Last Update : 15-October-2012, Monday

 

ગંભીરે આક્રમક બેટિંગ સાથે ટીમને નેતૃત્વ પુરુ પાડવું જોઇએ
ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

રાત્રે ૯.૦૦ વાગ્યાથી મેચ શરૃ થશે

ગાંગુલીની કોલમ

કેકેઆર તેની પ્રથમ મેચના પરિણાંમથી નિરાશ થયું હશે પણ તેમની પાસે હજુ આ ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરવાનો સમય અને તક બંને છે. આ વર્ષે આઇપીએલમાં પણ તેમની શરૃઆત આવી જ રહી હતી છતાં તેઓએ ટુર્નામેન્ટ જીતી બતાવી હતી. આ વખતે તેઓ તે વિજયમાંથી પ્રેરણા મેળવીને સારો દેખાવ કરી શકે. તેઓએ એ બાબત સ્વિકારવી પડશે કે તેઓ જેમની સામે હાર્યા તે ટીમે મેચના દિવસે વધુ સારો દેખાવ કર્યો હતો. દિલ્હીનું બોલિંગ આક્રમણ બહેતરીન રહ્યું અને તેમાંય મોર્ની મોર્કેલે સાબિત કર્યું કે તેને શા માટે હાલની પેઢીના ફાસ્ટ બોલરોમાં પ્રતિભાશાળી માનવામાં આવે છે. તેની ઝંઝાવાતી બોલિંગ સામે સેન્ચુરિયનની પીચ પર ઝડપથી રન કરવા શક્ય નહતા અને સાથે સાથે તે બેટ્સમેનોને ભય પમાડે તેવો હતો. કાલીસ તેની બોલિંગમાં ઇજાગ્રસ્ત પણ થયો.તેની ઇજાને કારણે કેકેઆરનું ટીમ મેનેજમેન્ટ ચિંતિત બન્યું હશે કારણ કે તેની ઓલરાઉન્ડ ક્ષમતાને કારણે ટીમની સમતુલા માટે તે મહત્વનો છે.
બ્રેટ લીની બોલિંગની ઝડપ ધીમી થઇ છે અને તેના કારણે તેઓ કાલીસ ઝડપથી ફિટનેસ મેળવશે તેની રાહ જોઇ રહ્યા હશે. કોલકાતા આઇપીએલમાં જીત્યું તેમાં તેના સ્પિનરોનો મહત્વનો ફાળો હતો પણ અંહી સાઉથ આફ્રિકાની પીચો પર ફાસ્ટ બોલરોની જરૃરિયાત રહે છે. વિપરિત પરિસ્થિતી છતાં સુનિલ નારાયણ ફરી એક વખત અસરકારક રહ્યો અને તે હરિફ ટીમો માટે જોખમી બની શકે તેમ છે.
આજે કોલકાતા અને ઓકલેન્ડ એસર્સ વચ્ચે મુકાબલો થશે. કાગળ પર તો તેઓ કોલકાતા કરતાં ઘણા સામાન્ય લાગે છે અને તેમણે જીતવા વધુ સારો દેખાવ કરવો પડશે. જો કે અંહીની પરિસ્થિતી જોતા લાગે છે કે ઉપખંડની ટીમો વધુ સારો દેખાવ કરશે. કોલકાતા વિજયી દેખાવ કરી શકે તેમ છે અને તેના કેપ્ટન ગંભીરે બધાને પ્રેરણા પુરી પાડતી બેટિંગ કરવી પડશે. તે છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં નથી અને તેણે ઝડપથી તેની આગવી રિધમ મેળવી લેવી પડશે. તેણે નિષ્ફળતાનો ભય મનમાંથી કાઢી નાંખવો પડશે અને બેફિકર થઇને રમવા ઉતરવું પડશે.
ઓકલેન્ડની ટીમમાં ઘણા ન્યુઝીલેન્ડના ખેલાડીઓ છે અને તેમના માટે અંહીની પરિસ્થિતી સાવ અજાણી તો નથી જ . આખરી મેચમાં અઝહર મહેમુદે જોરદાર દેખાવ કર્યો હતો. મહેમુદ પ્રોફેશનલ ટ્વેન્ટી-૨૦ પ્લેયર છે અને તે આ ટુર્નામેન્ટમાં ઝંઝાવાત જગાવવા તૈયાર છે. છેલ્લી આઇપીએલમાં પણ તે પ્રભાવક રહ્યો હતો. (૩૬૦ કોર્પોરેટ રિલેશન્સ)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશરના કર્મચારીઓ સાથે આજે મુબઇમાં બેઠક
કેન્દ્ર ઓઇલ અને ગેસ શારકામ માટે પરવાના આપવાના નિયમો હળવા કરશે

સલમાન ખુર્શીદને બચાવવા કેન્દ્રીય પ્રધાનો રમેશ, નારાયણસામી મેદાનમાં

ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ
કર્ણાટકમાં સામાન્ય તિવ્રતાનો ભૂકંપ
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

દિલ્હી સામે અમારે વધુ ધીરજ સાથે બેટિંગ કરવાની જરૃર હતી

ઓબામાના ચાહકો સોશિયલ નેટવર્ક્સ પર રોમ્ની કરતાં અનેકગણાં વધુ

ફ્લોરિડામાં ગાંધીજીની પ્રતિમાને કલામે ખુલ્લી મુકી
સ્માર્ટ ફોન હવે ક્રેડિટ કાર્ડની ગરજ સારશે

મલાલા માટે એર એમ્બ્યુલન્સ મોકલવાની યુએઇની યોજના

મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved