Last Update : 15-October-2012, Monday

 
 

ફાઇનલમાં યોકોવિચ નો ૫-૭, ૭-૬ (૧૩-૧૧), ૬-૩થી વિજય
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

યોકોવિચે યુએસ ઓપનની હારનો બદલો લીધો

 

શાંઘાઇ,તા.૧૪
સર્બિયાના ટેનિસ સ્ટાર યોકોવિચે તેની યુએસ ઓપનની ફાઇનલની હારનો બદલો વાળતા બ્રિટનના એન્ડી મરેને ફાઇનલમાં ૫-૭, ૭-૬ (૧૩-૧૧), ૬-૩થી હરાવીને શાંઘાઇ માસ્ટર્સ ટાઇટલ જીતી લીધું હતુ. હાઇપ્રોફાઇલ મુકાબલામાં યોકોવિચે નિર્ણાયક તબક્કે જોરદાર દેખાવ કરતાં મરેને પરાજય તરફ ધકેલ્યો હતો. આ સાથે શાંઘાઇ માસ્ટર્સમાં વિજયી હેટ્રિક નોંધાવવાનું મરેનું સ્વપ્ન અધુરુ રહ્યું હતુ.
૨૫ વર્ષીય સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચ અને યુએસ ઓપન ચેમ્પિયન મરે વચ્ચેનો ફાઇનલ મુકાબલો ભારે રોમાંચક અને દિલધકડ રહ્યો હતો.
મરેએ પોઝિટીવ શરૃઆત કરતાં પ્રથમ સેટમાં ૭-૫થી ભારે સંઘર્ષ બાદ વિજય મેળવ્યો હતો. જો કે ત્યાર બાદ બીજા સેટમાં યોકોવિચ મેચમાં પુનરાગમન કરવાની ભરપૂર કોશીશ કરતાં મરેની રાહને મુશ્કેલ બનાવી હતી. બીજા સેટના વિજેતાને નક્કી કરવા માટેની ટાઇબ્રેકરની ટક્કર આશરે ૨૦ મિનિટ સુધી ચાલી હતી, જેમાં યોકોવિચ ૧૩-૧૧થી વિજેતા બન્યો હતો. જે પછી ત્રીજા સેટમાં તેણે આસાનીથી વિજય મેળવી લીધો હતો.
યોકોવિચે મરે સામેના ત્રણ કલાક અને૨૧ મિનિટના મેરેથોન સંઘર્ષ બાદ વિજય મેળવ્યો હતો. તાજેતરમાં રમાયેલી યુએસ ઓપન ચેમ્પિયનશીપની ફાઇનલમાં મરેએ યોકોવિચને હરાવ્યો હતો.
આ સાથે યોકોવિચે તે હારનો બદલો ચુકવી દીધો હતો.પ્રથમ સેટમાં બંને ખેલાડીઓએ જીતવાનો જુસ્સો દેખાડયો હતો અને સાત સર્વિસ બ્રેક થયા હતા પણ બંને ખેલાડીઓએ લડત ચાલુ રાખી હતી.આખરે મરેએ મહત્વની ૧૧મી ગેમ જીતી હતી અનેઆખરે વિજય મેળવ્યો હતો. બીજા સેટમાં મરેએ યોકોવિચની સર્વિસ બ્રેક કરીને સરસાઇ મેળવી હતી. જો કે યોકોવિચે મરેની સર્વિસ તોડીને બરોબરી મેળવી હતી. મેરેથોન ટાઇબ્રેકરમાં યોકોવિચે મરેની ભુલનો ફાયદો ઉઠાવતા તેની આક્રમક રમતને સહારે વિજય મેળવ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશરના કર્મચારીઓ સાથે આજે મુબઇમાં બેઠક
કેન્દ્ર ઓઇલ અને ગેસ શારકામ માટે પરવાના આપવાના નિયમો હળવા કરશે

સલમાન ખુર્શીદને બચાવવા કેન્દ્રીય પ્રધાનો રમેશ, નારાયણસામી મેદાનમાં

ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ
કર્ણાટકમાં સામાન્ય તિવ્રતાનો ભૂકંપ
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

દિલ્હી સામે અમારે વધુ ધીરજ સાથે બેટિંગ કરવાની જરૃર હતી

ઓબામાના ચાહકો સોશિયલ નેટવર્ક્સ પર રોમ્ની કરતાં અનેકગણાં વધુ

ફ્લોરિડામાં ગાંધીજીની પ્રતિમાને કલામે ખુલ્લી મુકી
સ્માર્ટ ફોન હવે ક્રેડિટ કાર્ડની ગરજ સારશે

મલાલા માટે એર એમ્બ્યુલન્સ મોકલવાની યુએઇની યોજના

મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved