Last Update : 15-October-2012, Monday

 

હેન્રીક્સે ૨૩ બોલમાં ૪૯* ફટકાર્યા બાદ ત્રણ વિકેટ ઝડપી ઓલરાઉન્ડ દેખાવ કર્યો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

૧૮૬ રનના પડકાર સામે ચેન્નઇના ૧૭૧/૯ ઃ રૈનાના ૩૩ બોલમાં ૫૭

જોહનીસબર્ગ,તા.૧૪
હેન્રીક્સે ૨૩ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૪૯ રન ફટકાર્યા બાદ માત્ર ૨૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી ખળભળાટ મચાવતા સીડની સિક્સર્સે ચેન્નઇ સુપર કિંગ્સને ૧૪ રનથી પરાજય આપ્યો હતો. વોટસનના ૪૬ અને હેન્રીક્સના અણનમ ૪૯ રનની મદદથી સીડની સિક્સર્સે ૫ વિકેટે ૧૮૫ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં રૈનાના ૩૩ બોલમા ૫૭ અને ડયુ પ્લેસીસના ૪૩ રનની મદદથી ચેન્નઇએ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો પણ બાકીના બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે તેઓ ૯ વિકેટે ૧૭૧ રન જ કરી શક્યા હતા.
ચેન્નઇએ ટોસ જીતીને સીડની સિક્સર્સને બેટિંગમાં ઉતાર્યું હતુ. ઓસ્ટ્રેલિયન ઓપનર વોટસને તેનું આક્રમક ફોર્મ જારી રાખતાં ૩૦ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૪૬ રન ફટકાર્યા હતા. જાડેજાએ લંબને (૧૮) અને અશ્વિને મેડીસન(૧૨)ને આઉટ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ વિકેટ ગુમાવી હતી પણ વોટસન બાદ હેન્રીક્સે ઝંઝાવાત જગાવતા તેઓ રનગતિ પર અંકુશ રાખી શક્યા નહતા. હેન્રીક્સે ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૨૩ બોલમાં અણનમ ૪૯ રન નોંધાવ્યા હતા.
જવાબમાં ચેન્નઇ સુપર કિંગ્સે શરૃઆતમાં મુરલી વિજય(૧)ની વિકેટ સસ્તામાં ગુમાવી હતી. જો કે ત્યાર બાદ ડયુ પ્લેસીસે ઝંઝાવાતી બેટિંગ કરતાં જીતની આશા જીવંત રાખી હતી. ડયુ પ્લેસીસે ૨૫ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૪૩ રન ફટકાર્યા હતા. જે પછી રૈનાએ બાજી સંભાળી હતી અને ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે૩૩ બોલમાં ૫૭ રન ફટકાર્યા હતા. હેન્રીક્સે તેની ઓલરાઉન્ડર તરીકેની ક્ષમતા દર્શાવતા મેચની ૧૭મી ઓવર નાખી હતી અને તે નિર્ણાયક સાબિત થઇ હતી, જેમાં તેણે રૈના અને ધોની (૮)ની વિકેટ ઝડપી હતી. આ સાથે ચેન્નઇ પરાજય તરફ ધકેલાયું હતુ. હેન્રીક્સ અને સ્ટાર્કે ૩-૩ વિકેટ ઝડપી હતી.
સ્કોરબોર્ડ
સીડની સિક્સર્સ

-

રન

બોલ

લંબ એલબી બો.જાડેજા

૧૮

૧૬

વોટસન રનઆઉટ

૪૬

૩૦

મેડીસન બો.અશ્વિન

૧૨

૧૬

હેડિન કો.હિલ્ફેન્હોઝ બો.અશ્વિન

૨૦

૧૮

સ્મિથ કો.વિજય બો.હિલ્ફેન્હોઝ

૨૬

૧૭

હેન્રીક્સ અણનમ

૪૯

૨૩

વધારાના (લેગબાય ૬,વાઇડ ૮)

૧૪

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૫ વિકેટે

૧૮૫

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૫૦(લંબ ૬.૧), ૨/૭૮ (વોટસન ૮.૫), ૩/૧૦૯ (હેડિન ૧૩.૧) ૪/૧૧૦ (મેડીસન ૧૩.૩), ૫/૧૮૫ (સ્મિથ ૧૯.૬).બોલિંગઃ હિલ્ફેન્હોઝ ૩-૦-૨૬-૧, બોલીંજર ૪-૦-૩૯-૦, મહેશ ૧-૦-૧૮-૦, જાડેજા ૪-૦-૨૯-૧, અશ્વિન ૪-૦-૩૨-૨, ડયુ પ્લેસીસ ૪-૦-૩૫-૦.
ચેન્નઇ

-

રન

બોલ

એમ.હસી કો.લંબ બો.ઓ કીફ

૧૬

૧૯

વિજય બો.સ્ટાર્ક

૦૧

૦૫

ડયુ પ્લેસીસ કો.સ્ટાર્ક બો.કમિન્સ

૪૩

૨૫

રૈના કો.સ્મિથ બો.હેન્રીક્સ

૫૭

૩૩

બદ્રિનાથ કો.હેડિન બો.હેન્રીક્સ

૦૬

૧૧

ધોની કો.હેઝલવૂડ બો.હેન્રીક્સ

૦૮

૦૮

જાડેજા કો.રોહરેર બો.વોટસન

૦૨

૦૩

અશ્વિન કો.સ્મિથ બો.સ્ટાર્ક

૧૮

૦૯

હિલ્ફેન્હોઝ અણનમ

૦૭

૦૫

મહેશ કો.લંબ બો.સ્ટાર્ક

૦૨

૦૨

વધારાના (લેગબાય ૩, વાઇડ ૮)

૧૧

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૯ વિકેટે

૧૭૧

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૩ (વિજય ૧.૩), ૨/૬૪(ડયુ પ્લેસીસ ૭.૬), ૩/૬૭ (એમ.હસી ૮.૬) , ૪/૧૨૨(બદ્રિનાથ ૧૪.૨), ૫/૧૪૧(રૈના ૧૬.૩), ૬/૧૪૧ (ધોની ૧૬.૫), ૭/૧૫૫ (જાડેજા ૧૮.૧), ૮/૧૬૬ (અશ્વિન ૧૯.૨) ૯/૧૭૧ (મહેશ ૧૯.૬)બોલિંગઃ હેઝલવૂડ ૪-૦-૨૫-૦, સ્ટાર્ક ૪-૦-૩૧-૩, કમિન્સ ૪-૦-૪૨-૧, વોટસન ૩-૦-૩૧-૧, ઓ કીફ ૨-૦-૧૬-૧, હેન્રીક્સ ૩-૦-૨૩-૩.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશરના કર્મચારીઓ સાથે આજે મુબઇમાં બેઠક
કેન્દ્ર ઓઇલ અને ગેસ શારકામ માટે પરવાના આપવાના નિયમો હળવા કરશે

સલમાન ખુર્શીદને બચાવવા કેન્દ્રીય પ્રધાનો રમેશ, નારાયણસામી મેદાનમાં

ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ
કર્ણાટકમાં સામાન્ય તિવ્રતાનો ભૂકંપ
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

દિલ્હી સામે અમારે વધુ ધીરજ સાથે બેટિંગ કરવાની જરૃર હતી

ઓબામાના ચાહકો સોશિયલ નેટવર્ક્સ પર રોમ્ની કરતાં અનેકગણાં વધુ

ફ્લોરિડામાં ગાંધીજીની પ્રતિમાને કલામે ખુલ્લી મુકી
સ્માર્ટ ફોન હવે ક્રેડિટ કાર્ડની ગરજ સારશે

મલાલા માટે એર એમ્બ્યુલન્સ મોકલવાની યુએઇની યોજના

મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved