Last Update : 15-October-2012, Monday

 

અ'વાદમાં જાસૂસી કરતા ISIના 2એજન્ટો પકડાયા

ગુજરાતથી સેનાની હિલચાલ અને નકશા ઇ-મેઇલ દ્વારા પાકિસ્તાન મોકલતા ઃ એક યુવકે કરાંચીમાં ટ્રેનિંગ લીધી

અમદાવાદ, તા.૧૪
અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇ.એસ.આઇ (ઇન્ટર સર્વિસ ઇન્ટેલીજન્સ)નાં બે એજન્ટોને ક્રાઇમબ્રાંચની ટીમે પકડી પાડયા છે. આંચકારૃપ બાબત એ છે કે, મુળ અમદાવાદના બે યુવક છેલ્લા ચાર વર્ષથી ગુજરાતની વિવિધ લશ્કરી છાવણીઓની વિગતો 'કોડેડ લેંગ્વેજ'માં ઇ-મેઇલ મારફતે પાકિસ્તાન મોકલતા હતા. બે પૈકી એક યુવકે ચાર વર્ષ અગાઉ પાકિસ્તાનના કરાંચીમાં જાસૂસીની તાલીમ મેળવી હતી. પાકિસ્તાનમાં તાલીમ પામેલા યુવકે ભૂજ અને શાહીબાગના કેન્ટોનમેન્ટમાં કેટલાક અધિકારીઓ સાથે સંબંધ પણ કેળવ્યા હતા. પોલીસનું કહેવું છે કે- ચાર વર્ષ દરમિયાન માહિતી મોકલવા બદલ આ યુવકોને વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર દ્વારા અત્યાર સુધીમાં અઢી લાખ રૃપિયા મળ્યાં છે. એક જ ઇ-મેઇલ આઇડી અને પાસવર્ડ દ્વારા અમદાવાદ અને પાકિસ્તાનમાં ઓપરેટ થઇ રહેલા એક એકાઉન્ટને થોડા સમય અગાઉ કેન્દ્રિય ગુપ્ચર સંસ્થાએ આંતર્યો હતો.
વિચિત્ર પ્રકારે લખાયેલા આંકડા, કોઇ વસ્તુના ચોક્કસ પણે લખાયેલા નામ તથા ગુજરાતના કેટલાક વિસ્તારના નકશા જોઇ ચોંકી ઉઠેલી ગુપ્તચર સંસ્થાઓએ માત્ર 'ડ્રાફ્ટ'માં 'સેઇવ' કરવામાં આવતા ઇ-મેઇલને ડિકોડ કરવાનું શરૃ કર્યું હતુ.
એટલું જ નહીં આ શંકાસ્પદ ઇ-મેઇલ અમદાવાદના બાપુનગર અને જમાલપુર વિસ્તારના જે જે સાઇબર કાફેમાંથી કરાયા હતા, ત્યાંથી પણ સર્ફિંગ માટે આવેલા લોકોની માહિતી એકઠી કરતા બે યુવકોના નામ મળ્યાં હતા. જેમની પર અમદાવાદ ક્રાઇમબ્રાંચની મદદ લઇ વોચ રાખવાનું શરૃ કરવામાં આવ્યું હતુ.
અમદાવાદ ક્રાઇમબ્રાંચ પી.આઇ એસ.એલ ચૌધરી અને પી.એસ.આઇ કે.જી. ચૌધરીની ટીમ દ્વારા સતત વોચ ગોઠવીને પોલીસે જમાલપુર એહમદખાનની મસ્જીદ સામે જમાલપુર ચકલામાં રહેતા સિરાજુદ્દીન ઉર્ફે રાજુ કરામતઅલી ફકિર (ઉં.૨૨) તથા પાડોશમાં આવેલા રહેમાન શેઠના વંડામાં રહેતા મહંમદઅયુબ ઉર્ફે સાકીર મહંમદઅબ્દુલ કરીમ શેખ (ઉં.૨૩)ને ઝડપી પાડયા હતા.
ક્રાઇમબ્રાંચ ડી.સી.પી હિમાંશુ શુક્લા અને એ.સી.પી નિર્લીપ્ત રાય દ્વારા કરાયેલી પુછપરછમાં સિરાજુદ્દીન ઉર્ફે રાજુએ કબુલ્યું હતુ કે તેના ફુવા પાકિસ્તાનનાં કરાંચીમાં રહે છે. તેમને મળવા તે વર્ષ ૨૦૦૭માં ટ્રેન દ્વારા પાકિસ્તાન ગયો હતો. પંદર દિવસ ત્યાં રોકાયા બાદ તે પરત ભારત અવવા નીકળ્યો ત્યારે ભારતની બોર્ડર ક્રોસ કરતા પહેલા તેને પાકિસ્તાની આર્મીનો એક ઓફિસર મળ્યો હતો. જેણે જાસૂસી કરવા બદલ મોટી રકમ મળશે તેવી લાલચ આપી પરત કરાંચી લઇ ગયો હતો અને ત્યાં ટ્રેનીંગ પણ આપી હતી. જ્યાંથી પરત આવ્યા બાદ તે પરત પોતાના ઇંડા સપ્લાય કરવાનાં ધંધામાં જોડાઇ ગયો હતો. જો કે જાસુસી માટે જરૃરી હોય તેણે શાહીબાગ અને ભૂજની લશ્કરી છાવણીઓમાં ઇંડા સપ્લાયના બહારને કેટલાક ભારતીય આર્મી ઓફિસરો સાથે પણ સંબંધ કેળવી લીધા હોય તેમના પર કોઇ શંકા કરતુ ન હતું.
આર્મી ઓફિસર્સ પાસેથી વાતવાતમાં મેળવેલી માહિતી સિરાજુદ્દીન એકઠી કરતો અને નાનપણના મિત્ર મહંમદઅયુબ ઉર્ફે સાકીર શેખ દ્વારા કોડેડ ભાષામાં ઇ-મેઇલ કરાવી 'ડ્રાફ્ટ'માં 'સેઇવ' કરાવી લેતો હતો.
ક્રાઇમબ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર એ.કે શર્માનું કહેવું છે કે આ કામ માટે બન્નેને પાકિસ્તાનથી અત્યાર સુધીમાં વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર દ્વારા અઢી લાખ રૃપિયા મળ્યાં છે. બન્ને યુવકોની પાકિસ્તાન માટે જાસૂસીની વધુ વિગતો જાણવા હાલ પુછપરછ ચાલી રહી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશરના કર્મચારીઓ સાથે આજે મુબઇમાં બેઠક
કેન્દ્ર ઓઇલ અને ગેસ શારકામ માટે પરવાના આપવાના નિયમો હળવા કરશે

સલમાન ખુર્શીદને બચાવવા કેન્દ્રીય પ્રધાનો રમેશ, નારાયણસામી મેદાનમાં

ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ
કર્ણાટકમાં સામાન્ય તિવ્રતાનો ભૂકંપ
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

દિલ્હી સામે અમારે વધુ ધીરજ સાથે બેટિંગ કરવાની જરૃર હતી

ઓબામાના ચાહકો સોશિયલ નેટવર્ક્સ પર રોમ્ની કરતાં અનેકગણાં વધુ

ફ્લોરિડામાં ગાંધીજીની પ્રતિમાને કલામે ખુલ્લી મુકી
સ્માર્ટ ફોન હવે ક્રેડિટ કાર્ડની ગરજ સારશે

મલાલા માટે એર એમ્બ્યુલન્સ મોકલવાની યુએઇની યોજના

મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved