Last Update : 15-October-2012, Monday

 
એનજીઓ સામે ફરી તપાસ દ્વારા
ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ

આક્ષેપો મારા નહીં, અખિલેશના છે, અધિકારીઓની બનાવટી સહીના ખુલાસા ખુર્શીદ આપે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૪
અરવિંદ કેજરીવાલે આજે આક્ષેપ કર્યો હતો કે કાનૂનીમંત્રી સલમાન ખુર્શીદ અને તેમની પત્ની દ્વારા ચલાવતી એનજીઓમાં નાણાકીય ગેરરીતિઓના આરોપમાંથી ખુર્શીદને બચાવવા ઉત્તરપ્રદેશની સરકાર તેમની સાથે મળીને કાવતરું રચી રહી છે.
ખુર્શીદ સામે પાંચ સવાલો મૂકતા કેજરીવાલે દાવો કર્યો હતો કે તેમણે જે આરોપો લગાવ્યા છે તે તેમના પોતાના નહીં પરંતુ ખુદ ઉત્તરપ્રદેશ સરકારના છે, જેણે તેની તપાસમાં ખુર્શીદ અને તેમના પત્ની લૂઈસ દ્વારા ચલાવતી એનજીઓમાં ગેરરીતિ થઈ હોવાનું સાબિત કર્યું હતું. કેજરીવાલે કહ્યું હતું, 'આ અમે મૂકેલા આરોપો નથી. અખિલેશ યાદવની સરકારના છે. રાજ્ય સરકાર દ્વારા આ બાબતમાં તપાસ કરવામાં આવી હતી. અને ૧૨મી જૂને એનો અહેવાલ રજૂ થયો હતો જે કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો અને કેન્દ્રસરકારે એ અંગે કારણદર્શક નોટિસ પણ પાઠવી હતી.' ખુર્શીદના રાજીનામાની માંગણી સાથે સતત ત્રીજા દિવસે સંસદ માર્ગ પર દેખાવો કરી રહેલા કેજરીવાલે ચળવળકારો સમક્ષ કહ્યું હતું કે આ મુદ્દે તપાસ થઈ ચૂકી હોવા છતાં અખિલેશ યાદવ કહે છે કે ફરીથી તપાસ થશે કેજરીવાલે શંકા વ્યક્ત કરી હતી કે નવેસરથી તપાસ કરવામાં પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ થશે કેજરીવાલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે આ મુદ્દે અખિલેશ યાદવ અને ખુર્શીદ વચ્ચે સમાધાન થઈ ગયું છે. અને તેઓ સાથે મળીને બધુ સંભાળી લેશે.
અગાઉ કેજરીવાલની સંસ્થા ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન (આઈએસી)ના સ્વયંસેવકોએ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક ખાતે ખુર્શીદના લંડનથી સ્વદેશાગમન વખતે દેખાવો યોજ્યા હતા. અન્ય એક સમૂહે બાદમાં ખુર્શીદના નિવાસસ્થાન બહાર પણ દેખાવો યોજ્યા હતાં. પોલીસે બંને દેખાવો દરમિયાન આશરે ૧૫ લોકોને અટકાયતમાં લીધા હતાં.
કેજરીવાલે કોનોટ પ્લેસ પરની અપંગ લોકો સાથેની કૂચની આગેવાની પણ લીધી હતી. તેમણે આ મુદ્દે જંતરમંતર ખાતે જાહેર ચર્ચા કરવાનો ખુર્શીદને પડકાર ફેંક્યો હતો. કેજરીવાલે ખુર્શીદને સવાલ કર્યો હતો કે ભૂતપૂર્વ સ્પેશિયલ સેક્રેટરી રામરાજસિંહના એ દાવા સાથે તેઓ સંમત છે કે તેમની તેઓ અન્ય વરિષ્ઠ અધિકારી જે બી સિહના એ દાવા સાથે સંમત છે કે તેમની એનજીઓએ બનાવટી સોગંદનામું યોજવાનો તેઓ દાવો કરી રહ્યાં છે. એવી કોઈ જ શિબિરો ન યોજાઈ હોવાનું ઉત્તરપ્રદેશ સરકારની તપાસમાં બહાર આવ્યું હતું.
સમાજવાદી પક્ષના એક નેતાએ ટકોર કરી હતી કે કેજરીવાલના આક્ષેપો ખોટા સાબિત થશે તો તેમની સામે પગલા લેવામાં આવશે. એના જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે આક્ષેપો ખોટા સાબિત થાય તો અખિલેશ યાદવ સામે પગલા લેવા જોઈએ કારણ કે તપાસનો અહેવાલ ઉત્તરપ્રદેશની સરકારે આપ્યો હતો અને જો ખુર્શીદ નિર્દોષ સાબિત થાય તો અખિલેશ યાદવને સજા થવી જોઈએ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશરના કર્મચારીઓ સાથે આજે મુબઇમાં બેઠક
કેન્દ્ર ઓઇલ અને ગેસ શારકામ માટે પરવાના આપવાના નિયમો હળવા કરશે

સલમાન ખુર્શીદને બચાવવા કેન્દ્રીય પ્રધાનો રમેશ, નારાયણસામી મેદાનમાં

ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ
કર્ણાટકમાં સામાન્ય તિવ્રતાનો ભૂકંપ
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

દિલ્હી સામે અમારે વધુ ધીરજ સાથે બેટિંગ કરવાની જરૃર હતી

ઓબામાના ચાહકો સોશિયલ નેટવર્ક્સ પર રોમ્ની કરતાં અનેકગણાં વધુ

ફ્લોરિડામાં ગાંધીજીની પ્રતિમાને કલામે ખુલ્લી મુકી
સ્માર્ટ ફોન હવે ક્રેડિટ કાર્ડની ગરજ સારશે

મલાલા માટે એર એમ્બ્યુલન્સ મોકલવાની યુએઇની યોજના

મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved