Last Update : 15-October-2012, Monday

 

બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા

- અમરસિંહનું કહેવું છે કે અમિતાભ બચ્ચન સાથેની તેની મૈત્રી તુટવાનું એક માત્ર કારણ જયા બચ્ચનની રાજનીતિક મહત્વકાંક્ષા જ છે.

બેદિવસ પહેલા બોલીવુડના સુપર હીરો અમિતાભ બચ્ચનની બર્થ-ડે પાર્ટીમાં રાજકીય નેતા અમરસિંહને આમંત્રણ નહીં મળતા તે અમિતાભ અને બચ્ચન પરિવારથી ભારે નારાજ હોવાનું અને પેલા ગીતની પંક્તિ, ''મતલબ નિકલ ગયા તો પહચાનતે નહીં, યું જા રહે હૈ જૈસે જાનતે નહીં...''ને ગણગણાવતા રહ્યા હોય તેવું લાગ્યું હતું. બિગ-બી ની બર્થ-ડે પાર્ટીમાં અમરસિંહને નહીં બોલાવાના કારણે અમરસિંહે પોતાનો બધો ય ગુસ્સો અને ભડાશ મીડિયાની સામે કાઢી નાંખ્યો હતો ! અમરસિંહે તો જયા બચ્ચનને પણ છોડી નથી. અમરસિંહનું કહેવું છે કે અમિતાભ બચ્ચન સાથેની તેની મૈત્રી તુટવાનું એક માત્ર કારણ જયા બચ્ચનની રાજનીતિક મહત્વકાંક્ષા જ છે ! તેમણે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં આ પ્રકારનો ખૂલાસો કર્યો હતો.
નોંધપાત્ર બાબત એ છે કે અમિતાભની ૭૦મી વર્ષગાંઠની પાર્ટીમાં મોડી રાત સુધી બોલીવુડના સ્ટારો, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ અને ઘણી બધી નામાંકીત હસ્તિઓ મુંબઈમાં એકઠી થઈ હતી. આ પ્રસંગે બિગ-બીના મ્હોંબોલ્યા ભાઈ અમરસિંહને દાવતમાં આમંત્રણ નહોતું મોકલાયું. અમરસિંહે કહ્યું કે જો તેનો બોલાવામાં આવ્યો હતો તો પોતે જરૃર જાત ! અમરસિંહે કહ્યું કે જયા બચ્ચન ફરીવાર સાંસદ બનવા ઈચ્છતી હતી. તેણે સાથી રાજ્યસભાની સદસ્યતા ત્યારે જ મળી શકે તેમ હતી, જ્યારે જયા, અમરસિંહ સાથેના સંબંધો કાપી તેનાથી દૂર થઈ જાય ! જયાની ઈચ્છાઓ પુરી કરવા માટે જ તેનો અને અમિતાભનો સંબંધ તુટી ગયો. અમિતાભને પહોંચાડેલી મદદને યાદ કરતાં અમરસિંહે પોતાની પીડા રજુ કરવા માટે બિગ-બીના એક જુના ટ્વિટરનો ઉલ્લેખ કર્યો હતો. અમરસિંહે કહ્યું કે તે ટ્વિટમાં અમિતાભે લખ્યું હતું કે, ''આની અગાઉ પણ એક મોટા રાજકીય-પરિવાર સાથે મ્હોંબોલ્યો પારિવારીક સંબંધ હતો. પરંતુ તે તુટી ગયો. કાંઈક તો વાત છે. ચાહે તે ગાંધી પરિવાર હોય કે પછી અમરસિંહ, જ્યાં પણ તેને લોહીનો સંબંધ નહોતો, તેમનો સંબંધ ટક્યો જ નહીં. ઈશ્વરના આર્શિવાદ, મારા માતા-પિતા અને પરિવારના સ્નેહ તથા દેખભાળ અને મારા પ્રસંશકોના ખૂબ પ્યારે મને જીવતો રાખ્યો છે. હું આજે એ સૌના કારણે જ છું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશરના કર્મચારીઓ સાથે આજે મુબઇમાં બેઠક
કેન્દ્ર ઓઇલ અને ગેસ શારકામ માટે પરવાના આપવાના નિયમો હળવા કરશે

સલમાન ખુર્શીદને બચાવવા કેન્દ્રીય પ્રધાનો રમેશ, નારાયણસામી મેદાનમાં

ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ
કર્ણાટકમાં સામાન્ય તિવ્રતાનો ભૂકંપ
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

દિલ્હી સામે અમારે વધુ ધીરજ સાથે બેટિંગ કરવાની જરૃર હતી

ઓબામાના ચાહકો સોશિયલ નેટવર્ક્સ પર રોમ્ની કરતાં અનેકગણાં વધુ

ફ્લોરિડામાં ગાંધીજીની પ્રતિમાને કલામે ખુલ્લી મુકી
સ્માર્ટ ફોન હવે ક્રેડિટ કાર્ડની ગરજ સારશે

મલાલા માટે એર એમ્બ્યુલન્સ મોકલવાની યુએઇની યોજના

મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved