Last Update : 15-October-2012, Monday

 
મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો

ભૌતિક વિજ્ઞાાની ડો. હોકિંગ પાસે રહેલું આઈબ્રેઈન આવા જ પ્રયોગનો ભાગ

ન્યૂયોર્ક, તા. ૧૪
અમેરિકાના સાન ડિયેગો શહેરમાં આવેલી ન્યૂરોવિજિલ નામની કંપનીના ૩૨ વર્ષીય ન્યૂરોસાયન્ટિસ ફિલિપ લો એ તેની ટીમ સાથે મળીને આઈબ્રેઈન નામનું એક ટચુક્ડું ઉપકરણ તૈયાર કરી રહ્યાં છે. જેમાં સફળતા મળશે તો વ્યક્તિના મગજમાં ચાલી રહેલા વિચારોને જાણવામાં સફળતા મળશે.
આ પ્રોજેક્ટમાં પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગ ઊંડો રસ લઈ રહ્યાં છે. યુવાનવયે એમાયોટ્રોફિક લેટર સ્કલરોસિસ નામના અસાધ્ય રોગનો ભોગ બનેલા હોકિંગ શારીરિક હલનચલન કરી શકતા નથી. ગયા ઉનાળામાં આઈબ્રેઈન નામના આ દિવાસળીની પેટીના કદના હળવાફૂલ યંત્રને હોકિંગના માથા ફરતે હેડબેન્ડ વડે બાંધીને અમુક પ્રાયોગિક ચકાસણીઓ કરવામાં આવી હતી.
ડો. લોનું કહેવું છે કે આઈબ્રેઈન વડે થતા પ્રયોગોમાં વ્યક્તિએ પ્રયોગશાળામાં રોકાવાની જરૃર નથી કે સંખ્યાબંધ ઈલેક્ટ્રોક વાળી રબર કે પ્લાસ્ટિક કેપ લગાવવાની જરૃર નથી. આ યંત્ર માથા સાથે ફીટ કરીને વ્યક્તિ કોઈ પણ રોજિંદી ક્રિયા કરી શકે છે. મગજમાં ઉદ્ભવતા વિદ્યુતતરંગો આ યંત્ર પારખવાનું કામ કરે છે. જુદી જુદી પ્રવૃત્તિઓ કે વિચારો કરતી વખતે આ વિદ્યુત તરંગો બદલાતા રહે છે. જેને પારખવા માટે ડો. લો એ એક અલગોરિધમ વિકસાવ્યું છે. આ યંત્ર દ્વારા પ્રાપ્ત થતી માહિતી માનસિક અવસ્થાને સમજવામાં મદદરૃપ નીવડશે.
આ યંત્રની ચકાસણી માટે સ્ટિફન હોકિંગને પસંદ કરવાનું કારણ એ હતું કે હાલ ૭૦ વર્ષની વયે પહોંચેલા હોકિંગની વિચાર પ્રક્રિયા પણ ધીમી પડી રહી છે. પાછલા વર્ષોમાં વિજ્ઞાાનક્ષેત્રે અનેક ક્રાંતિકારી વિચારો રજૂ કરી ચૂકેલા હોકિંગને હવે એક સામાન્ય સંદેશ પણ પોતાના હાલના યંત્ર દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં ઘણો સમય લાગી જાય છે. એવા સંજોગોમાં જો આઈબ્રેઈનના પ્રયોગો સફળ નીવડે તો હોકિંગના ફળદ્રુપ દિમાગનો જગતને હજુ વધારે લાભ મળી શકે તેમ છે. હોકિંગ આ પ્રોજેક્ટને લઈને ઘણા ઉત્સાહી છે. અને જરૃરી સુધારાવધારા પણ સૂચવી રહ્યાં છે. આ ઉપકરણના શોધ સંશોધન પાછળ જરૃરી ભંડોળ મેળવવા પણ તેઓ પ્રયત્ન કરી રહ્યાં છે. ઘણાં વૈજ્ઞાાનિકો પણ આ ઉપકરણને લઈને આશાવાદી છે. રૃથ ઓ'હારા નામના સ્ટેનફોર્ડ યુનિવર્સિટી મેડિકલ સ્કૂલના માનસિક રોગ ચિકિત્સાના અધ્યાપક આઈબ્રેઈનનો ઉપયોગ ઓટિઝમના અભ્યાસમાં કરવા ધારે છે. ડો. ટેરી હેઈમેન-પેટરસન નામના ન્યૂરોલોજિસ્ટ આ ઉપકરણને એમાયોટ્રોફિક લેટરલ સ્કલરોસિસના અન્ય દર્દીઓ પર અજમાવવા માંગે છે.
આગામી જૂલાઈમાં મળનારી ન્યૂરોસાયન્સની મીટીંગમાં ડો. લો હોકિંલ સાથે મળીને તેમનો પ્રારંભિક ડેટા રજૂ કરવા માંગે છે. હોકિન્સ સાથે મળીને તેમની ટીમ પ્રયોગો ચાલુ રાખશે અને ઉપકરણમાં જરૃરી સુધારાવધારા કરશે. હોકિન્સે કહ્યું હતું કે હાલ તો મારું વર્તમાન ઉપકરણ ચીક સ્વીચ આઈબ્રેઈન કરતા ઝડપી છે. પરંતુ મને આશા છે કે ભવિષ્યમાં હું આઈબ્રેઈનનો ઉપયોગ કરી શકું એવા સંજોગો ઉદ્ભવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશરના કર્મચારીઓ સાથે આજે મુબઇમાં બેઠક
કેન્દ્ર ઓઇલ અને ગેસ શારકામ માટે પરવાના આપવાના નિયમો હળવા કરશે

સલમાન ખુર્શીદને બચાવવા કેન્દ્રીય પ્રધાનો રમેશ, નારાયણસામી મેદાનમાં

ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ
કર્ણાટકમાં સામાન્ય તિવ્રતાનો ભૂકંપ
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

દિલ્હી સામે અમારે વધુ ધીરજ સાથે બેટિંગ કરવાની જરૃર હતી

ઓબામાના ચાહકો સોશિયલ નેટવર્ક્સ પર રોમ્ની કરતાં અનેકગણાં વધુ

ફ્લોરિડામાં ગાંધીજીની પ્રતિમાને કલામે ખુલ્લી મુકી
સ્માર્ટ ફોન હવે ક્રેડિટ કાર્ડની ગરજ સારશે

મલાલા માટે એર એમ્બ્યુલન્સ મોકલવાની યુએઇની યોજના

મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved