સંસ્થામાં શા માટે લેવા જોઈએ? એ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. બીજી વાત એ કે, ‘‘ઈન્ડીયા અગેઈન્સ્ટ કર્પશન’’ના નામે બેન્કમાં અલગ ખાતું ખોલાવવામાં વાર કેટલી? એ ખાતું નહીં ખોલવામાં જ કેજરીવાલની ભ્રષ્ટ વૃત્તિ છતી થઈ જાય છે.)
ઈન્ડીયા અગેઈન્સ્ટ કર્પશન સંસ્થાએ ૨૦૧૧માં એક ઓડીટ રિપોર્ટ બહાર પાડેલો. એમાં ૨૦૧૧ના એપ્રિલ ૧થી સપ્ટેમ્બર ૩૦ સુધીમાં એ સંસ્થાને ડોનેશનમાં રૂપિયા ૨,૯૪,૦૦,૦૦૦ મળ્યા હતા જેમાં રૂપિયા ૧,૧૪,૦૦,૦૦૦ ફક્ત રામલીલા આંદોલન દરમ્યાન જ મળ્યા હતા.
એ પછી કેજરીવાલે એમાંથી રૂપિયા ૧,૫૭,૦૦,૦૦૦ પહેલાં છ મહિનામાં જ વાપરી નાંખેલા... એટલે કે ઉડાવી દીધેલા.
એ પછી એટલે પેલો એ ઓડીટ રિપોર્ટ નવેમ્બર ૨૦૧૧માં બહાર પાડ્યા પછી કેજરીવાલે કશી વિગતો હિસાબની બહાર પાડી નથી. ૨૦૧૨ના જુલાઈની ૨૫મી ઓગસ્ટ ૩ સુધી જંતરમંતર પર વિરોધ ઝુંબેશ ચાલી એ વખતે જોકે રૂપિયા ૩૯,૫૦,૦૦૦નું ડોનેશન મળ્યું હતું.
કેજરીવાલે એ ઓડીટ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૧માં પહેલા છ મહિના દરમ્યાન નાસ્તાપાણી અને જમવાનો ખર્ચ રૂપિયા ૨૧,૯૨૭ જણાવેલો અને પછીના છ મહિનાના ગાળા દરમ્યાન એ ખર્ચ વધી ગયેલો કેજરીવાલે દર્શાવ્યો છે. એ મુજબ સીધી છલાંગ રૂપિયા ૮૯,૦૭૦ નાસ્તાપાણી જમવા માટે દેખાડ્યા છે.
એ જ રીતે, હરવા ફરવાનો ૨૦૧૧ના સપ્ટેમ્બર સુધીનો ખર્ચ ૨,૬૮,૯૮૬ દર્શાવ્યો છે જે પછીના છ મહિનામાં વધીને રૂપિયા ૫,૭૭,૪૭૪ બતાવ્યો છે.
આ બધા ખર્ચમાં એક પ્રકારના ભ્રષ્ટાચારની ગંધ આવે તો નવાઈ નહીં.
હજી કાનુની ખર્ચના નામે કરાયેલો ખર્ચ પણ જૂઓ! (કાનુની ખર્ચ શાનો વળી? કેજરીવાલે શાંતિભૂષણ અને પ્રશાંતભૂષણ નામના બે વકીલો અને એ પણ બાપ-દિકરાને જ પોતાના કાયદાકીય સલાહકાર બનાવ્યા છે એ શું સૂચવે છે? કઈ સામાજિક સંસ્થા સુપ્રિમ કોર્ટના બબ્બે વકીલને રાખીને રૂપિયા વાપરે છે? આ પણ કેજરીવાલના કૌભાંડોનું એક પાસુ છે.)એમણે ૨૦૧૧ના સપ્ટેમ્બર સુધીમાં કાયદાકીય ખર્ચ રૂપિયા ૧૪,૯૩૬ બતાવેલો એ ૨૦૧૨ના માર્ચ મહિના સુધીમાં વધીને રૂપિયા ૨,૯૦,૭૪૨ થઈ ગયેલો.
છ જ મહિનામાં જે સંસ્થા વિખરાઈ ગઈ એણે જનતાએ ભોળી જનતાએ, મૂર્ખ જનતાએ આપેલા રૂપિયા કેવી રીતે ઉડાવી દીધા એ જુઓ!
કેજરીવાલ ઈન્કમટેક્સ ઓફિસમાં નોકરી કરતા હતા એટલે એમને હિસાબો અને ખર્ચાઓની આંટીધુંટી સારી રીતે આવડતી હોય એ સ્વાભાવિક છે.
ઉપર બનાવેલા બધા જ ખર્ચા સાચા હોય તો પણ વાંધાજનક છે અને ખોટા હોય તો વળી સાવ વાંધાજનક છે.
આ દાન આપનારાઓમાં કાળાનાણાના કૌભાંડકારો પણ છે. દા.ત. કોલસાની ખાણોમાં જેના હાથ અને પગ કાળા થયેલા છે એ કોંગ્રેસી સંસદસભ્ય નવીન જંિદાલે રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ડોનેશન આપ્યું છે એ કેજરીવાલે સ્વીકારી લીઘું છે.
હવે, કહો, કેજરીવાલ છુપાયેલો સાપ છે કે નહીં ? અણ્ણા હઝારે એની સાથેના સંબંધો તોડી નાંખે એનું વાજબી કારણ હવે સમજાઈ છે ને?
ગુણવંત છો. શાહ

 

અદ્‌ભૂત
મીઠું (સોલ્ટ, નમક) ૩૫ પ્રકારે ઉપયોગી છે.
મીઠાને આપણે ખારાશ તરીકે ઉપયોગી ગણીએ છીએ. એ તો ઠીક છે, પણ મીઠું દરરોજ ખાવું પણ જરૂરી છે. વધારે પડતું મીઠું જેમ ત્યાજ્ય છે (વધારે પડતું બઘું જ ત્યાજ્ય છે... પાણી પણ) એમ ઓછું મીઠું પણ હોસ્પીટલમાં દાખલ કરાવે છે. કદી મીઠું સાવ બંધ ન કરાય. શરીરમાં સોડીયમ (મીઠામાં રહેલું મુખ્ય તત્વ) મીઠું સાવ ન ખાવાથી અથવા ઓછું ખાવાથી સોડીયમની શરીરમાં ઉણપ આવી જાય છે. અને બેભાન થઈ જવાય છે પછી સોડીયમના ઈન્જેક્શન લેવા પડે છે. અરૂચિ દૂર કરવા મીઠું અને તુલસીના દસ-બાર પાન ખાવા જોઈએ. મીઠું, મરી અને તુલસીના પાન તાવને પણ દૂર રાખે છે.
આ મીઠું બીજી રીતે પણ ઉપયોગી છે એ જૂઓ... (૧) સફેદ રંગીન રૂમાલ, કપડાં, વગેરે ધોતા પહેલાં એની ઉપર મીઠું નાંખીને ધોવાથી એ વઘુ સાફ થશે.
(૨) ઘરના બારી બારણાના ચારે બાજુના ભાગ ઉપર મીઠું નાંખવાથી કીડીઓ નહીં આવે.
(૩) ચોખાને સરખી રીતે ચડાવવા હોય તો અંદર થોડુંક મીઠું નાંખો તો ભાત સારી રીતે ચડશે.
(૪) લીલા સલાડને વઘુ વખત સુધી લીલુ રાખવા માટે એમાં થોડુંક મીઠું નાંખવું.
(૫) સફરજનની ઉપલી છાલને તાજી રાખવા એની ઉપર મીઠાવાળું પાણી નાંખો.
(૬) નવા ટુથબ્રશને થોડીક મિનિટો સુધી મીઠાવાળા પાણીમાં ડૂબાડેલું રાખવાથી એ વઘુ સમય સુધી ટકશે.
(૭) ટુથબ્રશ ઉપર મીઠું નાંખીને દાંત સાફ કરતા રહેવાથી લાંબા ગાળે દાંત સફેદ થઈ જશે.
(૮) એક વાટકીમાં થોડુંક મીઠું અને ખાવાનો સોડા ભેગા કરીને ફ્રીજમાં રાખવાથી ફ્રીજમાંથી વાસ ઊડી જશે.
(૯) ઈસ્ત્રીમાં મીઠાવાળા પાણીને ઉપયોગમાં લેવાથી ઈસ્ત્રી સારી રહેશે અને કપડાને ઈસ્ત્રી પણ સારી થશે.
(૧૦) નવા પડદાને મીઠાવાળા પાણીથી જ ધોવા અને જૂના પડદા કે કપડા પીળાં પડી ગયા હોય તો મીઠાવાળા પાણીથી ધોવાથી પીળાશ વગેરે જતા રહેશે.
(૧૧) એવી જ રીતે લોખંડના કાટના ડાઘ પણ મીઠાથી જતા રહેશે. સરકો અને મીઠાની લુગદી કરીને લગાવી દેવુ. થોડા વખત પછી ધોઈ નાંખો.
(૧૨) બગીચામાં નકામું ઘાસ ઉગી ગયું હોય તો એની ઉપર મીઠાવાળું પાણી નાંખો.
(૧૩) કીડી અને મંડોડા ઉપર સીઘું મીઠું નાખવાથી એ મરી જશે.
(૧૪) બળેલા વાસણ ઉપર મીઠું અને લીંબુની છાલ ઘસવાથી સાફ થઈ જશે.
(૧૫) રસોડાની કે બીજી ખાળમાં એક બે કપ મીઠું ઉકળતા પાણી સાથે નાંખવાથી બદબૂ પણ જતી રહેશે અને ખાળ સાફ થઈ જશે.
(૧૬) દિવાલમાં તીરાડ પડી ગઈ હોય તો એમાં મીઠું અને મકાઈનો સ્ટાર્ચ ભેગા કરી પેસ્ટ બનાવીને ભરવાથી તીરાડ ભરાઈ જશે અને સિમેન્ટની કે ચુનાની જરૂર નહીં પડે.
(૧૭) પ્લાસ્ટીકના ફુલ ઉપર જામેલો કચરો દૂર કરવા મીઠાથી ભરેલા બકેટમાં નાંખીને સાફ કરવાથી સાફ થઈ જશે.
(૧૮) મોંમાં પડેલા છાલા દૂર કરવા હોય તો મીઠાના પાણીના કોગળા દિવસમાં ત્રણ ચાર વાર કરો.
(૧૯) ગરમ દૂધમાં થોડુંક મીઠું નાંખીને પીવાથી શરીરમાં તાજગી આવશે.
(૨૦) મીઠું અને સોડા ભેગા કરીને દાંતો ધોવાથી દાંતો ચમકદાર થશે.
(૨૧) કપડાં ઉપરનો રંગ ધોવાઈ ન જાય એ માટે નવું કપડું ધોતા પહેલાં મીઠાવાળા પાણીમાં ધોવાથી રંગ જશે નહીં.
(૨૨) મીઠું અને સોડા ભેગા કરીને ફ્રીજ સાફ કરવાથી ફ્રીજ ચમકદાર બનશે.
(૨૩) હાથ ધોતા પહેલાં મીઠાથી હાથ ધોવાથી હાથમાંના કીટાણું નાશ પામશે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશરના કર્મચારીઓ સાથે આજે મુબઇમાં બેઠક
કેન્દ્ર ઓઇલ અને ગેસ શારકામ માટે પરવાના આપવાના નિયમો હળવા કરશે

સલમાન ખુર્શીદને બચાવવા કેન્દ્રીય પ્રધાનો રમેશ, નારાયણસામી મેદાનમાં

ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ
કર્ણાટકમાં સામાન્ય તિવ્રતાનો ભૂકંપ
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

દિલ્હી સામે અમારે વધુ ધીરજ સાથે બેટિંગ કરવાની જરૃર હતી

ઓબામાના ચાહકો સોશિયલ નેટવર્ક્સ પર રોમ્ની કરતાં અનેકગણાં વધુ

ફ્લોરિડામાં ગાંધીજીની પ્રતિમાને કલામે ખુલ્લી મુકી
સ્માર્ટ ફોન હવે ક્રેડિટ કાર્ડની ગરજ સારશે

મલાલા માટે એર એમ્બ્યુલન્સ મોકલવાની યુએઇની યોજના

મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved