Last Update : 15-October-2012, Monday

 
દિલ્હીની વાત
 

ખુરશિદ સામે પગલાં ઃ PM, સોનિયા દબાણમાં
નવી દિલ્હી, તા.૧૩
કેન્દ્રના કાયદા પ્રધાન સલમાન ખુરશિદ અને એમના પત્ની દ્વારા ચલાવાતા અપંગો માટેના ટ્રસ્ટ માટેના નાણાંની ઉચાપતના આક્ષેપ- મુદ્દે કાયદા પ્રધાન સામે શરૃ થયેલો રાજકીય ઝંઝાવાત આજે વધુ તિવ્ર બન્યો હતો. ફેર એટલો જ પડયો કે ગઇકાલે ટીમ કેજરીવાલના દેખાવોનું સ્થળ વડાપ્રધાનનું નિવાસ સ્થાન હતુ, જ્યારે આજે પાર્લામેન્ટ સ્ટ્રીટ હતુ, જયાં બાવાના જેલમાંથી છુટેલા કેજરીવાલ અને એમના સાથી- દેખાવકારો ભેગા થયા હતા, પોતાના માટે આ કરેંગે અથવા મરેગેની લડાઇ હોવાનું જણાવતા કેજરીવાલે કહ્યું કે ખુરશીદ રાજીનામું આપે ત્યાં સુધી એમનો વિરોધ ચાલુ રહેશે. એમણે પ્રજાને નોકરી ધંધા અને ઘરબાર છોડીને પાર્લામેન્ટ ખાતે વિરોધ કાર્યક્રમોમાં જોડાવા માટે આહ્વાન કર્યુ છે. ભ્રષ્ટાચાર વિરૃધ્ધ ભારત અભિયાનના બે કાર્યકરો કુમાર વિશ્વાસ અને યોગેન્દ્ર યાદવના ધરણાં ચાલુ જ છે.
વડાપ્રધાન ખામોશ કેમ ?
દેખાવકારોએ ખુરશિદના ફોટા ફાડી નાખ્યા હોવાથી કોંગ્રેસ માટે વિરોધ અત્યંત ક્ષોભજનક પૂરવાર થતો હોવો જોઈએ. દરમિયાન, કેટલાક કોંગ્રેસી નેતાઓને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા હતા કે જ્યારે ખુરશિદ અને એમના પત્ની પોતાના બચાવ માટે ઝઝૂમી રહ્યા હતા ત્યારે વડાપ્રધાન કે કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ એમના બચાવમાં હરફ ઉચ્ચાર્યો નથી. ખુરશિદ સામે વધુને વધુ ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આવું બની રહ્યું છે. કોંગ્રેસના નેતાઓમાં એ મુદ્દે પણ ચિંતા વ્યાપી છ કે, આગામી મહિને જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે એ હિમાચલ પ્રદેશના એક વરિષ્ઠ કોંગ્રેસી નેતા સામે પણ વિરોધની સોય તકાઈ છે.
ભાજપ યુધ્ધમાં ઝંપલાવે છે
કેટલાક અત્યંત ગંભીર પ્રકારના એવા સહિતના વધુ ઘટસ્ફોટોથી ટીમ કેજરીવાલને મોટુ બળ મળ્યુ છે. ઉદાહરણરૃપે કેગ અહેવાલે ખુરશિદ સામેના આક્ષેપોને પુષ્ટિ આપી છે. લોઉઝીના મતે એ કેગ અહેવાલ નહોતો. આનાથી ખુરશિદે પ્રધાનપદુ છોડવું જોઇએ એ પ્રકારની માંગણી કરવા માટે ભાજપ પ્રેરાયો. ખુરશિદવિરોધી સરકસમાં જોડાવા માટે ભાજપને પાનો ચઢવાનું એક કારણ કિરણ બેદીની ટિપ્પણી પણ હોઇ શકે. કિરણ બેદીએ કહ્યું છે કે ટીમ કેજરીવાલ વિપક્ષે ભજવવાની ભૂમિકા ભજવી રહી છે.
કોંગ્રેસને રાહત?
ભાજપે ટીમ કેજરીવાલની ખુરશિદવિરોધી લડાઇમાં ઝૂકાવ્યું હોઇ શકે, પરંતુ કેજરીવાલ અને ભ્રષ્ટાચાર વિરૃધ્ધ ભારત અભિયાનના કાર્યકર અંજલિ દમણિયા દ્વારા સંયુક્તપણે આગામી તા.૧૬ ઓક્ટોબરે નીતિન ગડકરીના કામકાજ સંદર્ભે થનારા પર્દાફાશથી ભાજપ વધુ ચિંતાતુર થયો છે. ગઇકાલે જ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી નેતાઓ અનુક્રમે સુષ્મા સ્વરાજ અને અરૃણ જેટલીએ જંતરમંતર ખાતેનાં દેખાવોમાં જણાવ્યું હતું કે યુપીએ-૨ સરકાર દેશની સહુથી વધુ ભ્રષ્ટ સરકાર છે. જેટલીએ ઉમેર્યું હતું કે મતદારો આગામી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને પદાર્થપાઠ શીખવાડશે, પરંતુ હવે દમણિયા કેટલાક વધુ નુકસાનકારક ઘટસ્ફોટથી ભાજપને શોભજનક સ્થિતિમાં મુકે.
ગડકરી માટે માથાનો દુઃખાવો
સૂરજકુંડ ખાતે તાજેતરમાં યોજાયેલા પક્ષના અધિવેશનમાં વધુ એક ટર્મ માટે પક્ષ પ્રમુખ બનેલા ગડકરી માટે પણ ચિંતા ઉભી થઇ છે. ગડકરીના એમના મિત્ર અજય સાંચેતિ સાથેના વ્યાપારિક સંબંધોના મુદ્દે ગડકરી સાથે દમણિયા પહેલેથી વિવાદમાં ઉતરેલા છે અને ગડકરીએ એમને કાનુની નોટિસ ફટકારી છે ત્યારે આગામી તા.૧૬ ઓકટોબરે થનારો કહેવાઇ રહેલો પર્દાફાશ ગડકરી વિરોધી કંઇક વધુ ચોંકાવનારો અને નુકસાનકારક ઘટસ્ફોટ બની રહે એવી અપેક્ષા છે. ભાજપ પ્રમુખ કોલગેટ કૌભાંડમાં પહેલેથી નિશાન પર છે જ. એમના કેટલાક સાથીદારોને ગેરવ્યાજબી લાભ મળ્યા હોવાના આક્ષેપો છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved