Last Update : 15-October-2012, Monday

 

૫૦ વર્ષ પહેલાંનો જોસેફ કિટિન્જરનો ૩૧.૩૩ કિ.મી.નો રેકોર્ડ તોડયો
અવકાશમાંથી ફેલિક્સનો ૩૮.૬૨ કિ.મી.થી સફળ કૂદકો

હિંમતબાજ ફેલિક્સે નિર્ધારીત કરતાં વધુ ઊંચાઇએથી કૂદકો મારી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

ન્યૂ મેક્સિકો, તા.૧૪
ઓસ્ટ્રિયાના ૪૩ વર્ષિય સાહસિક ફેલિક્સ બોમગાર્ટનરે આજે અવકાશમાં ૧,૨૭,૭૦૦ ફીટ (૩૮.૬૨ કિલો મીટર) ઊંચેથી કુદકો મારી માનવજાતના ઇતિહાસમાં ક્યારેય ન નોંધાયુ હોય એવું પરાક્રમ કર્યું હતું. ફેલિક્સે બલૂનમાં બેસીને ન્યૂ મેક્સિકોના રણમાં રોસવેલ પ્રાંતમાં અવકાશ તરફ પ્રવાસ કરીને. સ્ટેચ્યૂ ઓફ લિબર્ટિના કદનું હિલિયમવાયુ ભરેલા બલુન દ્વારા ફેલિક્સ ૧,૨૭,૭૦૦ ફીટની ઊંચાઈએ ગયો હતો અને ત્યાંથી ફેલિક્સે પોતાના ૧૧૮ કિલોગ્રામના સૂટ સાથે જમીન પર આવવા કુદકો માર્યો હતો. ફેલિક્સ જમીન ઉપર આવ્યો ત્યારે તેનું સ્વાગત કરવા સંખ્યા બંધ લોકો ઉપસ્થિત હતા.
તેના વિશાળકાય બલૂને ન્યૂ મેક્સિકોના રોઝવેલ ખાતેથી આકાશમાં જવા માટે ભારતીય સમય મુજબ બપોરે ૩.૩૦ કલાકે ઉડ્ડયન કર્યુ હતું. પુત્ર વિશ્વનો સૌથી ઉંચો કૂદકો મારવા જઇ રહ્યો હોવાથી ફેલિક્સની માતા રડી પડી હતી. જો કે ત્યાં હાજર વિશાળ જનમેદનીએ બોમગાર્ટનરને ભારે ચિચિયારીઓ અને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો. એક બલૂનમાં અત્યાર સુધીમાં કોઇએ આટલી ઉંચાઇથી કૂદકો માર્યો નથી કે આવો સાહસિક પ્રયાસ પણ કોઇએ કર્યો નથી.
ફેલિક્સનો કુદકો સફળ ન જાય તો તેનું મોત નિશ્ચિત હતું. આ કુદકમાં ફેલિક્સ માટે જીવનું જોખમ હતુ. બલૂન દ્વારા અવકાશમાં જતી વખતે જ જો બલૂનને નુકસાન થયુ હોત તો કુદકો માર્યા પહેલાં જ ફેલિક્સ નિષ્ફળ જાય અને કદાચ જીવ પણ ગુમાવી બેસે તેની પુરી શક્યતા હતી.બીજી બાજુ સહીસલામત ૧,૨૦,૦૦૦ ફીટ ઊંચો પહોંચી પણ જાય તો કુદતી વખતે પણ પારાવાર જોખમ રહેલું હતું. યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાનો ફેલિક્સ આવા જોખમો કરવા માટે જાણીતો છે. આ પહેલાં તે જુલાઈ માસમાં જ ૯૭,૦૦૦ ફીટની ઊંચાઈએથી સફળતાપૂર્વક કુદકો મારી ચુક્યો છે.
ફેલિક્સે બ્રાઝિલના રિયો-ડી-જાનેરો શહેરમાં આવેલી ઇસુ ખ્રિસ્તની મૂર્તિ પરથી કુદકો મારી સૌથી નીચી ઊંચાઈએથી બલૂન દ્વારા કુદવાનો વિક્રમ પણ સર્જ્યો છે. હવે એ ઊંચાઈનો વિક્રમ સર્જવા જઈ રહ્યો છે. કુદતી વખતે ફેલિક્સનું મહત્તમ રક્ષણ તેના ખાસ પ્રકારના સૂટે કર્યુ હતું. સૂટની વિશિષ્ટ બનાવટને કારણે તેનું વજન ૧૧૮ કિલોગ્રામ જેટલું છે. અવકાશમાં ઠંડી વચ્ચે હેલ્મેટના કાચમાં ઊશ્વાસ બરફ બની જામી ન જાય એ માટે કાચમાં વીજ પ્રવાહ મળતો રહેતો હતો.
૩૬ કિલોમીટર કરતા વધુ ઊંચાઈએ હવા વગરના આકાશમાં સૂટ લિક થયા પછી જીવી શકાય નહીં. શરીરમાં રહેલી હવા શરીરનો જ વિસ્ફોટ કરી નાખે. કુદતી વખતે ફેલિક્સનું શરીર કદાચ આપમેળે ફૂદરડી ફરવા માંડે તો એ વખતે તે બેભાન થઈ જાય એવી પણ પુરેપુરી શક્યતા હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશરના કર્મચારીઓ સાથે આજે મુબઇમાં બેઠક
કેન્દ્ર ઓઇલ અને ગેસ શારકામ માટે પરવાના આપવાના નિયમો હળવા કરશે

સલમાન ખુર્શીદને બચાવવા કેન્દ્રીય પ્રધાનો રમેશ, નારાયણસામી મેદાનમાં

ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ
કર્ણાટકમાં સામાન્ય તિવ્રતાનો ભૂકંપ
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

દિલ્હી સામે અમારે વધુ ધીરજ સાથે બેટિંગ કરવાની જરૃર હતી

ઓબામાના ચાહકો સોશિયલ નેટવર્ક્સ પર રોમ્ની કરતાં અનેકગણાં વધુ

ફ્લોરિડામાં ગાંધીજીની પ્રતિમાને કલામે ખુલ્લી મુકી
સ્માર્ટ ફોન હવે ક્રેડિટ કાર્ડની ગરજ સારશે

મલાલા માટે એર એમ્બ્યુલન્સ મોકલવાની યુએઇની યોજના

મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved