Last Update : 15-October-2012, Monday

 

તપાસ માટે તૈયાર, રાજીનામાનો ઇનકાર
ખુર્શીદે એનજીઓ દ્વારા ગેરરીતિના આક્ષેપો સામે પુરાવા રજૂ કર્યા

કેમ્પ યોજાયાની તસવીરો બતાવીઔઆજ તક સામે બદનક્ષીનો દાવો કરશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪
કેન્દ્રીય કાયદા પ્રધાન સલમાન ખુર્શીદે પોતાના બિન સરકારી સંગઠન દ્વારા નાણાનો દુરપયોગ કરવામા આવ્યા હોવાના આરોપોને ફગાવી દીધા હતા અને આરોપોના જવાબમાં દસ્તાવેજો અને ફોટાઓ રજૂ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે તે કોઇ પણ પ્રકારની તપાસ માટે તૈયાર છે. જો કે તેમણે રાજીનામુ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજ તક વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવા સિવાય અમારી પાસે અન્ય કોઇ વિકલ્પ નથી.
અરવિંદ કેજરીવાલના દેખાવોની વચ્ચે આજે જ્યારે કાયદાપ્રધાન લંડનથી એરપોર્ટ પર આવ્યા ત્યારે કેજરીવાલના ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કાર્યકરોએ તેમની વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા અને કાળા વાવટા દેખાડવાના પ્રયાસો કર્યા હતા.ં
લંડનથી પરત આવ્યા પછી સરકારમાં પોતાને ચાલુ રાખવાનો નિર્ણય તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડ પર છોડી દીધો હતો. જો કે તેમણે જણાવ્યું હતું કે તે વડાપ્રધાન મનમોેહન સિંહને મળી પોતાના અનુભવો જણાવશે.
પત્રકાર પરિષદ દરમિયાન ખુર્શીદે વિકલાંગ લોકોને વિવિધ સાધનોની વહેંચણી કરતા ફોટોગ્રાફ અને દસ્તાવેજો રજૂ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ઝાકીર હુસેન મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ફોટાઓ ઉપરાંત આ શિબિરમાં હાજર લોકોને પણ રજૂ કર્યા હતાં.
ખુર્શીદના પત્ની અને ઝાકીર હુસેન મેમોરિયલ ટ્રસ્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર લુઇસ પણ આ પત્રકાર પરિષદમાં હાજર રહ્યાં હતાં. આ પત્રકાર પરિષદમાં તેઓ ટીવી ટુડેના પત્રકાર પર ઘણી વખત રોષે ભરાયા હતા અને તેને પત્રકાર પરિષદ છોડી દેવા જણાવ્યું હતું.
આ પત્રકાર પરિષદ અગાઉ જ ખુર્શીદ આજ તક અને હેડલાઇન્સ ટુડેના પત્રકારોને પરિષદમાં બોલાવવા માંગતા ન હતાં પરંતુ અન્ય પત્રકારોએ સમજાવ્યા પછી તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોઇ પણ ઓથોરિટી દ્વારા તપાસ થવી જોઇએ. આ માટે કોણ જવાબદાર છે તેની પણ તપાસ થવી જોઇએ અને સાથે જ ઇન્ડિયા ટુડે ગુ્રપની ભૂમિકાની પણ તપાસ થવી જોઇએ.
જ્યારે તેમને રાજીનામા અંગે પૂછવામાં આવ્યું તેમણે જણાવ્યું હતું કે ટીવી ટુડેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અરૃણ પુરી રાજીનામુ આપશે તો હું પણ રાજીનામુ આપી દઇશ. મને સરકારમાં ચાલુ રાખવો કે નહીં તે અંગેનો નિર્ણય કોંગ્રસ હાઇ કમાન્ડ દ્વારા લેવામાં આવશે.
કેજરીવાલના આરોપોના જવાબમાં તેમણે ૨૦૦૯ અને ૨૦૧૦માં વિકલાંગ લોકો માટે આયોજિત થયેલા ૩૪ કેમ્પોના દસ્તાવેજો અને આ કેમ્પ સાથે સંકળાયેલા લોકોને પણ રજૂ કર્યા હતાં. આ દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારે ખુર્શીદના ટ્રસ્ટની તપાસ ઝડપી બનાવી દીધી છે.
આજ તકના સ્ટીંગ ઓપરેશનમાં દેખાડવામાં આવેલા રાંગે મિસ્ત્રીને પણ મિડીયા સમક્ષ કરવામાં આવ્યા હતાં. તેણે જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ મને ઝાકીર હુસેન ટ્રસ્ટ તરફથી સાંભળવા માટેના સાધનો આપવામાં આવ્યા હતાં.
ખુર્શીદે જણાવ્યું હતું કે એફિડેવિટ નકલી હતુ તે સ્પષ્ટ થયું નથી. લુઇસને કઇ રીતે ખબર પડે આ નકલી હતું? તેથી અમે ઉત્તર પ્રદેશ સરકારને આ અંગે તપાસ કરવા જણાવ્યું છે અને ઉત્તર પ્રદેશ સરકાર આ રહસ્યમય એફિડેવિટની તપાસ કરી રહી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશરના કર્મચારીઓ સાથે આજે મુબઇમાં બેઠક
કેન્દ્ર ઓઇલ અને ગેસ શારકામ માટે પરવાના આપવાના નિયમો હળવા કરશે

સલમાન ખુર્શીદને બચાવવા કેન્દ્રીય પ્રધાનો રમેશ, નારાયણસામી મેદાનમાં

ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ
કર્ણાટકમાં સામાન્ય તિવ્રતાનો ભૂકંપ
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

દિલ્હી સામે અમારે વધુ ધીરજ સાથે બેટિંગ કરવાની જરૃર હતી

ઓબામાના ચાહકો સોશિયલ નેટવર્ક્સ પર રોમ્ની કરતાં અનેકગણાં વધુ

ફ્લોરિડામાં ગાંધીજીની પ્રતિમાને કલામે ખુલ્લી મુકી
સ્માર્ટ ફોન હવે ક્રેડિટ કાર્ડની ગરજ સારશે

મલાલા માટે એર એમ્બ્યુલન્સ મોકલવાની યુએઇની યોજના

મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved